Samantha Divorce : નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર અભિનેત્રી સામંથાએ કંઈક એવુ કહ્યુ કે ચાહકો ચોંકી ગયા !

સાઉથ ઈન્ડસ્ટ્રીની ડેશિંગ કપલ સામંથા અને નાગા ચૈતન્યએ અલગ થઈ ગયા છે. તમને જણાવી દઈએ કે, કપલે સોશિયલ મીડિયા પર ફેન્સને આ વિશે જાણકારી આપી હતી.

Samantha Divorce : નાગા ચૈતન્ય સાથે છૂટાછેડા પર અભિનેત્રી સામંથાએ કંઈક એવુ કહ્યુ કે ચાહકો ચોંકી ગયા !
Naga chaitanya and Samantha
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 12:19 PM

Samantha Ruth Prabhu :સાઉથની સુપર કપલ સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્ય (Naga Chaitanya) અલગ થઈ ગયા છે.તમને જણાવી દઈએ કે, થોડ દિવસો અગાઉ બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો હતો અને સોશિયલ મીડિયા (Social Media) દ્વારા ફેન્સને આ વિશે જાણ કરી હતી. સામંથા અને નાગાના અલગ થવાના સમાચાર સાંભળીને તેના ચાહકો ચોંકી ગયા હતા. નાગા ચૈતન્યથી અલગ થયા બાદ હવે સામંથા પોતાના કામ પર ધ્યાન આપી રહી છે.

સામંથાએ હવે OTT પ્લેટફોર્મ (OTT Platform) પર એન્ટ્રી કરી છે. તેણે વેબ સીરિઝ ધ ફેમિલી મેન 2માં (The Family Man-2) કામ કર્યું છે, જેના માટે તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. આ પાત્ર માટે સમંથાને તાજેતરમાં એવોર્ડ પણ મળ્યો છે. જે બાદ તે ખૂબ જ ખુશ જોવા મળી હતી.

તલાક વિશે સામંથાએ આ જણાવ્યુ

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સામન્થાએ નાગા ચૈતન્ય સાથેના તેના છૂટાછેડા (Divorce) વિશે એક મીડિયા સાથે વાત કરી હતી. નાગા અને સામંથાના છૂટાછેડા વિશે સાંભળીને ઈન્ડસ્ટ્રીમાં બધા ચોંકી ગયા હતા. તેના અંગત જીવન વિશેની વાતચીત અંગે સામંથાએ કહ્યું કે, મને લાગે છે કે મેં આ વિશે ઘણી વાત કરી છે. તેના વિશે વાત કરવી જરૂરી હતી અને મેં વાત કરી, પણ મને નથી લાગતું કે એક જ વાતનું વારંવાર પુનરાવર્તન કરવું જરૂરી છે.

આ રોલ માટે સામંથાની થઈ પ્રશંશા

વર્ષ 2022માં સામંથા ખૂબ જ વ્યસ્ત રહેવાની છે. તેણે કહ્યું કે, મારે ખૂબ મહેનત કરવી પડશે. હું ખૂબ જ નસીબદાર છું કે મને ઉત્તમ રોલ ભજવવાનો મોકો મળી રહ્યો છે અને હું તે દરેક પાત્રને ન્યાય આપવા માંગુ છું.વધુમાં અભિનેત્રીએ કહ્યુ કે, મને મળેલા રોલને હું સારી રીતે નિભાવવાની દરેક કોશિશ કરીશ.

તમને જણાવી દઈએ કે, સામંથાએ ધ ફેમિલી મેન 2 માં રાઝીની (Razzi) ભૂમિકા ભજવી છે. આ પાત્રમાં તે નીડર સ્ત્રી તરીકે જોવા મળી હતી. આ પાત્ર માટે મળી રહેલી પ્રશંશા અંગે સામંથાએ કહ્યું કે, મહિલાઓને ભાગ્યે જ એવા પાત્રો મળે છે જેમાં તેઓ તેમના વ્યક્તિત્વને એક્સપ્લોર કરી શકે.રાઝીની ભૂમિકા માટે સામંથાને ફિલ્મફેર OTT શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ સિરીઝમાં તેમની સાથે મનોજ બાજપેયી લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. સામંથા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે.

આ પણ વાંચો : Happy Birthday kimi Katkar : કિમી કાટકરે ‘જુમ્મા-ચુમ્મા’ ગીતથી જીતી લીધા હતા બધાના દિલ, આ કારણે ઈન્ડસ્ટ્રીને કર્યુ અલવિદા

g clip-path="url(#clip0_868_265)">