Allu Arjuns son Ayaan : અલ્લુ અર્જુન ઘણીવાર તેના બાળકો સાથે જોવા મળે છે. તાજેતરમાં, અભિનેતાના બંને બાળકો અયાન અને અરહાએ હૈદરાબાદમાં આયોજિત ‘પુષ્પા 2’ ના પ્રમોશનલ ઇવેન્ટમાં પણ ભાગ લીધો હતો. આ સમય દરમિયાન બંનેની ક્યૂટનેસ લઈને ચર્ચામાં રહ્યા હતા.
સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ માત્ર સાઉથમાં જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પણ વધી ગયો છે. ‘પુષ્પા 2’ ની રિલીઝ પહેલા જ આ ફિલ્મને લઈને એટલી બધી ચર્ચા છે કે લોકોનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર લોંચ ઈવેન્ટથી પુષ્પાને ફેન્સ તરફથી પ્રેમ મળી રહ્યો છે. ‘પુષ્પા 2’નું ટ્રેલર બિહારના પટના શહેરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું, ત્યારબાદ ચેન્નાઈ, કોચી, મુંબઈ અને અન્ય ઘણી જગ્યાએ તેની ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં ‘પુષ્પા 2’ ની પ્રી-રીલીઝ ઇવેન્ટ હૈદરાબાદના યુસુફ ગુડામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જ્યાં લોકોની ભારે ભીડ એકઠી થઈ હતી. આ પ્રમોશનલ ઈવેન્ટમાં ડાયરેક્ટર રાજામૌલી અને એક્ટ્રેસ અનસૂયાએ હાજરી આપી હતી, પરંતુ આટલા મોટા સ્ટાર્સની હાજરી છતાં બધાનું ધ્યાન તેમના પર નહીં પરંતુ કોઈ બીજા પર હતું. ખરેખર અલ્લુ અર્જુનના બંને બાળકોએ પણ આ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. ઈવેન્ટ દરમિયાન બંનેને સ્ટેજ પર પણ બોલાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓ બધા વચ્ચે લાઈમલાઈટમાં રહ્યા હતા.
જ્યારે સ્ટેજ પર તેના પુત્ર અયાન અને પુત્રી અરહાને પુષ્પા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે અયાન, તેના પિતાનું ‘થગ્ગડલે મોમેન્ટ’ (ઝૂકેગા નહીં) પુનરાવર્તન કર્યું, જે સાંભળીને તાળીઓનો ગડગડાટ શરૂ થયો. અલ્લુ અર્જુન તેના પુત્રને તેની ફિલ્મના ડાયલોગ સંભળાવતો જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો, જ્યારે રશ્મિકા એકદમ ખુશ દેખાતી હતી. અભિનેતાની પુત્રી અરહાએ સ્ટેજ પર શ્લોક સંભળાવીને સુંદરતા ફેલાવી હતી. ‘પુષ્પાઃ ધ રાઇઝ’ના સમય દરમિયાન પણ અલ્લુ અર્જુનના બંને બાળકોએ ફિલ્મના પ્રમોશનલ ઈવેન્ટમાં હાજરી આપી હતી, જ્યાં તેઓએ પહેલીવાર ‘થગ્ગડલે મોમેન્ટ’ કરી હતી.