Shocking Video : લાઈવ કોન્સર્ટમાં આદિત્ય નારાયણે દર્શક સાથે કરી ઝપાઝપી, માઈકથી મારીને ફોન ફેંકી દીધો

બોલિવૂડના પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણ  ઘણો લોકપ્રિય છે. જોકે આદિત્ય લાઈમલાઈટથી દૂર રહે છે, પરંતુ કેટલીકવાર તે પોતાની હરકતોથી લોકોનું ધ્યાન ખેંચે છે. આદિત્યનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તે ગુસ્સામાં એક વ્યક્તિનો ફોન છીનવીને ફેંકી દેતો જોવા મળે છે.

Shocking Video : લાઈવ કોન્સર્ટમાં આદિત્ય નારાયણે દર્શક સાથે કરી ઝપાઝપી, માઈકથી મારીને ફોન ફેંકી દીધો
Aditya Narayan Image Credit source: Instagram
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 1:55 PM

બોલિવૂડ સિંગર ઉદિત નારાયણના પુત્ર આદિત્ય નારાયણ હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. આ વખતે આદિત્ય વિવાદોમાં ફસાયા છે. આદિત્ય નારાયણ સ્ટેજ પરફોર્મન્સ આપી રહ્યા હતા. તેમને સાંભળવા માટે લોકોનું મોટું ટોળું આવ્યું હતું, જેમાં મોટાભાગના યુવાનો હતા. પર્ફોર્મન્સની વચ્ચે આદિત્ય નારાયણ એવી હરકતો કરી બેસે છે જેને કારણે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

એક યુઝરે X પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે આદિત્ય નારાયણ પોતાના સ્ટેજ પરફોર્મન્સમાં કેટલા વ્યસ્ત છે. લોકો પણ તેની સિંગિંગને માણી રહ્યા છે. પછી એવું થાય છે કે તેની નજર ભીડની સામે ઉભેલા એક ફેન પર પડે છે. અન્યોની જેમ તે પણ આદિત્યને ફોન આપીને સેલ્ફી પાડવા માટે વિંનતી કરે છે. પરંતુ પછી આદિત્ય તેનો ફોન છીનવી લે છે અને તેને ભીડમાં ક્યાંક ફેંકી દે છે.

Ajwain seeds health benefits : અજમો ખાવાના ફાયદા અનેક, જાણો તેના સ્વાસ્થ્ય લાભો, ઉપયોગ અને પોષક મૂલ્ય
આજનું રાશિફળ તારીખ : 14-12-2024
પાકિસ્તાનની આ 5 એક્ટ્રેસને ભારતમાં ખૂબ સર્ચ કરે છે લોકો, સુંદરતા છે અદભૂત
ભારતના 100 રૂપિયા ટ્રુડોના કેનેડામાં કેટલા થઈ જાય ?
લાઈફમાં એકવાર ઝીનત અમાનની આ 7 ફિલ્મો જરૂર જોવી
રાજ કપૂરનું આ 3 એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું નામ, એક ના કારણે પત્નીએ છોડ્યું હતું ઘર!

આ પણ વાંચો :  કોન્સર્ટ દરમિયાન માઈક ફેંકીને પાકિસ્તાની ગાયક બિલાલ સઈદે ફેન્સને ફટકાર્યો, હવે કહ્યું- મેં ખોટું કર્યું

આ વીડિયો પર લોકો તરફથી ઘણી પ્રતિક્રિયાઓ આવી રહી છે. ઘણા ફેન્સ આના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે અને આદિત્યના વખાણ કરી રહ્યા છે. એક યુુઝર આના પર લખ્યું – તેનો બહિષ્કાર કરવો જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે- આદિત્ય નારાયણ નકામો છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- પિતાના પૈસાનો અહંકાર.

વિવાદો સાથે જોડાયેલુ છે આદિત્ય નારાયણનું નામ

તમને જણાવી દઈએ કે આદિત્ય નારાયણનું વિવાદો સાથે કનેક્શન નવું નથી. ઘણા પ્રસંગોએ જોવામાં આવ્યું છે કે તે પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે . થોડા સમય પહેલા ઈન્ડિયન આઈડોલ શો હોસ્ટ કરતી વખતે દિગ્ગજ ગાયક કિશોર કુમારના પુત્ર અમિત કુમાર સાથે તેની દલીલ થઈ હતી. આ દરમિયાન પણ લોકોએ અમિતનો પક્ષ લીધો અને આદિત્યને ટ્રોલ કર્યો હતો. આ પહેલા તે એરપોર્ટ પર અધિકારીઓ સાથે અભદ્ર ભાષામાં વાત કરતો જોવા મળ્યો હતો. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

આ પણ વાંચો: 2 દિવસ પહેલા અનફિટ, હવે ફિટ! શ્રેણી વચ્ચે આ ખેલાડીની ફિટનેસ પર સસ્પેન્સ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
કન્ટેનરમાં વિદેશી દારુની હેરાફેરીનો થયો પર્દાફાશ, 2 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">