Breaking News : સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં થઈ હત્યા!

|

May 01, 2024 | 4:55 PM

Goldy Brar Death : પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા થઈ છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે ગોલ્ડી બ્રારને મંગળવારે (30 એપ્રિલ) સાંજે 5:25 કલાકે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.

Breaking News : સિદ્ધુ મૂસેવાલા હત્યાના માસ્ટરમાઇન્ડ ગોલ્ડી બ્રારની અમેરિકામાં થઈ હત્યા!

Follow us on

પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં હત્યા થઈ છે. એક અમેરિકન ન્યૂઝ ચેનલે દાવો કર્યો હતો કે ગોલ્ડી બ્રારને મંગળવારે (30 એપ્રિલ) સાંજે 5:25 કલાકે અમેરિકાના ફેરમોન્ટ અને હોલ્ટ એવન્યુમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે.સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસના મુખ્ય આરોપી ગેંગસ્ટર ગોલ્ડી બ્રારના હત્યાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાની પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી

દલ્લા-લખબીરે તેની હત્યાની જવાબદારી લીધી

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોલ્ડીની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે તેની વિરોધી ગેંગના દલ્લા-લખબીરે તેની હત્યાની જવાબદારી લીધી છે.

સિદ્ધુ મૂસેવાલા મર્ડર કેસમાં મુખ્ય વોન્ટેડ એવા ગોલ્ડી બ્રારની હત્યા અંગે ઘણી માહિતી સામે આવી રહી છે. ગોલ્ડી બ્રારને મુસેવાલાની હત્યાનો મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો હતો. બાદમાં ગોલ્ડીએ વ્યક્તિગત રીતે હત્યા કરવાની વાત સ્વીકારી હતી. તેની પાછળ તેમણે જણાવ્યું હતુ કે, તેમણે 2022માં પંજાબમાં વિદ્યાર્થી નેતાની હત્યાનો બદલો લેવા મૂસેવાલાની હત્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.

શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો
Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?

પંજાબ પોલીસમાં હતા ગોલ્ડીના પિતા

તમને જણાવી દઈએ કે સિદ્ધુ મુસેવાલાની પંજાબના માનસા જિલ્લામાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી
ગોલ્ડી બ્રારનું સાચું નામ સતિંદરજીત સિંહ છે. જેનો જન્મ 1994ના રોજ પંજાબના મુક્તસર સાહેબ જિલ્લામાં થયો છે. તમને જણાવી દઈએ કે, ગોલ્ડી બ્રારના પિતા પંજાબ પોલિસમાં નિવૃત્ત સબ ઈન્સ્પેક્ટર છે.ગોલ્ડી બ્રારનો પિતરાઈ ભાઈ ગુરલાલ બ્રાર લોરેન્સ બિશ્નોઈનો સૌથી નજીકનો માણસ હતો. ગુરલાલ બ્રારની હત્યા બાદ લોરેન્સ ગેંગે સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, હવે આ જંગની શરુઆત થઈ છે. રસ્તાઓ પર લોહી સુકાશે નહિ,

મે 2022માં થઈ મુસેવાલાની હત્યા

29 મે 2022ના પંજાબના માનસા જિલ્લાના જવાહર ગામની પાસે પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની ગોળી હત્યા કરવામાં આવી હતી. અને આ હત્યાની જવાબદારી ગોલ્ડી બ્રારે લીધી હતી.

આ પણ વાંચો : Breaking News : સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં મોટા સમાચાર, આરોપીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 4:20 pm, Wed, 1 May 24

Next Article