ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 347 કેસ, અમદાવાદમાં કુલ કેસ 6 હજારને પાર, જાણો જિલ્લા મુજબ વિગત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 347 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8543 થઈ ગયા છે. સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જ્યારે 235 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના […]
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 347 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસ 8543 થઈ ગયા છે. સૌથી વધારે કેસ અમદાવાદ જિલ્લામાં નોંંધાયા છે. રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 20 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે. જ્યારે 235 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.
જાણો જિલ્લાવાર કોરોનાના નવા નોંધાયેલા કેસની વિગત
રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 347 કેસ નોંધાયા છે. જેમાં જિલ્લાવાર વિગત જોઈએ તો અમદાવાદમાં 268 કેસ, વડોદરામાં 29 કેસ, સુરતમાં 19 કેસ, ભાવનગરમાં 01 કેસ, આણંદમાં 02 કેસ, ભરુચમાં 03 કેસ, ગાંધીનગરમાં 10 કેસ, પંચમહાલમાં 04 કેસ, નર્મદામાં 01 કેસ, મહેસાણામાં 02 કેસ, જામનગરમાં 03 કેસ, સાબરકાંઠામાં 03 કેસ, અરવલ્લીમાં 01 કે અને જુનાગઢમાં પણ 01 કેસ નોંધાયા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
છેલ્લાં 24 કલાકમાં 2978 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 8542 કેસ પોઝિટિવ નોંંધાયા છે. 31 દર્દીઓની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5218 લોકોની તબિયત સ્થિર છે. 2780 લોકોને કુલ રાજ્યમાં સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. રાજ્યમાં 513 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.