બોલિવૂડ એક્ટ્રેસ કાજોલ તેની અપકમિંગ ફિલ્મ ‘સલામ વેંકી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જે ટૂંક સમયમાં થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે કાજોલ બીજી ફિલ્મનો ભાગ બનવા જઈ રહી છે, જે તેના માટે સ્પેશિયલ હશે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કરણ જોહર આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મનું નિર્દેશન બોમન ઈરાનીના પુત્ર કાયોજ કરશે. હવે ફિલ્મને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મમાં કાજોલ લીડ રોલમાં જોવા મળશે.
મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કાજોલે કરણની અપકમિંગ પ્રોડક્શન વેન્ચર સાઈન કરી છે. આ ફિલ્મમાં તે ઈબ્રાહિમ અલી ખાન સાથે લીડ રોલમાં જોવા મળશે. મળતી માહિતી મુજબ આ ફિલ્મ આવતા વર્ષે શરૂઆતમાં ફ્લોર પર જશે. રિપોર્ટ મુજબ એમ પણ કહેવામાં આવ્યું છે કે કાજોલ ભાવનાત્મક રીતે મજબૂત પાત્ર ભજવશે અને ઈબ્રાહિમ અલી ખાન સાથે વધુમાં વધુ સ્ક્રીન ટાઈમ શેયર કરશે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કાજોલ આ ફિલ્મનો ભાગ બનીને એક્સાઈટેડ છે. આ પહેલા કાજોલ ઈબ્રાહિમ અલી ખાનના પિતા સૈફ સાથે દિલ્લગી, હમેશા અને તાન્હાજીઃ ધ અનસંગ વોરિયર જેવી ફિલ્મોમાં જોવા મળી છે. મળતી જાણકારી મુજબ ઈબ્રાહિમે પણ આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે.
તમને જણાવી દઈએ કે ઈબ્રાહિમ હાલમાં કરણ જોહરના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં સહાયક નિર્દેશક તરીકે કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણવીર સિંહ, શબાના આઝમી, ધર્મેન્દ્ર અને જયા બચ્ચન પણ જોવા મળશે. ઈબ્રાહિમ અલી ખાન પહેલા તેની મોટી બહેન સારા અલી ખાને પણ બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. વર્ષ 2018માં તેણે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કેદારનાથ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. સારાએ અત્યાર સુધી સિમ્બા, લવ આજ કલ 2 અને અતરંગી રે જેવી ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી દર્શકોને દિવાના બનાવી દીધા છે.