અભિનેત્રી અંકિતા લોખંડે આખરે ટ્રોફી હાંસલ કરવામાં નિષ્ફળ ગઈ જે માટે તે પ્રયત્ન કરી રહી હતી. ‘બિગ બોસ 17’માં અંકિતાની સફર પૂરી થઈ ગઈ છે. અંકિતાની સાથે મુનવ્વર ફારૂકી, અભિષેક કુમાર, મન્નારા ચોપરા અને અરુણ મહાશેટ્ટીએ ગ્રાન્ડ ફિનાલેમાં સ્થાન મેળવ્યું હતું. એમાંય અરુણને પહેલા ઘર છોડવું પડ્યું હતું.
ટોપ 4માં સ્થાન મેળવ્યા પછી, મધ્યસ્થ સલમાન ખાને જાહેરાત કરી કે બિગ બોસમાં અંકિતાની સફર પૂરી થઈ ગઈ છે. આ સાંભળીને અંકિતા સહિત બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. કારણ કે ઘણા લોકોએ એવી ભવિષ્યવાણી કરી હતી કે તે વિજેતા બનશે. આ દરમિયાન અંકિતાના પતિ વિકી જૈનની આંખોમાં આંસુ દેખાતા હતા.
બિગ બોસનું ઘર છોડ્યા બાદ અંકિતા સ્ટેજ પર પહોંચી ત્યારે સલમાને પણ તેના એલિમિનેશન પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. “હું આઘાતમાં છું. મને લાગ્યું કે તમે વિજેતા હશો. મને પણ એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું છે કે તમે વિજેતા નથી. મને પણ સમજાયું નહીં કે શું થયું. આખી ટીમ ચોંકી ગઈ છે. ગયા વર્ષે મેં વિચાર્યું હતું કે પ્રિયંકા ચહર ચૌધરી વિજેતા બનશે. આ વર્ષે મને તારા પર વિશ્વાસ હતો. બિગ બોસની અત્યાર સુધીની તમામ સીઝનમાંથી તારી સફર સૌથી મુશ્કેલ હતી,” સલમાને કહ્યું.
સલમાનની વાત સાંભળીને અંકિતા અવાચક થઈ ગઈ હતી. પણ અંકિતાએ કહ્યું કે, હું મારી માતા સાથે રહીને ખુશ છું. એમ તેણે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. “જો હું વહેલી બહાર આવી હોત, તો મને લાગે છે કે તે એક મોટી સમસ્યા હોત. પરંતુ હું ખુશ છું કે મમ્મી મારી સાથે છે”, તેણે કહ્યું.
The real happiness is seeing these 3 in top 3 ❤#MunawarFaruqui #BiggBoss17 #bb17 #MunAra#MannaraChopra #Manarachopra #MunawarFaruqui #MKJ #AnkitaLokhande #AbhishekKumar #VickyJain pic.twitter.com/fkSvfuD77u
— Professor (@SyedHamzaRizvi2) January 28, 2024
ઓક્ટોબર મહિનામાં અંકિતા અને તેના પતિ વિક્કી જૈન બંનેએ ‘બિગ બોસ 17’માં સ્પર્ધકો તરીકે ભાગ લીધો હતો. બિગ બોસના પહેલા દિવસથી જ દર્શકોને તેમના સંબંધોની એક અલગ જ બાજુ જોવા મળી હતી. અંકિતા અને વિક્કી વચ્ચે સતત ઝઘડા થતા હતા. પછી જ્યારે વિક્કીની માતા રંજના જૈન બિગ બોસના ઘરમાં આવી ત્યારે દર્શકોને સાસુ અને વહુનું એક અલગ જ સમીકરણ જોવા મળ્યું હતું. આટલું જ નહીં ફેન્સ પણ વિચારી રહ્યા હતા કે શું બિગ બોસ પછી અંકિતા અને વિક્કી અલગ થઈ જશે.
Published On - 1:44 pm, Mon, 29 January 24