‘ભૂલ ભૂલૈયા 3’માં માધુરી દીક્ષિતની એન્ટ્રી કન્ફર્મ, ફિલ્મમાં બનશે ભૂત?

કાર્તિક આર્યન તેના અપકમિંગ પ્રોજેક્ટ્સને લઈને ચર્ચામાં છે. આ વર્ષે બે ફિલ્મો આવશે. પહેલી 'ચંદુ ચેમ્પિયન' અને બીજી 'ભૂલ ભુલૈયા 3'. કાર્તિક આર્યન દિવાળી પર ધૂમ મચાવવા જઈ રહ્યો છે. ફિલ્મનું શુટિંગ હજુ પૂર્ણ થયું નથી. પરંતુ આ પાર્ટમાં વિદ્યા બાલન ફરી મંજુલિકા બનીને રૂહ બાબાની મુશ્કેલીઓ વધારશે. પરંતુ ડરનું લેવલ પણ બમણું થશે. જાણો શું છે કારણ.

'ભૂલ ભૂલૈયા 3'માં માધુરી દીક્ષિતની એન્ટ્રી કન્ફર્મ, ફિલ્મમાં બનશે ભૂત?
Kartik Aaryan - Madhuri Dixit - Bhool Bhulaiyaa 3
Follow Us:
| Updated on: Apr 03, 2024 | 6:30 AM

કાર્તિક આર્યન તેના અપકમિંગ પ્રોજેક્ટને લઈને ચર્ચામાં રહે છે. તેના ખાતામાં ઘણી ફિલ્મો છે. મોટા મોટા ડાયરેક્ટર્સ તેની સાથે ફિલ્મ બનાવવા માંગે છે. હાલમાં જ તેને વિશાલ ભારદ્વાજની ફિલ્મ સાઈન કરી. તેમાં તે ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મને લઈને વધુ જાણકારી સામે આવી નથી. પરંતુ આ ફિલ્મ આવતા વર્ષે થિયેટરોમાં રિલીઝ થશે. અત્યારે તે ‘ભૂલ ભુલૈયા 3’ના શૂટિંગમાં બિઝી છે. થોડા દિવસ પહેલા ફર્સ્ટ શેડ્યુલ પૂર્ણ થયું છે. 1 લી એપ્રિલે કાર્તિક આર્યને જર્મની વેકેશનથી પરથી પરત ફરીને કામ શરુ કર્યું છે.

પહેલા શેડ્યુલમાં કાર્તિક આર્યનની સાથે તૃપ્તિ ડિમરી અને વિદ્યા બાલન પણ જોવા મળશે. બંને એક્ટરની સાથે મળીને ઘણાં ભાગની શૂટિંગ પૂરું કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું જાણવા મળ્યું છે કે મુંબઈ સિવાય અન્ય ઘણી જગ્યાએ શૂટિંગ થશે. આ ફિલ્મમાં તેમની સાથે વધુ એક એક્ટ્રેસ જોડાવવાની છે, જે છે માધુરી દીક્ષિત.

માધુરી દીક્ષિત ફિલ્મમાં ભૂત બનાવાની છે?

વિદ્યા બાલન અને કાર્તિક આર્યન મળીને ‘ભૂલ ભુલૈયા 3’માં ખૂબ ધૂમ મચાવવાના છે. મીડિયા રિપોર્ટ મુજબ માધુરી દીક્ષિત પણ આ ફિલ્મમાં જોવા મળશે. પરંતુ આ વખતે તો અલગ રોલમાં જોવા મળશે. આ વખતે ફિલ્મમાં એક નહીં, બે-બે મંજુલિકા હશે, એટલે કે માધુરી દીક્ષિત પણ ભૂત બનવાની છે. આ સમાચાર હજુ સુધી મેકર્સ તરફથી કન્ફર્મ કરવામાં આવ્યા નથી. પરંતુ બીજા શેડ્યુલને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક

લેટેસ્ટ રિપોર્ટ મુજબ માધુરી દીક્ષિત ટૂંક સમયમાં જ ભૂલ ભુલૈયા યુનિવર્સમાં જોડવવા જઈ રહી છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે તે ફિલ્મમાં ભૂત બનાવાની છે. એટલે કે કાર્તિક આર્યનની મુશ્કેલી પણ ડબલ થવાની છે. મીડિયા રિપોર્ટ મુજબ રુહ બાબાની સામે બે ભૂત હશે. મેકર્સે ત્રીજા પાર્ટને હિટ બનાવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. પહેલું શેડ્યુલ શરુ થયા પહેલા કહેવામાં આવી રહ્યું હતું કે વિદ્યા અને તૃપ્તિ સાથે માધુરી પણ શૂટિંગ શરુ કરી દીધી છે. પરંતુ માધુરીએ શૂટિંગ શરુ કર્યું ન હતું. હાલમાં બીજું શેડ્યુલ શરુ થઈ ગયું છે. આવામાં જલ્દી જ ટીમની સાથે એક્ટ્રેસ પણ જોડવવા જઈ રહી છે, જે તેના ભાગની શૂટિંગ પૂર્ણ કરશે.

આ પણ વાંચો: શાહરુખના મન્નતથી લઈને અમિતાભના જલસા સુધી, આ છે બોલીવુડ સ્ટાર્સના 5 સૌથી મોંઘા અને આલીશાન બંગલો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">