કરોડોની ફિલ્મ કરનારા જેકી શ્રોફે યોગી આદિત્યનાથને કેમ કહ્યું પોપકોર્નની કિંમત ઓછી કરો, Videoમાં જાણો જવાબ

Film City In Up: યુપીમાં ફિલ્મ નિર્માણ અને ફિલ્મ સિટી બનાવવા માટે સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi Aadityanath) ફિલ્મ જગતની હસ્તીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન જેકી શ્રોફે ફની રીતે સીએમ સાથે થિયેટરમાં પોપકોર્નના વધેલી કિંમતને ઘટાડવા વિશે વાત કરી.

કરોડોની ફિલ્મ કરનારા જેકી શ્રોફે યોગી આદિત્યનાથને કેમ કહ્યું પોપકોર્નની કિંમત ઓછી કરો, Videoમાં જાણો જવાબ
Jackie Shroff - CM Yogi AadityanathImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 7:53 PM

Jackie Shroff Talks Cm Yogi About Popcorn Price In Theater: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ 2-દિવસીય મુંબઈ પ્રવાસ પર છે. યુપી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ 2023 માટે ઈન્વેસ્ટર્સને બોલવવા માટે મુંબઈ પહોંચ્યા હતા, જ્યાં યોગીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની હસ્તીઓ સાથે પણ વાત કરી હતી. યોગી આદિત્યનાથે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નિર્માતા અને નિર્દેશકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં બોની કપૂર, સોનુ નિગમ, કૈલાશ ખેર, સુનીલ શેટ્ટી, ચંદ્રપ્રકાશ દ્વિવેદી, મધુર ભંડારકર અને રાજકુમાર સંતોષી જેવી મોટી ફિલ્મ હસ્તીઓએ હાજરી આપી હતી. બધાએ સીએમ યોગીના કામની પ્રશંસા કરી હતી અને કહ્યું કે યુપીમાં હવે ફિલ્મોના શૂટિંગ માટે સારું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. પરંતુ આ દરમિયાન જેકી શ્રોફે એક ખૂબ જ ફની વાત કહી હતી.

જેકી શ્રોફે કહ્યું- ‘પોપકોર્નની કિંમત થોડી ઓછી કરો સાહેબ’

એક્ટર જેકી શ્રોફે કહ્યું કે તેને સીએમ યોગી આદિત્યનાથનું પોતાની સ્ટાઈલમાં સ્વાગત કર્યું. જેકી શ્રોફે કહ્યું કે જ્યારે પણ તમે ઘરે બનાવેલું ફુડ જોઈએ તો ઓર્ડર કરજો તો મળી જશે. જેકી શ્રોફે કહ્યું, થિયેટરમાં પોપકોર્નની કિંમત થોડી ઓછી કરો સાહેબ. 500 રૂપિયા આપીને પોપકોર્ન ખાવા પડે છે, આ કેવી વાત? વધુમાં વાત કરતા કહ્યું કે અબ ઉત્તર પ્રદેશ મેં જબ સિનેમા હોલ બનાએંગે તો એસા ઉનકો દંડ રખના કિ ઈતના નહીં ખા સકતે ભાઈ. ખાઓ પર પેટ ન ફટ જાય, ખાઓ ઔર ખિલાઓ લેકિન ઈતના કૈસે ખા સકતે હૈ યાર. ફિલ્મ સીટી બનાઓ.. પિક્ચર બનાઓ, લેકિન એસા રહા તો ફિલ્મ દેખને કૌન જાએગા.. એસા ન હો બેચારા કંગાલ હોકર જાએ…

યુપીમાં ફિલ્મના શૂટિંગ પર મળશે સબસિડી

તમને જણાવી દઈએ કે સીએમ યોગી આદિત્યનાથ યુપીમાં ફિલ્મ સિટી બનાવવા માટે સતત કામ કરી રહ્યા છે. સીએમ યોગીએ કહ્યું કે ઉત્તર પ્રદેશમાં સુરક્ષિત વાતાવરણ અને સારી કનેક્ટિવિટીની સુવિધા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે તેમની સરકારની ફિલ્મ નીતિ હેઠળ જો યુપીમાં કોઈપણ વેબ સિરીઝનું શૂટિંગ થશે તો તેને 50 ટકા સબસિડી આપવામાં આવશે. સ્ટુડિયો અને ફિલ્મ લેબ બનાવવા માટે 25 ટકા સબસિડી આપવામાં આવશે. યોગી આદિત્યનાથે કહ્યું કે સરકાર પ્રયાસ કરી છે કે યુપીમાં એવી ફિલ્મ સિટી બને જે દેશ અને દુનિયા માટે યુનિક હોય.

Latest News Updates

કડીના વણસોલનો રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ
કડીના વણસોલનો રેલવે અંડરબ્રિજ પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ
રથયાત્રા પહેલા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની લીધી મુલાકાત
રથયાત્રા પહેલા ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ જગન્નાથ મંદિરની લીધી મુલાકાત
હિંમતનગરમાં સ્વિમિંગ પૂલમાં 100થી વધુ લોકો કરે છે અંડર વોટર યોગા, જુઓ
હિંમતનગરમાં સ્વિમિંગ પૂલમાં 100થી વધુ લોકો કરે છે અંડર વોટર યોગા, જુઓ
NEET માટે ગોધરામાં ખાનગી શાળાને કેન્દ્ર ફાળવાતા NTA શંકાના ઘેરામાં
NEET માટે ગોધરામાં ખાનગી શાળાને કેન્દ્ર ફાળવાતા NTA શંકાના ઘેરામાં
ટાવર રોડ પર 5 દુકાન સહિત મકાનમાં લાગી આગ
ટાવર રોડ પર 5 દુકાન સહિત મકાનમાં લાગી આગ
ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરનેશનલ યોગ ડે પર અમદાવાદમાં કર્યા યોગ-Video
ગૃહમંત્રી અમિત શાહે ઈન્ટરનેશનલ યોગ ડે પર અમદાવાદમાં કર્યા યોગ-Video
ગૃહપ્રધાન અમિત શાહ આજે મનપાની 30 સ્માર્ટ શાળાનું કરશે લોકાર્પણ
ગૃહપ્રધાન અમિત શાહ આજે મનપાની 30 સ્માર્ટ શાળાનું કરશે લોકાર્પણ
ભરૂચમાં યોગ દિવસની GNFC ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ
ભરૂચમાં યોગ દિવસની GNFC ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરાઈ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
વિશ્વભરના નેતાઓ હવે યોગની વાત કરી રહ્યા છે, શ્રીનગરમાં PMનું નિવેદન
વિશ્વભરના નેતાઓ હવે યોગની વાત કરી રહ્યા છે, શ્રીનગરમાં PMનું નિવેદન
g clip-path="url(#clip0_868_265)">