4 વર્ષમાં તૂટ્યા લવ મેરેજ, 3 હિરોઈનના પ્રેમમાં પડ્યા! આવી રહી અદિતી રાવ હૈદરીના પતિની લવ લાઈફ

અદિતી રાવે અને સાઉથ એક્ટર સિદ્ધાર્થે હમણાં જ ચોરી છુપીથી સગાઈ કરી લીધી છે. સિદ્ધાર્થ પોતાની ફિલ્મો કરતાં તેના અંગત જીવનને કારણે વધુ ચર્ચામાં રહે છે. ચાલો જાણીએ કે તેમની લવ લાઈફ કેવી રહી?

4 વર્ષમાં તૂટ્યા લવ મેરેજ, 3 હિરોઈનના પ્રેમમાં પડ્યા! આવી રહી અદિતી રાવ હૈદરીના પતિની લવ લાઈફ
Siddharth love life affairs
Follow Us:
| Updated on: Mar 30, 2024 | 1:56 PM

સાઉથ એક્ટર સિદ્ધાર્થ આમિર ખાનની ફિલ્મ ‘રંગ દે બસંતી’થી ચર્ચામાં આવ્યો હતો. હિન્દીની સાથે તેણે સાઉથ સિનેમામાં પણ પોતાની અભિનય શક્તિ સાબિત કરી છે. પરંતુ તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફની વધુ ચર્ચા થઈ છે. અભિનેતાએ સાઉથની ‘મહા સમુદ્રમ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આવી સ્થિતિમાં આજે અમે તમને તેની લવ લાઈફ વિશે જણાવી રહ્યા છીએ, જેમાં તે અત્યાર સુધી ફ્લોપ રહ્યો છે.

ચોરી છુપીથી સગાઈ કરી લીધી

તેમના પ્રેમ લગ્ન પણ માત્ર 4 વર્ષ જ ચાલ્યા અને ત્રણ-ત્રણ હિરોઈન સાથે તેમના અફેર હતા, જે થોડાં સમય પછી તૂટી ગયા હતા. હવે તે અભિનેત્રી અદિતિ રાવ હૈદરી સાથેના લિંકઅપના સમાચારોને કારણે લાંબા સમયથી ચર્ચામાં હતો પણ હવે તેને ચોરી છુપીથી સગાઈ કરી લીધી છે. ચાલો તમને જણાવીએ તેના ચાર તૂટેલા સંબંધો વિશે…

આજનું રાશિફળ તારીખ 13-04-2024
અંબાણીની પાર્ટીમાં ઐશ્વર્યા અભિષેકનો ડાન્સ વીડિયો થયો વાયરલ
IPL 2024: સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને દોઢ વર્ષ સુધી મળી સજા, ભોગવવી પડી યાતના
IPL 2024: આ બોલરોને બેટ્સમેનોએ સૌથી વધુ સિક્સર ફટકારી
41 વર્ષની આ ભોજપુરી એક્ટ્રેસ તેના કિલર લુકને કારણે આવી ચર્ચામાં, બોડીકોન ડ્રેસમાં શેર કરી તસવીર
IPL 2024 : રોહિત શર્માની પત્ની છે ખુબ જ સિમ્પલ, જુઓ ફોટો

(Credit Source : Aditi Rao Hydari)

મેઘના નારાયણ સાથેના લગ્ન 4 વર્ષ પછી તૂટી ગયા

તમિલ અભિનેતા સિદ્ધાર્થે મેઘના નારાયણ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ વર્ષ 2003માં લગ્ન કર્યા હતા. તેણે મેઘના સાથે લવ મેરેજ કર્યા હતા. તે દિલ્હીમાં તેના ઘરની પડોશમાં રહેતી હતી. જેના કારણે બંને વચ્ચે પ્રેમ થયો અને બાદમાં બંનેએ લગ્ન કરી લીધા. પરંતુ થોડા સમય પછી તેમના સંબંધોમાં મતભેદ શરૂ થયો અને માત્ર 4 વર્ષમાં એટલે કે 2007માં તેમના છૂટાછેડા થઈ ગયા. તેના છૂટાછેડાનું કારણ અભિનેત્રી સોહા અલી ખાન સાથે તેની વધતી નિકટતા હોવાનું માનવામાં આવે છે.

સૈફ અલી ખાનની બહેનના પ્રેમમાં પડ્યો!

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ પછી સૈફ અલી ખાનની બહેન સોહા અલી ખાને સિદ્ધાર્થના જીવનમાં એન્ટ્રી કરી હતી. કહેવાય છે કે ફિલ્મ ‘રંગ દે બસંતી’ના શૂટિંગ દરમિયાન તેમની વચ્ચે નિકટતા આવી હતી. જો કે તેમના કથિત સંબંધો લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને ટૂંક સમયમાં જ તેઓ અલગ થઈ ગયા.

શ્રુતિ હાસન સાથે જોડાયેલું નામ

તે જ સમયે સોહા અલી ખાન સાથેના સંબંધો તૂટ્યા પછી સિદ્ધાર્થનું નામ અભિનેત્રી શ્રુતિ હાસન સાથે જોડાવા લાગ્યું. બંને ‘ઓહ માય ફ્રેન્ડ’માં કામ કરી રહ્યા હતા અને કહેવાય છે કે આ દરમિયાન તેમનો પ્રેમ ખીલ્યો હતો. એટલું જ નહીં એવું કહેવાય છે કે તેણે વર્ષ 2011માં લિવ-ઈન રિલેશનશિપમાં રહેવાનું શરૂ કર્યું હતું. જો રિપોર્ટ્સનું માનીએ તો એવું કહેવાય છે કે તેમના સંબંધોને પરિવારે મંજૂર કર્યા હતા પરંતુ બાદમાં તેમની વચ્ચે ઝઘડા થવા લાગ્યા, ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા.

સામંથા સાથે લગ્નની વાત છે

આ સાથે સિદ્ધાર્થનું નામ સામંથા સાથે જોડાયું હતું. જો રિપોર્ટ્સનું માનીએ તો કહેવાય છે કે બંને લગ્ન કરીને સેટલ થવા માંગતા હતા અને લગ્નની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. પરંતુ અભિનેત્રી સાથેનો તેમનો સંબંધ પણ લાંબો સમય ટકી શક્યો નહીં. તેમની વચ્ચે તણાવ વધવા લાગ્યો અને અંતર આવવા લાગ્યું. એક ઈન્ટરવ્યુમાં પણ સામંથાએ સ્વીકાર્યું હતું કે સિદ્ધાર્થ સાથે તેના સંબંધો બગડી ગયા હતા.

કન્નડ અભિનેત્રી સાથે પ્રેમની ચર્ચા

કન્નડ અભિનેત્રી દીપા સાનિધિને સિદ્ધાર્થ અને સામંથાના બ્રેકઅપનું કારણ માનવામાં આવે છે. કહેવાય છે કે સિદ્ધાર્થના કથિત અફેર વિશે ઘણા મિત્રોએ સામંથાને ચેતવણી આપી હતી. આ પછી સિદ્ધાર્થનું સામંથા સાથે બ્રેકઅપ થઈ ગયું હતું.

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
આ રાશિના જાતકોને આજે સ્વાસ્થ્યની રાખવા કાળજી
ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video
ઈસ્કોન મંદિરમાં થઈ ચોરી, ભગવાનના ઘરેણા ચોરી ચોર થયા ફરાર- Video
રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video
રાજકોટના ઢોરવાડામાં ગાયોની દુર્દશા, ગંદકી વચ્ચે કણસતી ગાયો- Video
પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video
પ્રચાર દરમિયાન રૂપાલાએ કરી શાયરી તો રજપૂતોએ કહ્યુ શરમ કરો રૂપાલા-Video
પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video
પૂર્વ સાંસદ સોમા પટેલના રાજીનામા પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા- Video
વિષમ વાતાવરણે કેરીના પાકને પહોંચાડ્યુ નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
વિષમ વાતાવરણે કેરીના પાકને પહોંચાડ્યુ નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ
કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ
રુપાલા વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનમાં પડી તિરાડ ! કાઠી સમાજનો મળ્યો ટેકો
રુપાલા વિરુદ્ધના ક્ષત્રિય આંદોલનમાં પડી તિરાડ ! કાઠી સમાજનો મળ્યો ટેકો
જમ્મુ કાશ્મીરમાં પેઢી દર પેઢીનું શાસન ખતમ : PM મોદી
જમ્મુ કાશ્મીરમાં પેઢી દર પેઢીનું શાસન ખતમ : PM મોદી
g clip-path="url(#clip0_868_265)">