AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive : સ્થળથી લઈને ભોજન સુધી, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની દરેક વિગતો જાણો

સૂત્રોનું માનીએ તો લગ્નમાં આવનારા VIP મહેમાનોના રહેવાની વ્યવસ્થા ઓબેરોયના ઉદય વિલાસમાં કરવામાં આવી રહી છે.

Exclusive : સ્થળથી લઈને ભોજન સુધી, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની દરેક વિગતો જાણો
Parineeti Chopra and Raghav Chadha s wedding
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 9:56 AM
Share

પ્રિયંકા ચોપરાની નાની બહેન પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાના લગ્નના સમાચારોને લઈને ચર્ચામાં છે. ટૂંક સમયમાં અભિનેત્રી લગ્ન કરવા જઈ રહી છે. તેના લગ્નમાં લગભગ 200 લોકો હાજરી આપવાના છે. આ 200 મહેમાનોમાં 50 VIP મહેમાનો પણ સામેલ છે. તમને રાઘવ અને પરિણીતીના લગ્નની દરેક વિગતો અહીં મળશે.

આ પણ વાંચો : Parineeti Raghav Wedding : લગ્ન પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લીધો આવો મોટો નિર્ણય, જાણો તેની પાછળ શું છે કારણ

આ હોટલોમાં થયું છે બુકિંગ

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. TV9 ડિજિટલ પર, અમે તમને સૌપ્રથમ જાણ કરી હતી કે પરિણીતી અને રાઘવ જયપુરની ‘લીલા પેલેસ’માં સાત ફેરા લેશે. સૂત્રોનું માનીએ તો, ‘લીલા પેલેસ’માં લગ્ન અને અન્ય ધાર્મિક વિધિઓ માટે તૈયારીઓ ચાલી રહી હોવા છતાં, આ ભવ્ય ‘બિગ ફેટ ઈન્ડિયન વેડિંગ’માં આવનારા મહેમાનો માટે લીલા, ઉદય વિલાસ (ઓબેરોય), ફતેહ પ્રકાશ અને તાજમાં પણ મહેમાનોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

સૂત્રોનું માનીએ તો લગ્નમાં આવનારા VIP મહેમાનોના રહેવાની વ્યવસ્થા ઓબેરોયના ઉદય વિલાસમાં કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો અને પરિવાર માટે ફતેહ પ્રકાશ અને તાજ ખાતે બુકિંગ કરવામાં આવ્યું છે. વરરાજા અને કન્યા લીલા પેલેસમાં તેમના નજીકના પરિવાર સાથે રહેશે.

લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થશે

રાઘવ અને પરિણીતીના લગ્ન પંજાબી રીતિ-રિવાજ મુજબ થવાના છે, જેના માટે હોટલમાં જ વ્યવસ્થા કરવામાં આવશે. વરરાજા અને કન્યાની લગ્નમાં હાજરી આપનારા વીઆઈપી મહેમાનોની સુરક્ષાનું પણ ખૂબ ધ્યાન રાખ્યું છે. પરિણીતી અને રાઘવના લગ્નનું રિસેપ્શન ગુરુગ્રામમાં યોજાશે.

સબ્યસાચી અને મનીષ મલ્હોત્રા બોલિવૂડમાં એવા બે ફેશન ડિઝાઇનર્સ છે, જેમના કપડાં પહેરીને દરેક અભિનેત્રી લગ્નના સાત ફેરા લેવાનું સપનું જુએ છે. છેલ્લા ઘણા દિવસોથી પરિણીતી જે રીતે મનીષ મલ્હોત્રાના ઘરની બહાર જોવા મળી રહી છે તે જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, પરિણીતી તેના લગ્નમાં મનીષ મલ્હોત્રાનો લહેંગા પહેરી શકે છે.

લગ્નનું ભોજન

પંજાબી પરિવારના સ્વાદ અનુસાર લીલા પેલેસમાં લગ્નના ડિનરની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં વર-કન્યાની પસંદગીના લગભગ તમામ ફૂડ બનાવવામાં આવશે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">