હવે ધીમે ધીમે ‘ધ કેરલ સ્ટોરી‘ માટે પણ બંધ દરવાજા ખુલી રહ્યા છે. વિવાદો બાદ પણ લોકો આ ફિલ્મ જોવા માટે સતત ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. બીજી તરફ ‘ધ કેરલ સ્ટોરી’એ પણ કમાણીના મામલામાં મોટી ફિલ્મોને માત આપી છે. ફિલ્મ જોયા બાદ લોકો ‘ધ કેરલ સ્ટોરી’ (The Kerala Story)ની વાર્તા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન મેકર્સ માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.
પશ્ચિમ બંગાળમાં ધ કેરલ સ્ટોરીને એક થિયેટર મળ્યું છે. વિવાદો વચ્ચે અદા શર્માની આ ફિલ્મને સિંગલ સ્ક્રીન થિયેટરમાં દેખાડવામાં આવી રહી છે, પશ્ચિમ બંગાળમાં ધ કેરલ સ્ટોરી પર લાગેલા પ્રતિબંધને સુપ્રીમ કોર્ટે એક અઠવાડિયા પહેલા જ દુર કર્યો છે પરંતુ ફિલ્મ હજુ પણ થિયેટરોમાં રિલીઝ થઈ શકી નથી, મેકર્સ અને ડિસ્ટીબ્યુટર્સે દાવો કર્યો હતો કે, તેમને આ ફિલ્મને રિલીઝ ન કરવાની ધમકીઓ આપવામાં આવી રહી હતી.
હવે અંતે ફિલ્મના મ્યુઝિક ડાયરેક્ટર અનુસાર ધ કેરલ સ્ટોરીને રાજ્યમાં એક થિયેટર મળી ગયું છે. જે પશ્ચિમ બંગાળનું છે. જો કે, આ બાબતે, કેટલાક થિયેટર અને મલ્ટીપ્લેક્સના માલિકો કહે છે કે તેમની પાસે આગામી બે અઠવાડિયા માટે કોઈ ખાલી જગ્યા નથી. બધા સ્લોટ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. એટલા માટે તેઓ ધ કેરલ સ્ટોરી રિલીઝ કરવામાં વધુ 2 અઠવાડિયા લેશે.
ડાયરેક્ટર સુદીપ્તો સેનની કેરલ સ્ટોરી એ મહિલાઓની સ્ટોરી છે જેનું બ્રેનવોશ કરવામાં આવે છે અને આઈએસઆઈએસ દ્વારા ઈસ્લામમાં પરિવર્તિત કરવામાં આવે છે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે પરંતુ એક બાજુ સ્ટોરી રજુ કરી તેનો વિરોધ પણ સતત કરવામાં આવી રહ્યો છે, આ ફિલ્મ પર અનેક રાજકારણીઓ દ્વારા પ્રમોટ કરવાનો પણ આરોપ છે. ત્યારબાદ આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.