હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશા કામ પર પરત ફરી, નવા મ્યુઝિક વીડિયોની જાહેરાત
નતાશાએ 18 જુલાઈ 2024ના ક્રિકેટર હાર્દિક પંડ્યા 4 વર્ષ બાદ અલગ થવાની જાહેરાત કરી હતી. નતાશા હાર્દિક પંડ્યાથી દુર થયા બાદ નતાશાનો એક મ્યુઝિક વીડિયો સામે આવ્યો છે.
નતાશા સ્ટેનકોવિક કામ પર પરત ફરી ચુકી છે. તેમણે સિંગર પ્રીત ઈન્દર સાથે પોતાનો પહેલો પ્રોજેક્ટ તેરે કેરકેની જાહેરાત કરી છે. આ જાહેરાત તેના પૂર્વ પતિ અને ક્રિકેટર હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ કરી છે. સાર્બિયાની આ મેડલનો પોતાના નવા મ્યુઝિક વીડિયોનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
આ વીડિયો શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું #TereKrkeની ધુન પર નાચવા માટે તૈયાર થઈ જાવ. આ મ્યુઝિક વીડિયો યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવશે.નતાશાની આ પોસ્ટ પર ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે. હાર્દિકના મોટા ભાઈ ક્રુણાલ પંડ્યા પણ રિએક્ટ કર્યું છે. કોમેન્ટમાં દિલની ઈમોજી પોસ્ટ કરી છે.
View this post on Instagram
નતાશાની વાપસીથી ચાહકો ખુશ થયા
નતાશા હવે પોતાના કામ પર ધ્યાન આપી રહી છે અને ચાહકો તેને ફરીથી સ્ક્રિન પર જોવા માટે તૈયાર છે. એક યુઝરે લખ્યું મા માતૃત્વ, કોઈએ લખ્યુ મજબુત મહિલા. તમને ઈન્ડસ્ટ્રીમાં જોઈ ખુશી છીએ.
4 વર્ષના લગ્નસબંધો તોડી, બાળકનો કરી રહી છે ઉછેર
નતાશા અને હાર્દિકે લગ્નના 4 વર્ષ બાદ આ સંબંધોને પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી. તમને જણાવી દઈએ કે, બંન્ને પોતાની મરજીથી અલગ થઈ રહ્યા છે. તેમજ બંન્ને સાથે મળીને દિકરા આગસ્ત્યની પરવરિશ કરી રહ્યા છે.
View this post on Instagram
શૂટિંગ સેટ પરથી ક્લિપ વાયરલ
તમને જણાવી દઈએ કે, નતાશા સ્ટેનકોવિકની ક્લિપ શૂટિંગ સેટની છે. જેમાં અભિનેત્રી અલગ અલગ ડ્રેસમાં ડાન્સ રિહર્સલ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં નતાશા બીટ પર શાનદાર ડાન્સ કરી રહી છે.જેને જોઈ ચાહકો પણ ખુબ ખુશ જોવા મળી રહ્યા છે. બંન્ને હજુ આ વાતને લઈ ખુલાસો જાહેર કર્યો નથી.બોલિવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યા અલગ થઈ સમય પસાર કરી રહ્યા છે. બંન્ને કોઈના કોઈ વાતથી લાઈમલાઈટમાં આવતા હોય છે. હાર્દિક પંડ્યા હાલમાં તેના દિકરા અગસ્તય સાથે સમય પસાર કરતા જોવા મળ્યો હતો.