વિકી અને કેટરીના કૈફના લગ્ન વચ્ચે દિલ્હી પોલીસને કેમ યાદ આવ્યો પાસવર્ડ !, જાણો રસપ્રદ કારણ

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નને 2 દિવસ થઈ ગયા છે. જો કે બંનેના લગ્નની તસવીરો આજે પણ સોશિયલ મીડિયા પર છવાયેલી છે.

વિકી અને કેટરીના કૈફના લગ્ન વચ્ચે દિલ્હી પોલીસને કેમ યાદ આવ્યો પાસવર્ડ !, જાણો રસપ્રદ કારણ
Vicky-Katrina Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 1:49 PM

Vicky-Katrina Wedding : છેલ્લા કેટલાક દિવસોથી વિકી કૌશલ (Vicky Kaushal) અને કેટરીના કૈફનો(Katrina Kaif)  સોશિયલ મીડિયા પર દબદબો છે. ગુરુવારે વિકી-કેટ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. તેના લગ્નની તસવીરો હાલ સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ છવાયેલી છે. દરેક જગ્યાએ હાલ આ કપલની જ ચર્ચા થઈ રહી છે.ત્યારે દિલ્હી પોલીસની(Delhi POlice)  પણ લગ્નને લઈને પ્રતિક્રિયા સામે આવી છે.

લોકોને જાગૃત કરવા માટે દિલ્હી પોલીસે વિકી-કેટના લગ્નનું આપ્યુ ઉદાહરણ

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

લોકોને સાયબર સિક્યોરિટી (Cyber Security) વિશે જાગૃત કરવા માટે દિલ્હી પોલીસે વિકી અને કેટરીનાના લગ્નનું ઉદાહરણ આપ્યું છે.જી હા..તમને જાણીને નવાઈ લગાશે, પરંતુ તેણે આ અંગે ટ્વીટ કરતા લખ્યુ કે, બધાને નમસ્કાર, “વિકી અને કેટરિનાના લગ્નની જેમ તમારા પાસવર્ડ હંમેશા સુરક્ષિત રાખો.”દિલ્હી પોલીસની આ ફની સેન્સ ઓફ હ્યુમર જોઈને લોકો ખુબ હસી રહ્યા છે.કેટલાક લોકો આ ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા પણ જોવા મળી રહ્યા છે.

સુપર કપલ હનીમૂન માટે માલદીવ રવાના

વિકી અને કેટરીનાની વાત કરીએ તો લગ્ન બાદ બંને શુક્રવારે લગ્ન સ્થળથી જયપુર (Jaipur) જવા રવાના થયા હતા.હાલ બંને મુંબઈ પહોંચ્યા છે,જ્યાંથી તેઓ હનીમૂન માટે માલદીવ રવાના થયા. તમને જણાવવુ રહ્યુ કે, વેન્યુ પરથી હાલ બંનેના પરિવારજનો મુંબઈ આવી ગયા છે. દરેક વ્યક્તિને એરપોર્ટ પર જોવા મળ્યા હતા, પરંતુ વિકી અને કેટરીના મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર જોવા મળ્યા ન હતા.અહેવાલો અનુસાર, વિકી અને કેટરીનાએ તેમના મહેમાનો માટે ખૂબ જ સારી તૈયારી કરી હતી. આ સિવાય જે લોકો લગ્નમાં હાજર ન રહી શક્યા તેમના માટે બંનેએ ખાસ ભેટ પણ મોકલી હતી.

આ અંદાજમાં લગ્નની તસવીરો શેર કરી

વિકી કૌશલ અને કેટરીના કૈફ હંમેશા તેમના સંબંધોને સિક્રેટ રાખતા હતા. બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. સાથે તેઓ વેકેશન પર જતા હતા. પરંતુ ક્યારેય સત્તાવાર રીતે તેમના સંબંધોનો સ્વીકાર કર્યો નથી. આટલું જ નહીં, જ્યારે તેમના લગ્નના સમાચાર વાયરલ થઈ રહ્યા હતા, ત્યારે પણ બંનેમાંથી કોઈએ ક્યારેય પ્રતિક્રિયા આપી ન હતી.ત્યારબાદ ગુરુવારે બંનેએ જાતે જ લગ્નની તસવીરો શેર કરી હતી.

લગ્નની તસવીરો (Wedding Photos) શેર કરતી વખતે બંનેએ એક જ મેસેજ લખ્યો હતો. તેણે લખ્યું કે, “આજે અમે સાથે આ ક્ષણ પર પહોંચ્યા છીએ, આ માટે અમારા દિલમાં માત્ર પ્રેમ અને સન્માન છે. હવે અમે સાથે મળીને એક નવી સફર શરૂ કરવા જઈ રહ્યા છીએ, આ માટે અમને તમારા પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.”

આ પણ વાંચો : Samantha Divorce : નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર અભિનેત્રી સામંથાએ કંઈક એવુ કહ્યુ કે ચાહકો ચોંકી ગયા !

Latest News Updates

રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">