વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં શાહરૂખ ખાને કોના માટે ઉપાડ્યો ચાનો કપ, જુઓ વીડિયો
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળી રહી છે. વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ દરમિયાન શાહરૂખ ખાન આશા ભોંસલેનો ચાનો કપ ઉપાડતો જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
19 નવેમ્બર રવિવારના રોજ ક્રિકેટ વર્લ્ડ કપ 2023 દરમિયાન બોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાન મહાન ગાયિકા આશા ભોંસલે સાથે મેચ જોતો જોવા મળ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જબરદસ્ત મુકાબલો જોવા મળી રહ્યો છે. શાહરુખ ખાન અને આશા ભોંસલેનો એક ખૂબ જ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ કિંગ ખાનના વખાણ કરી રહ્યા છે. શાહરૂખ ખાન અને આશા ભોંસલેના આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
શાહરૂખ ખાને ઉપાડ્યો આશા ભોંસલેનો ચાનો કપ
ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલા એક વીડિયોમાં શાહરૂખ ખાન, તેની પત્ની ગૌરી ખાન અને આશા ભોસલે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયાના સચિવ જય શાહ સાથે બેઠેલા જોવા મળે છે. આ વીડિયોમાં શાહરૂખ ખાન આશા ભોંસલેએ ચા પૂરી કર્યા પછી ચાનો કપ લેતા જોવા મળ્યો હતો. ત્યારબાદ સ્ટાફના માણસો આવ્યા અને વાસણો લઈને ચાલ્યા ગયા. શાહરૂખ ખાને આ કર્યું કે તરત જ અમદાવાદના સ્ટેડિયમમાં આ જોઈ રહેલા તમામ લોકો પણ તેનાથી ઈમ્પ્રેસ થઈ ગયા.
અહીં જુઓ વીડિયો
these small gestures are what makes SRK so magnanimous ❤️#INDvsAUSfinalpic.twitter.com/P5XmRkz44h
— ح (@hmmbly) November 19, 2023
શાહરૂખ ખાન અને આશા ભોસલે
આ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાની સાથે જ લોકો સોશિયલ મીડિયા પર કિંગ ખાનના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 90 વર્ષીય ભોસલેએ શાહરૂખ ખાનની હિટ ફિલ્મોમાં લોકપ્રિય ગીતોને પોતાનો અવાજ આપ્યો છે, જેમાં બાઝીગરમાં ‘કિતાબૈં બહુત સી’ અને ‘દિલ સે’ અને ‘જિયા જલે’ જેવા ગીતોનો સમાવેશ થાય છે. શાહરૂખ ખાનમાં વડીલો પ્રત્યેનો સમ્માન ફરી જોવા મળી રહ્યું છે. આ વર્ષે કિંગ ખાનની ‘પઠાણ’ અને ‘જવાન’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી ચૂકી છે. હવે ત્રીજી ફિલ્મ સાથે ધૂમ મચાવવા માટે તૈયાર છે.
શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ
શાહરૂખ ખાને હાલમાં જ સલમાન ખાનની ‘ટાઈગર 3’માં કેમિયો કર્યો હતો. ‘ડંકી’ રાજકુમાર હિરાની અને શાહરૂખ ખાનની એકસાથે પહેલી ફિલ્મ છે. ‘ડંકી’ને રાજકુમાર હિરાનીએ ડાયરેક્ટ કરી છે. આ કલાકારોમાં શાહરૂખ ખાન, તાપસી પન્નુ, વિકી કૌશલ અને બોમન ઈરાની મહત્વના રોલમાં છે. આ ફિલ્મ હિરાણી, ગૌરી ખાન અને જ્યોતિ દેશપાંડે દ્વારા નિર્મિત છે અને આ વર્ષે 21 ડિસેમ્બરે ભારતીય થિયેટરોમાં રિલીઝ થવાની છે.
આ પણ વાંચો: બિગ બોસ હાઉસમાં વર્લ્ડ કપનો ફિવર, ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા અરબાઝ-સોહેલ