Sidhu Moosewala : સિદ્ધુ મૂસેવાલાના ઘરે આવ્યું નાનું મહેમાન માતાએ 58 વર્ષે આપ્યો પુત્રને જન્મ, ફોટો આવ્યો સામે

|

Mar 17, 2024 | 1:58 PM

સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌરે પુત્રને જન્મ આપ્યો છે. સિદ્ધુ મૂસેવાલાના પિતા બલકૌર સિંહે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે

Sidhu Moosewala : સિદ્ધુ મૂસેવાલાના ઘરે આવ્યું નાનું મહેમાન માતાએ 58 વર્ષે આપ્યો પુત્રને જન્મ, ફોટો આવ્યો સામે

Follow us on

પંજાબી ગાયક સિદ્ધુમુસેવાલાની માતા ચરણ કૌરે આપ્યો પુત્રને જન્મ, આની જાણકારી મુસેવાલાના પિતા બલકૌર સિંહે સોશિયલ મીડિયા પર આપી છે. સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે પોતાના નાના દિકરાનો ફોટો શેર કરતા લખ્યું શુભદીપને ચાહનારી લાખો-કરોડો આત્માઓના આશીર્વાદ , તેમજ તેમણે લોકોના પ્રેમ પ્રત્યે પણ આભાર માન્યો હતો.

 

7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા
Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો
મકરસંક્રાતિ પર વર્ષનું સૌથી મોટું સૂર્ય ગોચર, આ 5 રાશિની કિસ્મત ચમકી ઉઠશે

આઈવીએફની મદદથી પુત્રને આપ્યો જન્મ

ઈન્સ્ટાગ્રામ પર પિતા બલકૌર સિંહે ફરી એક વખત પિતા બનવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પર જુનિયર મુસેવાલા સાથે સિદ્ધુ મુસેવાલાનો પણ ફોટો રાખ્યો છે.પંજાબી ગાયક સિદ્ધુમુસેવાલાની માતા ચરણ સિંહ પુત્રને જન્મ આપતા ગામમાં ફરી જશ્નનનો માહૌલ જામ્યો છે. 58 વર્ષની ઉંમરે ચરણ કૌરે પુત્રને જન્મ આપવા માટે આઈવીએફની મદદ લીધી હતી.

આ ફોટોમાં પાછળ જે ફોટો રાખ્યો છે જે સિદ્ધુ મુસાવાલનો છે જેના પર લખ્યું કે, લીજેન્ડ ક્યારે પણ મરતા નથી. સિદ્ધુ મુસેવાલાના મૃત્યુના અંદાજે 2 વર્ષ બાદ તેના ઘરમાં ખુશીઓ આવી છે. આ ખુશી પર તમામ ચાહક સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી રહ્યા છે.

ક્યારે થઈ હતી સિદ્ધુ મુસેવાલાનું મૃત્યુ?

સિદ્ધુમુસેવાલા પંજાબી ઈન્ડસ્ટ્રીમાં એક મોટું નામ હતુ. દેશભરમાં તેની ખુબ મોટી ફેન ફોલોઈંગ હતી. 29 મે 2022ના રોજ ગોળી મારી તેની હત્યા કરવામાં આવી હતી. જેની જવાબદારી ગેન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બરાડે કરી હતી. તેમણે દુનિયાને અલવિદા કહી 2 વર્ષ પુરા થશે. હજુ પણ ચાહકો તેને ભુલાવી શક્યા નથી.તે આજે પણ ઘણા ચાહકોના દિલમાં જીવંત છે.

તમને જણાવી દઈએ કે, સિદ્ધુ મુસેવાલા માતા પિતાનું એક માત્ર સંતાન હતુ. તે હવે આ દુનિયામાં નથી. ત્યારબાદ આઈવીએફની મદદથી માતા-પિતા ફરી એક વખત પુત્રનું સ્વાગત કર્યું છે. 58 વર્ષની ઉંમરે ચરણકૌરે પુત્રને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો : Maidaan Trailer : ભારતીય ફૂટબોલના ગોલ્ડન યુગની સ્ટોરી, અજય દેવગણનું પર્ફોર્મન્સ રુવાંડા ઊભા કરી દેશે

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:41 am, Sun, 17 March 24

Next Article