Yeh Rishta Kya Kehlata Hai શો છોડી રહ્યા છે હર્ષદ ચોપરા? પ્રણાલી રાઠોડે આપ્યો આ જવાબ
સ્ટાર પ્લસનો ટીવી શો 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' છેલ્લા ઘણા મહિનાઓથી ઘણી ટીઆરપી મેળવી રહ્યો છે. તાજેતરમાં અભિનવનું પાત્ર ભજવનાર અભિનેતા જય સોનીએ શોને અલવિદા કહી દીધું. જયના ગયા બાદ હવે હર્ષદ ચોપરા શો છોડવાના સમાચાર સામે આવી રહ્યા છે.
સ્ટાર પ્લસની ટીવી સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટેલિવિઝનના ઈતિહાસમાં સૌથી લાંબી ચાલતી ટીવી સિરિયલોમાંની એક છે. આ શોમાં અત્યાર સુધીમાં 2 લીપ્સ આવી ચૂકી છે. પ્રખ્યાત નિર્દેશક રાજન શાહીએ હિના ખાન અને કરણ મહેરા સાથે આ શો સ્ટાર પ્લસ પર શરૂ કર્યો હતો. હાલમાં આ શોમાં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા, હર્ષદ ચોપડા દ્વારા પોસ્ટ કરાયેલા એક સ્ટેટસ પછી સમાચાર વાયરલ થઈ રહ્યા હતા કે અભિમન્યુનું પાત્ર ભજવતો અભિનેતા શો છોડવા જઈ રહ્યો છે.
હર્ષદ ચોપરાએ આવી કરી હતી કમન્ટ્સ
હવે હર્ષદ ચોપરાના શો છોડવાના સમાચાર પર તેની કો-સ્ટાર પ્રણલી રાઠોડની પ્રતિક્રિયા આવી છે. સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં અક્ષરાનું પાત્ર ભજવનારી અભિનેત્રીને મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે હર્ષદ ચોપરાના શોમાંથી બહાર થવાના સમાચાર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “મને આ વિશે કંઈ ખબર નથી. હું આ વિશે કંઈ કહેવા નથી માગતી. વાસ્તવમાં હર્ષદ ચોપરાએ સોશિયલ મીડિયા પર તેની તાજેતરની પોસ્ટમાં લખ્યું હતું કે જેટલું વહેલું, તેટલું સારું. તે યોગ્ય વાત છે.
View this post on Instagram
(credit source : Harshad chopda)
શું હર્ષદ ચોપરા ખરેખર શો છોડી દેશે?
હાલમાં સ્ટાર પ્લસની આ ફેમસ સીરિયલમાં અક્ષરા અને અભિમન્યુ એકબીજા સાથે ટકરાતા જોવા મળે છે. સ્વાભાવિક છે કે હર્ષદ ચોપરાના ચાહકોને આ ટ્રેક બિલકુલ પસંદ નથી આવી રહ્યો. આ જ કારણ છે કે થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ‘મૂવ ઓન અભિમન્યુ’ ટ્રેન્ડ કરી રહી હતી. જ્યારે અમે શોની નજીકની વ્યક્તિને આ વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, હર્ષદ શો છોડી રહ્યો નથી. હાઈ ટીઆરપીનો આ શો કોઈ પણ અભિનેતા સરળતાથી મેળતો નથી. તેથી તે શો છોડી રહ્યા નથી.