Big Boss 18 Contestants : બિગ બોસ 18માં જોવા મળશે 18 સ્પર્ધકો, શોનો પ્રોમો સામે આવ્યો
ટીવીનો ફેમસ અને સૌથી ચર્ચિત રિયાલિટી શો બિગ બોસ 18 સીઝન ફરી એક વખત આવવા માટે તૈયાર છે. હાલમાં બિગ બોસ 18નો પ્રોમો પણ જાહેર કરવામાં આવ્યો છે. તેને લઈ એક અપટેડ પણ સામે આવ્યું છે.
વિવાદિત રિયાલિટી શો બિગ બોસ 18ની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં મેકર્સે બિગ બોસ 18નો પ્રોમો પણ જાહેર કર્યો છે. ટીવીના રિયાલિટી શો બિગ બોસને બોલિવુડ સુપરસ્ટાર હોસ્ટ કરશે. જેમ જેમ શો નજીક આવી રહ્યો છે. તેની ચર્ચા પણ થઈ રહી છે. સાથે સ્પર્ધકોને લઈ અનેક અટકળો પણ થઈ રહી છે.
હજુ સુધી કોઈ સેલિબ્રિટીના નામ સામે આવ્યા નથી. આ શોમાં સમય સાથે જોડાયેલી થીમ જોવા મળી રહી છે. જે હાલમાં બિગ બોસ 18નો પ્રોમો સામે આવ્યો છે. આ પ્રોમોમાં સલમાન ખાન બોલતા સાંભળવા મળે છે કે, હવે બિગ બોસ જોશે ઘરનું ફ્યુચર, ઘરમાં થશે સમયનો તાંડવ. એટલે સ્પષ્ટ હશે કે, દર વખતની જેમ આ વખતે પણ કાંઈ યુનિક જોવા મળશે.
View this post on Instagram
શો માટે કન્ફોર્મ થયા આ સ્ટાર
હાલમાં એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, ધીરજ કપૂર અને નિયા શર્માને બિગ બોસ 18માં સામેલ કરવા માટે સાઈન કરવામાં આવ્યા છે. બિગ બોસ માટે શોએબ ઈબ્રાહિમનું નામ પણ સામેલ છે, રિપોર્ટ અનુસાર જ્યારે તે બિગ બોસ સાઈન કરે છે તો એક એનડીએ સાથે આવે છે. જેના માટે તે કાંઈ બોલતા નથી.
18 સ્પર્ધકો બિગ બોસ 18માં જોવા મળશે
આ વખતો શોમાં 13 નહિ પરંતુ 18 સ્પર્ધકો ભાગ લેતા જોવા મળશે. સાથે બોલિવુડ અભિનેત્રી ઈશા કોપિકર પણ બિગ બોસ 18માં સામેલ થઈ શકે તેવી વાતચીત ચાલી રહી છે. હવે તે શોમાં સામેલ થશે કે નહિ તે આવનાર સમય જ જાણ થશે. આ સિવાય સમાચાર એવા પણ છે કે, નિયા શર્મા શોનો ભાગ નથી અને ધીરજનું નામ કન્ફર્મ છે.
જેવો પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાહકો કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે ટ્વિટર પર બિગ બોસ 18 ટ્રેન્ડ થઈ રહ્યું છે.એક રિપોર્ટ મુજબ ધીરજ આ સીઝનનો સૌથી મોંઘો સ્પર્ધક છે. તેમણે આ શોમાં સામેલ થવા માટે 4 થી 5 કરોડ રુપિયાનો ચાર્જ લે છે.