હેમા માલિનીએ રામ મંદિરમાં કર્યું ભરતનાટ્યમ, ડાન્સ પરફોર્મન્સનો વીડિયો થયો વાયરલ

|

Feb 19, 2024 | 5:06 PM

હેમા માલિનીએ અયોધ્યાના રામ મંદિરમાં 'રાગ સેવા' કરી હતી. આ દરમિયાન હેમા માલિનીનો રાગ સેવા કરતી વખતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં હેમા માલિની અયોધ્યાના રામ મંદિરમાં ભરતનાટ્યમ કરતી જોવા મળી રહી છે.

હેમા માલિનીએ રામ મંદિરમાં કર્યું ભરતનાટ્યમ, ડાન્સ પરફોર્મન્સનો વીડિયો થયો વાયરલ
Hema Malini
Image Credit source: Instagram

Follow us on

બોલિવુડની દિગ્ગજ એક્ટ્રેસ હેમા માલિની આજે પણ પોતાની સુંદરતા માટે જાણીતી છે. હેમા માલિનીએ એક્ટિંગથી લઈને રાજનીતિ સુધી એક ખાસ છાપ છોડી છે. હેમા માલિનીને આજે પણ ડાન્સ ખૂબ જ પસંદ છે. જ્યારે પણ તેને ડાન્સ કરવાની તક મળે છે ત્યારે તે તેને જવા દેતી નથી. હાલમાં હેમા માલિનીએ અયોધ્યાના રામ મંદિરમાં ‘રાગ સેવા’ કરી હતી. આ દરમિયાન હેમાનો રાગ સેવા કરતી વખતેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. આ વીડિયોમાં હેમા માલિનીનો ડાન્સ જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી.

રામ મંદિરમાં હેમા માલિનીએ કર્યું ભરતનાટ્યમ

હેમા માલિનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર રાગ સેવાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં હેમા માલિની અયોધ્યાના રામ મંદિરમાં ભરતનાટ્યમ કરતી જોવા મળી રહી છે. હેમાના દરેક ડાન્સ સ્ટેપને જોઈને ફેન્સ તેમની નજર હટાવી શકતા નથી. આ દરમિયાન હેમા માલિની બ્લૂ સિલ્ક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. હેમાએ આ સાડી સાથે ગોલ્ડન કલરની ટેમ્પલ જ્વેલરી પહેરી હતી પરંતુ તેના વાળમાં ફૂલની માળા લગાવી હતી. હેમાનો આખો લુક ખૂબ જ સુંદર લાગે છે.

ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો
પ્રેમાનંદ મહારાજે સમજાવ્યું કે વિરાટ કોહલી કેમ નિષ્ફળ જઈ રહ્યો છે

હેમા માલિનીના ડાન્સ પરફોર્મન્સે જીત્યું ફેન્સનું દિલ

હેમા માલિનીનો આ ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં ફેન્સ તેના ડાન્સની સાથે હેમાના લુકના વખાણ કરતાં થાકતા નથી. આ વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યું છે કે ‘તમારા પરફોર્મન્સ પર કોઈ શબ્દ નથી. તે ખૂબ સારું લાગે છે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘હેમાજી, તમે અમારા માટે ઈન્સ્પિરેશન છો.’ આ વીડિયોને અત્યાર સુધી ઘણા વ્યૂઝ મળ્યા છે.

આ પણ વાંચો: Jhalak Dikhhla Jaa 11: માતા- પિતા બાદ હવે 8 મહિનાના રુહાને પણ કર્યું ટીવી ડેબ્યૂ, ભાવુક થયા દીપિકા-શોએબ

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article