અનંતની ઘડિયાળે મોહ્યું ફેસબુક માલિકની પત્નીનું દિલ, મોંઘીદાટ ઘડિયાળ જોઇ વિદેશી મહેમાનોની આંખો થઇ ગઇ ચાર

|

Mar 04, 2024 | 8:56 AM

અનંત-રાધિકા પ્રિ વેડિંગ: જામનગરમાં ચાલેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ અને દુનિયાના તમામ દિગ્ગજો ભાગ લીધો હતો.આ દરમિયાનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈ રહ્યા છે.

અનંતની ઘડિયાળે મોહ્યું ફેસબુક માલિકની પત્નીનું દિલ, મોંઘીદાટ ઘડિયાળ જોઇ વિદેશી મહેમાનોની આંખો થઇ ગઇ ચાર
Anant Ambani

Follow us on

આ દિવસોમાં જામનગરમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીની પ્રી-વેડિંગ સેરેમની ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ અનંત અંબાણીની ઘડિયાળ જોઈ રહ્યા છે. વીડિયો જોઈને લાગે છે કે અનંતની ઘડિયાળ જોઈને તે ખૂબ જ પ્રભાવિત થયા છે. માત્ર ઝકરબર્ગ જ નહીં પરંતુ તેની પત્ની પ્રિસિલા ચાન પણ આ ઘડિયાળને ધ્યાનથી જોઈ રહી હતી. તમને જણાવી દઈએ કે, જામનગરમાં ચાલેલા આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દેશ અને દુનિયાના તમામ દિગ્ગજો ભાગ લીધો હતો.

અનંત સાથે વાત કરતી વખતે અચાનક ઝકરબર્ગની પત્નીની નજર અનંત અંબાણીની ઘડિયાળ પર પડી અને તે જોઈને તે આશ્ચર્યચકિત થઈ ગઈ. તે અનંતને તે ક્ષણ વિશે ઘણું પૂછતી પણ જોવા મળી હતી. આવો, જાણીએ એ ક્ષણમાં શું થયું, જેને જોઈને પ્રિસલા દંગ રહી ગઈ.

એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો
આ ખોરાક ખાવાથી વધશે સ્પર્મ કાઉન્ટ

ઘડિયાળમાં જડેલા છે કિંમતી હીરા જવેરાત

અનંત અંબાણીની જે ઘડિયાળ જોઈને પ્રિસલાને આશ્ચર્ય થયું તે ‘પાટેક ફિલિપ’ની ‘ગ્રાન્ડમાસ્ટર ચાઈમ’ ઘડિયાળ છે. આ કાંડા ઘડિયાળની કિંમત 14 થી 18 કરોડ રૂપિયા છે. ઈન્ડિયન હોરોલોજીના ઈન્સ્ટાગ્રામ પેજ મુજબ, આ કાંડા ઘડિયાળમાં રિવર્સિબલ કેસ, ઈન્ડિપેન્ડન્ટ ડાયલ અને છ પેટન્ટેડ ઈનોવેશન જેવી ઘણી સુવિધાઓ છે. રિપોર્ટ અનુસાર, આ સ્પેશિયલ એડિશન ઘડિયાળ કિંમતી હીરા અને પન્નાથી જડેલી છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો

અનંત અંબાણીના આ ઘડિયાળને લઈને પ્રિસલા ચોંકી જાય છે અને પછી તેની સાથે જોડાયેલી માહિતી માંગે છે તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને યુઝર્સ ઘણા મીમ્સ પણ બનાવી રહ્યા છે.

Next Article