Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણીમાં વધુ ટીકિટની માંગણી સાથે પાટીદારોનું મહાસંમેલનના નામે શક્તિ પ્રદર્શન, સમાજને ન્યાય નહી મળે તો તાકાત બતાવવાની ચિમકી

Gujarat Election 2022: વિધાનસભા ચૂંટણીમાં વધુ ટીકિટની માંગણી સાથે પાટીદારોનું મહાસંમેલનના નામે શક્તિ પ્રદર્શન, સમાજને ન્યાય નહી મળે તો તાકાત બતાવવાની ચિમકી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 07, 2022 | 9:50 AM

આ સંમેલનમાં ઉમિયાધામના પ્રમુખ જેરામ વાશજાળીયા તેમજ ઉમિયા ગાંઠીલાધામના પ્રમુખ વાલજીભાઈ ફળદુએ  જૂનાગઢમાં  જણાવ્યું હતું કે  વસ્તી પ્રમાણે  ટીકીટની ફાળવણી  કરવામાં આવે છે.  તેમજ જણાવ્યું હતું કે અમને અન્યાય થશે તો અમે અમારી તાકાત બતાવીશું.

ગુજરાતમાં  ચૂંંટણી  (Gujarat vidhansabha Election 2022) નજીક આવતા જ સૌથી મજબૂત  ગણતા પાટીદારોએ  (kadva Patidar) તેમને અન્યાય ન થાય તે માટેનો ગર્ભિત ઇશારો આપતા વસ્તી પ્રમાણે  ટીકીટ ફાળવણીની માંગણી કરી હતી. જૂનાગઢમાં  સામાજિક સંમેલન અંતર્ગત કડવા પાટીદારોએ એક પ્રકારનું શક્તિ પદર્શન કર્યું હતું અને  આગામી વિધાન સભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને વધારે વધારે ટિકીટ મળે એવી તમામ પક્ષો પાસે માગ કરવામાં આવી હતી.

આ  સંમેલનમાં ઉમિયાધામના પ્રમુખ જેરામ વાશજાળીયા તેમજ ઉમિયા ગાંઠીલાધામના પ્રમુખ વાલજીભાઈ ફળદુએ  જૂનાગઢમાં  જણાવ્યું હતું કે  વસ્તી પ્રમાણે  ટીકીટની ફાળવણી  કરવામાં આવે છે.  તેમજ જણાવ્યું હતું કે અમને અન્યાય થશે તો અમે અમારી તાકાત બતાવીશું. સામાજિક મહાસંમેલનના નામે કડવા પાટીદાર સમાજે એક રીતનું શક્તિ પ્રદર્શન જ કર્યું હતું. આગામી વિધાન સભાની ચૂંટણીમાં પાટીદાર સમાજને વધારે વધારે ટિકીટ મળે એવી તમામ પક્ષો પાસે માગ કરવામાં આવી હતી. આ સંમેલનમાં ટિકીટ ફાળવણીમાં પાટીદાર સમાજને અન્યાય થશે તો સમાજ તાકાત બતાવશે એવી ગર્ભિત ચિમકી પણ ઉચ્ચારાઈ હતી. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાંથી હજારોની સંખ્યામાં કડવા પાટીદાર આવી પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજની મુખ્ય ધાર્મિક સંસ્થાઓ પૈકીની સીદસર અને ગાંઠિલાના પ્રમુખ પણ મહાસંમેલનમાં હાજર રહ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">