બિગ બોસ હાઉસમાં વર્લ્ડ કપનો ફિવર, ટીમ ઈન્ડિયાની જર્સીમાં જોવા મળ્યા અરબાઝ-સોહેલ
દેશભરમાં દરેક લોકો વર્લ્ડ કપની ફાઈનલ મેચ માટે ક્રેઝી થઈ રહ્યા છે, તો બીજી તરફ બિગ બોસ 17માં ઘરના સભ્યોમાં પણ ક્રિકેટ ફીવર છવાઈ ગયો છે. વીકેન્ડ કા વારમાં અરબાઝ અને સોહેલ ખાન ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને શો હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. તેથી આ સમય દરમિયાન તેને કન્ટેસ્ટેન્ટ્સને ક્રિકેટ સ્ટાઈલમાં ટાસ્ક આપ્યા, જ્યાં એક્ટર સમર્થ અને તહેલકા ભાઈ સાથે ખૂબ જ મસ્તી કરતો જોવા મળ્યો.
હાલમાં દેશભરમાં વર્લ્ડ કપ 2023નો ક્રેઝ જોવા મળી રહ્યો છે, દરેક લોકો ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મહામેચ માટે ખૂબ જ એક્સાઈટેડ જોવા મળી રહ્યા છે. પરંતુ ફાઈનલ મેચ માટે બહારની દુનિયાના ફેન્સ જેટલા ક્રેઝી છે તેટલો જ ક્રિકેટ ફિવર બિગ બોસ હાઉસના કન્ટેસ્ટેન્ટમાં જોવા મળી રહ્યો છે. હાલમાં વીકેન્ડ કા વારમાં, હોસ્ટ સલમાન ખાને ઘરના સભ્યો સાથે ક્રિકેટ રમી હતી. આ દરમિયાન હવે અરબાઝ ખાન અને સોહેલ ખાન સંડે સ્પેશિયલ એપિસોડમાં પણ ટીમ ઈન્ડિયાની જર્સી પહેરેલા જોવા મળે છે. આ સમય દરમિયાન બંનેએ ઘરના સભ્યોને ક્રિકેટના ખાસ ટાસ્ક પણ આપ્યા છે. ટાસ્કના બહાને કેટલાક ઘરના સભ્યોએ અન્ય કન્ટેસ્ટેન્ટ પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા.
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં ‘જસ્ટ લુકિંગ લાઈક અ વાઓ’ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. પરંતુ આ લાઈન પહેલીવાર બોલનાર જાસ્મિન પણ બિગ બોસના ઘરમાં એન્ટ્રી કરી ચૂકી છે. આ દરમિયાન તેને સોહેલ અને અરબાઝની પોતાની સ્ટાઈલમાં કોમ્પલિમેન્ટ પણ આપ્યું છે.
ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને જોવા મળ્યા અરબાઝ-સોહેલ
વીકેન્ડ કા વારનો એક પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે, જેમાં અરબાઝ ખાન કહેતો જોવા મળ્યો હતો કે, જો બિગ બોસના કન્ટેસ્ટેન્ટ પણ ક્રિકેટર હોત તો ત્યાં કોણ હોત? આ દરમિયાન હોસ્ટ અરબાઝ ખાને સમર્થ જુરેલને જોરદાર ટ્રોલ કર્યો અને અભિષેકને એક ટાસ્ક પણ આપ્યો. આ સિઝનનો સૌથી બેસ્ટ ફિલ્ડર કોણ છે તેવા સવાલના જવાબમાં પહેલા મુનાવર ફારૂકીએ તેનું નામ લીધું, પછી ઈશા માલવીયાને ટેગ આપ્યો.
View this post on Instagram
બિગ બોસના આ ખાસ રવિવારના એપિસોડમાં અરબાઝ અને સોહેલ ખાન ઘરના સભ્યોનું મનોરંજન કરતા જોવા મળશે. પરંતુ આ દરમિયાન એક સ્પેશિયલ ગેસ્ટ એન્ટ્રી પણ થઈ છે, જેને જોઈને કન્ટેસ્ટેન્ટ ખૂબ જ ખુશ જોવા મળ્યા હતા.
બિગ બોસના ઘરમાં જાસ્મીન કૌરની એન્ટ્રી
હાલમાં સોશિયલ મીડિયા પર માત્ર એક જ વીડિયો ટ્રેન્ડ કરી રહ્યો છે, જસ્ટ લુકિંગ લાઈક અ વાઓ… આ ફેમસ ડાયલોગ બોલનાર જાસ્મીન કૌર સંડે એપિસોડમાં આવી ગઈ છે. આ દરમિયાન તેણે સૌથી પહેલા પોતાની સ્ટાઈલમાં સોહેલ અને અરબાઝ ખાનના વખાણ કર્યા હતા. આ પછી તે તેના પરિવારના સભ્યો સાથે પણ વાત કરતી જોવા મળી હતી.
View this post on Instagram
બિગ બોસના ઘરમાં ઘરના સભ્યો સતત એકબીજાની વિરુદ્ધ જતા જોવા મળે છે. અંકિતા લોખંડે અને વિકી જૈનના સંબંધોને લઈને પણ ઘરની બહાર સવાલો ઉઠી રહ્યા છે. આ દરમિયાન 19 વર્ષની ઈશા માલવીયા અને તેના બોયફ્રેન્ડ સમર્થ જુરેલને પણ સતત ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હાલમાં એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક કપલ ઈન્ટિમેટ થતું જોવા મળ્યું હતું. વાયરલ વીડિયો જોયા બાદ યુઝર્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: સલમાન ખાન પર વર્લ્ડ કપનો ફિવર, બિગ બોસના ઘરમાં ક્રિકેટની પીચ બનાવી