૩પ૦૦૦ ચો.મી. વિસ્તારનાં થીમ બેઝમાં પથરાયેલુ છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, જાણો કઈ 47 ટેક્નોલોજીનો ઉપયોગ કરી બાળકોનું કરાશે મનોરંજન

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. મોદી આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા. તે બાદ વડાપ્રધાને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું પણ લોકાર્પણ કર્યુ. તો આવો જાણીએ કે શું ખાસીયત છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ […]

Heena Chauhan
| Edited By: | Updated on: Jan 16, 2021 | 3:23 PM

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. મોદી આજે સવારે 11:30 વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા. તે બાદ વડાપ્રધાને ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કનું પણ લોકાર્પણ કર્યુ. તો આવો જાણીએ કે શું ખાસીયત છે ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્કની

ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક

અદ્યતન ટેકનોલોજી સંચાલિત વિશ્વનો સૌ પ્રથમ ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક છે. આ થીમ બેઝ પાર્ક ૩પ૦૦૦ ચો.મી. વિસ્તારમાં પથરાયેલ છે.બાળકોને જ્ઞાન સાથે ગમ્મત મળે તે હેતુથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી આ પાર્ક ખાસ ડિઝાઈન કરવામાં આવ્યુ છે. જેમાં બાળકો મીની ટ્રેન દ્વારા ૬૦૦ મીટર પ્રવાસ કરે છે. જેમાં, પ્રવાસ દરમિયાન ફળ-શાક ગૃહમ્, પાયોનગરી, અન્નપૂર્ણા, પોષણપુરમ્, સ્વસ્થ ભારતમ્ અને ન્યુટ્રી હંટ જેવા સ્ટેશનો આવે છે. આ સ્થળોમાં જુદી જુદી ૪૭ જેટલી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાળકોને મનોરંજનની સાથે માહિતી મળે અને ‘‘સહિ પોષણ-દેશ રોશન’’ ચરિતાર્થ થાય તે પ્રયાસ કરવામાં આવેલ છે. વધુમાં નાના-મોટા તમામ પ્રવાસીઓને મનોરંજન માટે મીરર મેઈઝ, 5-D થિયેટર,ભૂલભુલૈયાં પણ છે.

 

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">