Gujarat Election 2022 : ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ પ્રબળ, પાટીદાર સમાજે વસ્તી પ્રમાણે રાજકીય વર્ચસ્વની કરી માંગ

રાજ્યમાં 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા (Gujarat Politics) ખુબ જ મહત્વનું પાસું ધરાવે છે.

Gujarat Election 2022 : ચૂંટણી પહેલા જ્ઞાતિ આધારિત રાજકારણ પ્રબળ, પાટીદાર સમાજે વસ્તી પ્રમાણે રાજકીય વર્ચસ્વની કરી માંગ
Gujarat Election 2022
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 10, 2022 | 8:19 AM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું (Gujarat Election) કાઉન્ટ ડાઉન શરૂ થયું છે, ત્યારે પાટીદાર સમાજે ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પાસે ટિકિટની માંગણી કરતા રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં પાટીદાર સમાજ (patidar) 15 ટકા વસ્તી ધરાવે છે અને વસ્તીના આધારે પાટીદાર સમાજ હવે ટિકિટની માંગણી પણ શરૂ કરી દીધી છે. તાજેતરમાં રાજકોટ (Rajkot) ખાતે લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજની એક મહત્વની બેઠક મળી હતી, જેમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.

પાટીદારનો રાજકીય પ્રભાવ અને વગ વધારે

સામાન્ય રીતે વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકીય ગણિતમાં જાતિગત સમીકરણોની ચર્ચા થતી હોય છે. વસ્તીની ગણતરીએ જોઇએ તો લેઉવા પાટીદાર સમાજ સૌરાષ્ટ્ર,(Saurashtra)  મધ્ય ગુજરાત અને સુરતમાં વર્ચસ્વ ધરાવે છે. તો સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી,જુનાગઢ,જામનગર જિલ્લામાં પણ તેનુ અમુક અંશે પ્રભુત્વ છે. આ ઉપરાંત કચ્છ અને ભાવનગર બેઠક પર પણ અસર કરી શકે છે. તો મધ્ય ગુજરાતની અમદાવાદની કેટલીક બેઠકો અને સુરત વિધાનસભાની બેઠકો( Surat Assembly seat)મળીને કુલ 50 જેટલી બેઠકોમાં તેઓ વર્ચસ્વ ધરાવે છે. કડવા પાટીદાર સમાજ પણ સૌરાષ્ટ્રમાં મોરબી,રાજકોટ બેઠક પર પ્રભાવ ધરાવે છે. તો ઉત્તર ગુજરાતની બેઠકો મળીને કુલ 50 થી વધારે બેઠકો પર તેઓનું વર્ચસ્વ છે તેમ કહી શકાય.

પાટીદાર સમાજના પ્રમુખ જેરામ પટેલે આપ્યું મોટુ નિવેદન

તાજેતરમાં જુનાગઢ ખાતે કડવા પાટીદાર સમાજની પણ બેઠક મળી હતી. જેમાં કડવા પાટીદાર સમાજના પ્રમુખ જેરામ પટેલે (Jeram Patel))  કહ્યું હતું કે રાજકારણમાં વસતીના પ્રમાણે મહત્વ મળવું જોઇએ. ચૂંટણી છે તો આ સંમેલનને શક્તિ પ્રદર્શન ગણવું હોય તો ગણી શકાય છે. રાજકીય પાર્ટીઓ (Political party) પાસે ટિકીટની માંગણી કરવામાં આવશે. મહત્વનું છે કે જેરામ પટેલનો ઝુકાવ ભાજપ પ્રત્યે રહ્યો છે ત્યારે ભાજપમાં ટિકીટને લઇને દબાણ ઉભું કરવાનો પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ચૂંટણીમાં પાટીદારનો ‘પાવર’

તમને જણાવી દઈએ કે, 15 ટકાની વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમા (Gujarat Politics) ખૂબ જ મહત્વનું પાસું ધરાવે છે. જો કે હાલ રાજ્યમા OBC સમાજ 40 ટકા છે,જ્યારે પાટીદાર 15 ટકા છે પરંતુ રાજકીય પ્રભાવ અને વગ વધારે છે, સમાજ એક થઈ ચૂંટણીમાં લડતો હોવાથી તેઓનું અમુક બેઠક પર વર્ચસ્વ જળવાઈ રહે છે.

જો વિગતે વાત કરીએ તો રાજ્યમાં કડવા અને લેઉવા પાટીદાર સમુદાયની 15 ટકા વસ્તી છે. જેમાં 2012માં 182 ધારાસભ્યો માંથી 50 ધારાસભ્યો પાટીદાર સમુદાયમથી હતા. જેમાં ભાજપમાંથી 36 ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા હતા. જો કે પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાયા અને કોંગ્રેસ પાર્ટીમાં પાટીદાર ઉમેદવારો વધ્યા. વર્ષ 2017માં ભાજપના 28 જ્યારે કોંગ્રેસમાંથી 20 પાટીદાર ધારાસભ્યોએ જીત મેળવી. જો કે આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જામશે, ત્યારે આ વખતનો પાટીદાર પાવર તો ચૂંટણીના પરિણામો જ બતાવશે.

g clip-path="url(#clip0_868_265)">