AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Jackie Shroff : જયકિશન કાકુભાઈ ફિલ્મોના જેકી શ્રોફ કેવી રીતે બન્યા? ચાલીમાં વિતાવ્યા 33 વર્ષ, આજે નેટવર્થ તમને ચોંકાવી દેશે

Happy Birthday Jackie Shroff : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા જેકી શ્રોફ આજે 66 વર્ષના થઈ ગયા છે. તેમના જન્મદિવસ નિમિત્તે અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ છીએ.

Happy Birthday Jackie Shroff : જયકિશન કાકુભાઈ ફિલ્મોના જેકી શ્રોફ કેવી રીતે બન્યા? ચાલીમાં વિતાવ્યા 33 વર્ષ, આજે નેટવર્થ તમને ચોંકાવી દેશે
Happy Birthday Jackie Shroff
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2023 | 8:58 AM
Share

Happy Birthday Jackie Shroff : જેકી શ્રોફ જેને બોલિવૂડના ‘ભીડુ’ કહેવામાં આવે છે, તે ફિલ્મી દુનિયાના એક મોટા અભિનેતા છે. તેણે પોતાના કરિયરમાં ‘હીરો’, ‘રામ લખન’ અને ‘અલ્લાહ રખા’ જેવી ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે અને લોકો પર પોતાના શાનદાર અભિનયની છાપ છોડી છે. આજે 1 ફેબ્રુઆરીએ જેકી શ્રોફનો જન્મદિવસ છે, તેઓ 66 વર્ષના થયા છે. આ અવસર પર અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

આ પણ વાંચો : ફરીથી ચાલ્યો માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની કેમેસ્ટ્રીનો જાદુ, સાથે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા એક્ટર્સ

આજે અભિનેતા જેકી શ્રોફ તરીકે ઓળખાય છે, જો કે તેનું અસલી નામ જેકી નહીં પણ જયકિશન કાકુભાઈ છે. તો ચાલો તમને જણાવીએ કે કેવી રીતે જયકિશન કાકુભાઈ ફિલ્મી દુનિયાના જેકી શ્રોફ બન્યા.

જુઓ તેની પોસ્ટ….

View this post on Instagram

A post shared by Jackie Shroff (@apnabhidu)

જયકિશન જેકી કેવી રીતે બન્યા?

જયકિશન કાકુભાઈ જેકી શ્રોફ બનવા પાછળ એવું કહેવાય છે કે જ્યારે તેઓ શાળામાં હતા ત્યારે તેમના મિત્રો તેમના મોટા નામને કારણે તેમને જયકિશનને બદલે જેકી કહેતા હતા અને શ્રોફ તેમની અટક છે અને પછી વર્ષ 1983માં જ્યારે ફિલ્મ નિર્દેશક સુભાષ ઘાઈએ તેમને તેમની ફિલ્મ ‘હીરો’ માટે મુખ્ય ભૂમિકામાં કાસ્ટ કર્યા, ત્યારે તેમણે તેમને જયકિશનના બદલે જેકી શ્રોફ તરીકે લોન્ચ કર્યા, જેના પછી તેઓ આ જ નામથી પ્રખ્યાત થયા.

33 વર્ષ ચાલીમાં વિતાવ્યા

આજે જેકી શ્રોફ પાસે નામ, સંપત્તિ, પ્રસિદ્ધિ બધું જ છે. તેની પાસે કોઈ વસ્તુની કમી નથી. પણ એક સમય એવો હતો જ્યારે તે એક ચાલીમાં રહેતો હતો. જેકીનો જન્મ 1 ફેબ્રુઆરી 1957ના રોજ મહારાષ્ટ્રના લાતુર શહેરમાં ઉદાગીરમાં થયો હતો, જ્યાં તે એક ચાલીમાં રહેતા હતા. તેમણે તેમના જીવનના 33 વર્ષ ચાલીમાં વિતાવ્યા હતા. તેની માતા તેના અભ્યાસ માટે સાડી અને બંગડીઓ વેચતી હતી, જો કે નબળી આર્થિક સ્થિતિને કારણે તેણે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર તેણે 11મા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે.

જેકી શ્રોફની નેટવર્થ કેટલી છે?

જેકી શ્રોફે એક વખત પોતાના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, જ્યારે તે ચાલીમાં રહેતો હતો ત્યારે મેકર્સ તેને ફિલ્મોમાં સાઈન કરવા અને સ્ક્રિપ્ટ સંભળાવવા માટે ચાલીમાં આવતા હતા. તે સમયે જેકી ઘરમાં રાખેલા ડ્રમને ઉંધા કરીને બેસવા માટે આપતા હતા. જેકીએ એમ પણ કહ્યું હતું કે, પહેલી લીડ ફિલ્મ ‘હીરો’ રિલીઝ થયા પછી પણ તે 4-5 વર્ષ સુધી ચાલીમાં રહેતો હતો. જો કે પોતાની મહેનતથી જેકીએ ફિલ્મી દુનિયામાં એક મોટું સ્થાન હાંસલ કર્યું છે. અહેવાલો અનુસાર આજે તેમની પાસે 26 મિલિયન ડોલરથી વધુની સંપત્તિ છે એટલે કે ભારતીય રૂપિયા અનુસાર 200 કરોડથી વધુ.

g clip-path="url(#clip0_868_265)">