KKK 13: ખતરોં કે ખિલાડીમાં ફરી જોવા મળશે શિવ અને અબ્દુની મિત્રતા, સ્ટોરીમાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ

|

May 18, 2023 | 9:46 AM

અબ્દુ રોજિક બિગ બોસ 16 પછી ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ દુનિયાના સૌથી નાના કદનો આ સિંગર દેશના સૌથી મોટા એડવેન્ચર રિયાલિટી શોમાં જોવા મળવાનો છે.

KKK 13: ખતરોં કે ખિલાડીમાં ફરી જોવા મળશે શિવ અને અબ્દુની મિત્રતા, સ્ટોરીમાં આવશે જબરદસ્ત ટ્વિસ્ટ
KKK 13 Shiv and Abdul friendship will be seen again in Khatron Ke Khiladi

Follow us on

કલર્સ ટીવીના રિયાલિટી શો બિગ બોસ 16ના પ્રખ્યાત સ્પર્ધક અબ્દુ રોજિક હવે ભારતમાં પોતાનો સમય વિતાવી રહ્યો છે. તાજિકિસ્તાનના આ ગાયકે ઘણા ભારતીય પ્રોજેક્ટ્સ સાઈન કર્યા છે. આટલું જ નહીં, થોડા દિવસો પહેલા તેણે મુંબઈમાં તેની નવી રેસ્ટોરન્ટ પણ શરૂ કરી હતી. અબ્દુએ પોતાની નવી રેસ્ટોરન્ટનું નામ ‘બર્ગર’ રાખ્યું છે. બિગ બોસના આ પ્રખ્યાત સ્પર્ધકો ટૂંક સમયમાં ખતરોં કે ખિલાડીમાં જોવા મળવાના છે.

અબ્દુ રોજિક ખતરોં કે ખિલાડી 13 માં જોડાવાના સમાચાર સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહ્યા છે. બિગ બોસ 16માં અબ્દુ અને શિવની બોન્ડિંગ ચાહકોને ઘણી પસંદ આવી હતી. હવે ફરી એકવાર શિવ અને અબ્દુની મિત્રતા જોવા માટે ચાહકો ઉત્સાહિત છે. જો કે, આ વખતે અબ્દુ શોમાં સ્પર્ધક તરીકે નહીં, પરંતુ શિવના સમર્થક તરીકે જોડાવા જઈ રહ્યો છે. હા, અબ્દુ રોજિક ગેસ્ટ સેલિબ્રિટી તરીકે રોહિત શેટ્ટીના શોનો ભાગ હશે.

અબ્દુ તાજેતરમાં વિવાદમાં સપડાયો હતો

કલર્સ ટીવીના અબ્દુ રોજિકે આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. અબ્દુએ તાજેતરમાં એક વિવાદ પર સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું. વિવાદ તેમના વિશે લખાયેલા એક લેખને લઈને થયો હતો, જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ ગોળીઓથી ભરેલી બંદૂક લઈને જતા હતા. તેમણે તેમના નિવેદનમાં આ સમાચારને નકારી કાઢ્યા હતા અને ખોટી અફવાઓ ફેલાવવા બદલ પત્રકારની ટીકા કરી હતી.

Plant In Pot : મોગરાનો છોડ ઘરે ઉગાડવા અપનાવો આ ટીપ્સ
આજનું રાશિફળ તારીખ : 26-03-2025
ભારતના સૌથી શિક્ષિત વ્યક્તિ, તેમની ડિગ્રીઓ જાણીને તમને આશ્ચર્ય થશે
IPLમાં સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ
Video : કે. એલ રાહુલના ઘરે દીકરીના જન્મની દિલ્હીના ખેલાડીઓએ આ રીતે કરી ઉજવણી
સચિનની લાડલી સારા એ કર્યો કમલ, ફરતા ફરતા કરશે લાખોની કમાણી..!

ફરી એકવાર અબ્દુ અને શિવની મિત્રતા જોવા મળશે

અબ્દુ રોજિક બિગ બોસ 16 પછી ઘણા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. ટૂંક સમયમાં જ દુનિયાના સૌથી નાના કદની આ સિંગર દેશના સૌથી મોટા એડવેન્ચર રિયાલિટી શોમાં જોવા મળવાનો છે. આ સાથે શિવ પણ આ વખતની સિઝનમાં પાર્ટીસિપેટ કરી રહ્યો હોવાની જાણકારી છે. ત્યારે ફરી એકવાર અબ્દુ અને શિવ સાથે જોવા મળશે.

અબ્દુ રોજિક અને સાજિદ ખાન બે દિવસ પહેલા ફહમાન ખાનની એક ઈવેન્ટમાં જોવા મળ્યા હતા. ખતરોં કે ખિલાડી વિશે વાત કરતાં, બંનેએ કહ્યું કે “તેઓ અર્ચના અને શિવ બંનેને શુભેચ્છા આપવા માંગે છે પરંતુ તેઓ જાણે છે કે આ શિવનો શો છે. બિગ બોસના ઘરમાં પણ શિવ ટાસ્કમાં શાનદાર પ્રદર્શન કરતો હતો. તેથી શિવ ખતરોં કે ખિલાડીમાં ખૂબ સારું કામ કરી શકે છે.