બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનના બનેવી આયુષ શર્મા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ મુંબઈમાં આયુષ શર્માની કારને અકસ્માત નડ્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટના સમયે આયુષ શર્મા અથવા તેમના પરિવારનો કોઈ સભ્ય કારની અંદર હાજર ન હતું. મુંબઈમાં ખાર જિમ ખાના પાસે સર્જાયેલા આ અકસ્માતમાં કોઈ અપ્રિય ઘટના બની ન હતી. તમને જણાવી દઈએ કે એક્ટરનો ડ્રાઈવર પણ એકદમ ઠીક છે.
રિપોર્ટ મુજબ આયુષ શર્માનો ડ્રાઈવર કાર લઈને ગેસ સ્ટેશન તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન સામેથી આવતી કારે તેમની કારને ટક્કર મારી હતી. પરંતુ કાર એક્સીડેન્ટને લઈને આયુષ શર્મા અથવા સલમાન ખાન તરફથી હજુ સુધી કોઈ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે સલમાન ખાનની બહેન અર્પિતા તેના પતિ આયુષ શર્મા અને બંને બાળકો સાથે મુંબઈના ખારમાં એક ઘરમાં રહે છે. જ્યાંથી માત્ર 2 મિનિટના અંતરે તેમની કાર અકસ્માતનો થયો હતો. સોશિયલ મીડિયા પર આયુષ શર્માની કાળા રંગની લેન્ડ રોવર ડિફેન્ડર એસયુવીની તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં કારની રાઈટ સાઈડનો ભાગ તૂટી ગયો હતો.
આયુષ શર્મા ઘણા સમયથી ફિલ્મોમાં જોવા મળ્યો નથી. 2018માં ‘લવયાત્રી’થી ફિલ્મી કરિયર શરૂ કરનાર આયુષ છેલ્લે ફિલ્મ ‘અંતિમ’માં જોવા મળ્યો હતો. હાલમાં એક્ટર દ્વારા કોઈ નવા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી નથી. વાસ્તવમાં આયુષ શર્મા પાસે કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ નથી, તેમ છતાં તેને સલમાન ખાનના બેનર હેઠળ ડેબ્યૂ કર્યું હતું. પરંતુ આ ફિલ્મ કંઈ ખાસ કમાલ બતાવી શકી નથી.
હવે આયુષ શર્મા ટૂંક સમયમાં જ ફિલ્મ ‘રુસલાન’માં જોવા મળશે જે એક્શનથી ભરપૂર ફિલ્મ છે. આ ફિલ્મની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી. આ ફિલ્મમાં એક્ટરે તેના પાત્ર માટે જબરદસ્ત પરિવર્તન કર્યું છે. આયુષ શર્માની આ ફિલ્મ આવતા વર્ષે 12 જાન્યુઆરી 2024ના રોજ થિયેટરોમાં આવશે.
આ પણ વાંચો: શું ખરેખર પ્રેગ્નન્ટ છે અનુષ્કા શર્મા? વાયરલ ફોટોનું છે આ ખાસ ક્નેક્શન?
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 4:09 pm, Sun, 17 December 23