Mandi Lok Sabha Seat Exit Poll 2024: કંગના રનૌત Vs વિક્રમાદિત્ય સિંહ, જાણો કોણ જીતશે મંડી લોકસભા બેઠક ?
Mandi Lok Sabha Seat Exit Poll 2024 : મંડી લોકસભા સીટના ઈતિહાસ પર નજર કરીએ તો તે કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તે માત્ર કોગ્રેસનો જ ગઢ જ નથી પણ કોંગ્રેસના શક્તિશાળી નેતાઓનો પણ ગઢ રહ્યો છે. અહીંથી સુખરામ, મહેશ્વર સિંહ, વીરભદ્ર સિંહ, પ્રતિભા સિંહ જીતતા આવ્યા છે. 2021ની પેટાચૂંટણીમાં પણ પ્રતિભા સિંહે આ સીટ પાછી મેળવી હતી, જે ભાજપના કબજામાં હતી.
એક્ઝિટ પોલ 2024ના ગઈકાલ શનિવારે સામે આવેલા આંકડાઓએ ઈન્ડિયા એલાયન્સના દાવાઓને ખોટા સાબિત કરી દીધા છે. ચૂંટણીના અંતિમ પરિણામો તો 4 જૂને આવશે પરંતુ તમામ એક્ઝિટ પોલમાં NDA ફરી એકવાર સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. કેટલાક રાજ્યોમાં નજીવી હાર હોવા છતાં, કેટલાક રાજ્યો એવા છે જ્યાં ભાજપ સંપૂર્ણ તાકાત સાથે આગળ રહ્યું છે. આવા રાજ્યોમાં હિમાચલ પ્રદેશ એમાનું એક છે. રાજ્ય નાનું છે પરંતુ હિમાચલની ખીણોમાં ભાજપનું કમળ ખીલવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. TV9, POLSTRAT અને PEPOLE’S INSIGHT ના એક્ઝિટ પોલ મુજબ હિમાચલ પ્રદેશમાં BJP ક્લીન સ્વીપ કરતી જોવા મળી રહી છે. રાજ્યમાં લોકસભાની ચૂંટણી માટે કુલ 4 બેઠકો છે. આ ચાર બેઠકો પર ભાજપ જીત નોંધાવી શકે છે.
ખાસ વાત એ છે કે, ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ હિમાચલ પ્રદેશની બે બેઠકો પર ઉમેદવારો બદલ્યા હતા, તેમ છતાં ભાજપની વોટ ટકાવારી પર કોઈ અસર જોવા મળતી નથી. લોકપ્રિય ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત મંડી લોકસભા સીટ માટે ચૂંટણી મેદાનમાં હતી, એક્ઝિટ પોલ દર્શાવે છે કે કંગના સરળતાથી ચૂંટણી જીતીને સંસદમાં પહોંચી શકે છે.
કંગના રનૌતનો ચાલ્યો જાદુ !
કંગના રનૌત બીજેપીમાં જોડાવાથી એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે તેને મંડીમાંથી ટિકિટ મળી શકે છે. અને ટિકિટ મળતાં જ મંડી લોકસભા મતવિસ્તાર હોટ સીટ બની ગયું હતું. કંગના રનૌત સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમાદિત્ય સિંહને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા. મંડી બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહી હોવાથી અહીં વિક્રમાદિત્ય સિંહને એક મોટું વ્યક્તિત્વ માનવામાં આવે છે, પરંતુ એવું લાગે છે કે કંગનાના ગ્લેમર અને લોકપ્રિયતા સામે કોંગ્રેસનો દાવ ઊંધો પડી ગયો છે. એક્ઝિટ પોલ અનુસાર કોંગ્રેસ અહીં હારી શકે છે.
મંડી કોંગ્રેસનો ગઢ રહ્યો છે
મંડી લોકસભા સીટના ઈતિહાસ પર નજર કરીએ તો તે કોંગ્રેસનો ગઢ રહ્યો છે. તે માત્ર કોગ્રેસનો જ ગઢ જ નથી પણ કોંગ્રેસના શક્તિશાળી નેતાઓનો પણ ગઢ રહ્યો છે. અહીંથી સુખરામ, મહેશ્વર સિંહ, વીરભદ્ર સિંહ, પ્રતિભા સિંહ જીતતા આવ્યા છે. 2021ની પેટાચૂંટણીમાં પણ પ્રતિભા સિંહે આ સીટ પાછી મેળવી હતી, જે ભાજપના કબજામાં હતી. આ ચૂંટણીમાં તેમણે ભાજપના બ્રિગેડિયર ખુશાલ ઠાકુરને દસ હજાર મતોના બહુ ઓછા માર્જિનથી હરાવ્યા હતા. પ્રતિભા સિંહે અગાઉ 2013ની પેટાચૂંટણી અને 2004ની સામાન્ય ચૂંટણી જીતી હતી.
2014 પછી સ્થિતિ બદલાઈ
જો કે 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર દરમિયાન કોંગ્રેસને ભાજપ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભાજપના રામ સ્વરૂપ શર્માએ પ્રતિભા સિંહને લગભગ ચાલીસ હજાર મતોથી હરાવ્યા. પરંતુ 2019ની લોકસભા ચૂંટણીમાં જીતનો આ માર્જીન વધુ વધી ગયો. રામ સ્વરૂપ શર્માને 6 લાખ 47 હજારથી વધુ વોટ મળ્યા જ્યારે કોંગ્રેસના આશ્રય શર્માને માત્ર 2 લાખ 41 હજાર વોટ મળ્યા. ત્યારપછી કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠક ભાજપના ગઢમાં ફેરવાઈ ગઈ હતી.