Parineeti Raghav Wedding : લગ્ન પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લીધો આવો મોટો નિર્ણય, જાણો તેની પાછળ શું છે કારણ

પરિણીતી ચોપરા અને રાઘવની સગાઈ બાદ સેલેબ્સના લગ્નને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. આ પહેલા સમાચાર હતા કે બંને 2 ભવ્ય રિસેપ્શન આપશે. પરંતુ હવે એવું લાગે છે કે બંનેએ પોતાનો પ્લાન બદલી નાખ્યો છે. જાણો શું છે આ બદલાવ તેના વિશે જાણો.

Parineeti Raghav Wedding : લગ્ન પહેલા પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ લીધો આવો મોટો નિર્ણય, જાણો તેની પાછળ શું છે કારણ
Parineeti Raghav Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 12:54 PM

Parineeti Chopra Raghav Chaddha Wedding : પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આ વર્ષે મે મહિનામાં સગાઈ કરી હતી. સગાઈ બાદ ફેન્સ આ બંનેના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ હજુ સુધી આ બંને સ્ટાર્સે લગ્નની તારીખ જાહેર કરી નથી. આ દરમિયાન એવા અહેવાલો છે કે આ કપલ હવે 2 નહીં પરંતુ એક રિસેપ્શન આપવાનું વિચારી રહ્યું છે. તે જ સમયે લગ્નની તારીખને લઈને પણ મોટી માહિતી સામે આવી છે.

આ પણ વાંચો : Matlabi Yariyan Song Lyrics : પરિણીતી ચોપરા દ્વારા ગાવામાં આવેલુ મતલબી યારિયાં સોંગના લિરિક્સ ગુજરાતીમાં વાંચો

સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ
કબજીયાત અને ગેસને કુદરતી રીતે દૂર કરશે આ રસોડાની વસ્તું, જાણો કઈ રીતે કરવો ઉપયોગ

પરિવર્તન શું છે?

અગાઉ રિસેપ્શનને લઈને એવા અહેવાલ હતા કે બંને મુંબઈ અને ચંદીગઢમાં રિસેપ્શન આપશે. પરંતુ હવે જો સૂત્રોનું માનીએ તો આ કપલ ગુરુગ્રામની ‘ધ લીલા એમ્બિયન્સ ગુરુગ્રામ હોટેલ’માં જ રિસેપ્શનનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે. એવા પણ અહેવાલ છે કે પરિણીતી અને રાઘવના માતા-પિતા તાજેતરમાં હોટલમાં ફુડ ટેસ્ટિંગ માટે ગયા હતા.

View this post on Instagram

A post shared by @parineetichopra

(Credit Source : Parineetichopra)

માતા-પિતા ભોજન ટેસ્ટિંગ માટે પહોંચ્યા

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પહેલા એવા સમાચાર હતા કે બંનેના પેરેન્ટ્સ શુક્રવારે 7 વાગ્યે ફૂડ ટેસ્ટિંગ માટે પહોંચશે, પરંતુ બાદમાં 9 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આ પછી બંને કપલના પેરેન્ટ્સે ફૂડ ટેસ્ટિંગ કરાવ્યું પરંતુ આ દરમિયાન પરિણીતી અને રાઘવ દેખાયા નહીં. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો ફુડના ટેસ્ટિંગ માટે એક વિશાળ મેનુ હતું.

રિસેપ્શન યોજાશે દિલ્હી-NCRમાં

જો સુત્રોનું માનીએ તો આ કપલ દિલ્હીમાં જ રિસેપ્શન ફિક્સ કરશે. કારણ કે રાઘવનું જન્મ સ્થળ દિલ્હી છે અને તેના મિત્રો અને નજીકના સંબંધીઓ દિલ્હીમાં જ રહે છે. આ કપલે લગ્નની તારીખને લઈને કોઈ ઓફિશિયલ જાહેરાત કરી નથી, પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ કપલ આ વર્ષે ઓક્ટોબરમાં લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. તમને જણાવી દઈએ કે, સગાઈ બાદથી પરિણીતી અને રાઘવ સતત એક સાથે જોવા મળી રહ્યા છે અને જબરદસ્ત કેમેસ્ટ્રી વડે ચાહકોના દિલ જીતી રહ્યા છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">