તાપસી પન્નુનો બ્રાઈડલ લુકનો વીડિયો વાયરલ, પતિ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી અભિનેત્રી
ડંકી અભિનેત્રી તાપસી પન્નુના લગ્નથી લઈ સંગીત સેરેમનીના કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તાપસીએ તેના લગ્નને લઈ હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.બીજા વિડિયોમાં તાપસી પન્નુ મથિયાસ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે.
તાપસી પન્નુ હોળી પહેલા 23 માર્ચે તેના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા હતા. અત્યાર સુધી આ લગ્ન વિશે માત્ર ચર્ચા જ થતી હતી, પરંતુ બુધવારે લગ્નથી લઈને સંગીત સેરેમની સુધીના વીડિયો સામે આવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાપસી અને મથિયાસના લગ્ન ઉદયપુરમાં પરિવાર અને ખૂબ જ નજીકના મિત્રો વચ્ચે થયા હતા. જોકે, તાપસીએ હજુ સુધી લગ્નને લઈને કોઈ જાહેરાત કરી નથી.
એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રી કહી રહી છે કે તેના જીવનના આ તબક્કે તે હવે કામ સિવાય તેની જિંદગીનો આનંદ માણી રહી છે.
દિલ તો પાગલ હૈ પર ડાન્સ કર્યો
આ વીડિયોમાં અભિનેત્રી બહેન શગુન અને પતિ સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ફેન પેજ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોઈ શકાય છે. આસિવાય વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અભિનેત્રી તેની બહેન શગુન પન્નુ સાથે ડાન્સ કરી રહી છે. બંન્ને દિલ તો પાગલ હૈ પર ડાન્સ કર્યો હતો.
View this post on Instagram
તાપસી પન્નુનો મથિયાસ સાથે રોમેન્ટિક ડાન્સ
એવા અહેવાલો છે કે, 23 માર્ચના રોજ અભિનેત્રીએ લગ્ન કર્યા છે. તાપસી થપ્પડના સહ-કલાકાર પાવેલ ગુલાટી અને તેના ખાસ મિત્રો અભિલાષ થપલિયા અને સ્ક્રિનપ્લે રાઈટર કનિકા ઢિલ્લન લગ્નમાં હાજર રહ્યા હતા. માથિયાસ બોએ બેડમિન્ટન ખેલાડી સાત્વિક સાંઈ , ચિરાગ શેટ્ટી સહિતના કેટલાક બેડમિન્ટન ખેલાડીને પણ લગ્ન માટેનું આમંત્રણ આપ્યું હતુ.બીજા વિડિયોમાં તાપસી પન્નુ મથિયાસ સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળે છે. બંને સાલસા કરતા જોવા મળે છે,
View this post on Instagram
તાપસી પન્નુ પંજાબી લુકમાં જોવા મળી.
View this post on Instagram
આ પણ વાંચો : અડધી રાત્રે કર્યા લગ્ન, 4 વર્ષ સુધી લગ્નની વાત છુપાવીને રાખી, અર્ચના પુરનનો આવો છે પરિવાર
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો