Amir khan : બોલિવુડ અભિનેતા આમિર ખાનની માતા ઝીનતની તબિયત અચાનક લથડી ગઈ છે, જણાવવામાં આવી રહ્યું છે કે, તેને હાર્ટ એટેક આવ્યો છે. રિપોર્ટસ અનુસાર દિવાળીના તહેવાર પર આમિર ખાન તેમના પંચગની ઘર પર હતો. તે દરમિયાન તેની માતાને હાર્ટ એટેક આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘરના અન્ય સભ્ય પણ હોસ્પિટલમાં પહોંચી ગયા છે હાલમાં તેની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.
અહેવાલ અનુસાર આમિર ખાનની માતાની હાલત પહેલાથી સ્થિર છે ડોક્ટરોના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં આમિર ખાનની માતાની સારવાર ચાલી રહી છે. ટ્રીટમેન્ટનો સારો રિસપોન્સ પણ મળી રહ્યો છે.આવી સ્થિતિમાં આમિર ખાન અને તેના સમગ્ર પરિવારે સુનિશ્ચિત કર્યું છે કે, આ ક્ષણે કોઈપણ પ્રકારની માહિતી લોકો સુધી ન જાય. વર્તમાન પરિસ્થિતિને જોતા પરિવાર ઇચ્છે છે કે અભિનેતાની માતાની તબિયત અંગે મીડિયામાં કોઈ અફવા ન ફેલાવવામાં આવે.
તમને જણાવી દઈએ કે, આમિર ખાન હંમેશા કોઈના કોઈ કારણોસર લાઈમ લાઈટમાં રહે છે. થોડા સમય પહેલા આમિર ખાનને કરણ જોહરના ટૉક શો લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. જ્યાં તેમણે પોતની લાઈફને લઈ અનેક ખુલાસાઓ કર્યા હતા. અભિનેતાએ એ પણ જણાવ્યું કે, તે આ વાતને લઈ ખુબ અફસોસ અનુભવ કરી રહ્યા છે કે, તે તેના પરિવાર સાથે વધુ સમય પસાર કરી શકતા નથી. શોમાં તેણે એ વાતની પણ ચર્ચા કરી હતી કે, તે પોતાના પરિવારની ખુબ નજીક છે અને તેની સાથે એક સારો અને મજબુત બોન્ડ શેર કરે છે.
આમિર ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અભિનેતાની હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ખુબ વિવાદોમાં રહી હતી. ફિલ્મમાં તેની સાથે કરિના કપુર લીડ રોલમાં જોવા મળી હતી પરંતુ ફિલ્મ સારું કલેક્શન કરી શકી નહિ. ઓટીટી પર આ ફિલ્મના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 100 કરોડનો બિઝનેસ કરવામાં પણ સફળ રહી શકી નથી.