કેમેરા સામે પીઠ, કમર એવી રીતે લચકાવી, ફેન્સ અદિતિની ચાલના બન્યા દિવાના, કામસૂત્ર સાથે જોડ્યું કનેક્શન

|

May 16, 2024 | 7:15 AM

Heeramandi Aditi Rao Hydari look : હીરામંડીમાં અદિતિ રાવ હૈદરીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. તેની એક ડાન્સ ક્લિપ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેને જે રીતે પોતાની કમર લચકાવી છે, ફેન્સ વખાણ કરતા થાકતા જ નથી.

કેમેરા સામે પીઠ, કમર એવી રીતે લચકાવી, ફેન્સ અદિતિની ચાલના બન્યા દિવાના, કામસૂત્ર સાથે જોડ્યું કનેક્શન
Heeramandi Aditi Rao Hydari seductive walk

Follow us on

Heeramandi Aditi Rao Hydari look : સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીએ કમાલ કરી છે. 1 મેના રોજ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થયેલી આ વેબ સિરીઝને દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આમાં અદિતિ રાવ હૈદરીની એક્ટિંગની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી છે. હવે અદિતિનું વૉક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Reddit પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેના ફેન્સ તેની ચાલની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયો હીરામંડી વેબ સિરીઝમાં તે સમયનો છે, જ્યારે અદિતિ રાવ હૈદરીનું પાત્ર બિબ્બો જાન ફરદીન ખાનના નવાબના રોલ સામે ડાન્સ કરે છે.

અદિતિનો ડાન્સ

આ વીડિયોમાં અદિતિની પીઠ કેમેરા તરફ છે અને તે ધીરે-ધીરે આગળ વધીને ડાન્સ બતાવે છે. અન્ય ઘણા ડાન્સર્સ પણ બેકગ્રાઉન્ડમાં ડાન્સ કરતા જોઈ શકાય છે. અદિતિના આ વોકના લોકો દિવાના થઈ ગયા છે. ફેન્સ અદિતિના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું કે, ‘વાહ અદિતિ પાછળ વળે છે અને તેણે તેની ગરદન અને ચહેરા સાથે જે હલનચલન કરે છે તે ખૂબ જ આકર્ષક છે.

ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

એક વ્યક્તિએ લખ્યું છે કે, કામસૂત્ર અનુસાર આવી ચાલને પ્રલોભન માનવામાં આવે છે. બીજી કોમેન્ટમાં લખ્યું હતું, ‘હું આ જોવાનું બંધ કરી શકતો નથી.’ આ ગીત સાથે શાનદાર રીતે ચાલ બંધ બેસે છે, પરંતુ તો પણ કમરની લચક શાનદાર છે. અન્ય એક યુઝર્સે વખાણ કરતા લખ્યું છે કે, આ પાંચ સેકન્ડમાં અદિતિ ખૂબ જ આકર્ષક લાગી રહી હતી.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

(Credit Source : Bhansali Music)

અદિતિએ ભણસાલી વિશે વાત કરી હતી

તમને જણાવી દઈએ કે હાલમાં જ અદિતિ રાવ હૈદરીએ વેબ સિરીઝના ડિરેક્ટર સંજય લીલા ભણસાલી વિશે વાત કરી હતી. તેણે કહ્યું કે હું તેની માટે ખૂબ પ્રોટેક્ટિવ છું. મને લાગે છે કે તેઓ ખૂબ જ કિંમતી છે અને તેનું રક્ષણ કરવું જોઈએ. મારા માટે આ એક મોટો આશીર્વાદ હતો. મને લાગ્યું કે મને એવી વ્યક્તિ સાથે કામ કરવા માટે વધુ સમય મળ્યો છે જેનો હું આદર કરું છું અને જેને હું ખૂબ પ્રેમ કરું છું. સંજય જેવા દિગ્દર્શકો માટે એક, બે કે ત્રણ વખત પૂરતું નથી. તમે તેના વ્યસની થઈ જાઓ છો અને કામ કરવાનું ચાલુ રાખવા માંગો છો. તે મને જે પણ રોલ માટે બોલાવશે તે ખૂબ જ ખાસ હશે.

 

Published On - 3:01 pm, Wed, 15 May 24

Next Article