Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠક ગણાય છે પાટીદારનો ‘ગઢ’, જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ

આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા એડિચોટીનું જોર લગાવી રહી છે. તો ભાજપ ફરી સત્તા પર આવવા મથામણ કરી રહી છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની આ હાઈ પ્રોફાઈલ બેઠક ગણાય છે પાટીદારનો 'ગઢ', જાણો શું છે અહીંના મતદારોનો મિજાજ
Dhoraji Assembly Seat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 1:35 PM

ગુજરાત વિધાનસભા ચૂંટણીનું (Gujarat Assembly Election) કાઉન્ટડાઉન શરૂ થઈ ગયુ છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી પ્રચાર થકી મતદારોને રીઝવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે TV9 ની વિશેષ રજૂઆતમાં વાત એક એવી બેઠકની. જ્યાં પાટીદાર અનામત આંદોલનનો સીધો લાભ કોંગ્રેસને (Congress) મળ્યો. એવી બેઠક જ્યાં કડવા અને લેઉવા પાટીદાર સમાજનું (Patidar) પ્રભુત્વ છે. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની ધોરાજી વિધાનસભા બેઠકની. અહીં કોંગ્રેસના પાટીદાર નેતા લલિત વસોયાની જીત અને ભાજપને હારનો સામનો કરવો પડ્યો.

વર્ષ 2017માં કોંગ્રેસના પંજાનો પરચમ લહેરાયો

ધોરાજી વિધાનસભા બેઠકના (Dhoraji Assembly Seat) રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી અત્યાર સુધી 15 વખત ચૂંટણી યોજાઇ ચૂકી છે. જેમાં 1962થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. તો 1990થી 2009 સુધી ભાજપે અહીં જીત મેળવી. એટલે કે 6 વખત ભાજપ અને 8 વખત કોંગ્રેસની જીત થઇ, પરંતુ 2013માં વિઠ્ઠલ રાદડિયા પક્ષપલટો કરી ભાજપમાં જોડાયા અને પેટાચૂંટણી યોજાઇ. જેમાં ભાજપમાંથી પ્રવિણ માંકડિયાની જીત થઇ હતી. તો 2017માં કોંગ્રેસના (Congress)  પંજાનો પરચમ લહેરાયો.

જો કે 2022માં રાજકીય સમીકરણો બદલાયા છે. આ વખતની ચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ ખેલાવાનો છે, ત્યારે કોંગ્રેસ પોતાની બેઠક જાળવવા એડિચોટીનું જોર લગાવી રહી છે. તો ભાજપ ફરી સત્તા પર આવવા મથામણ કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી પણ પોતાની પકડ મજબૂત બનાવવા પ્રયાસ કરી રહી છે, ત્યારે મતદારોના કેવા છે પ્રશ્નો અને કેવો છે મતદારોનો મિજાજ આવો જાણીએ.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

વિઠ્ઠલ રાદડીયાએ પક્ષપલટો કરતા રાજકીય સમીકરણો બદલાયા

આ વિધાનસભા બેઠકમાં 2017માં કોંગ્રેસના લલિત વસોયાને 85,070 મત મળ્યા, તો ભાજપના હરિ પટેલને 59,985 મત મળ્યા. તેથી લલિત વસોયાએ 25,085 મતેથી જીત મેળવી. તો 2012માં કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયાને (Vitthal Radadiya) 76,189 મત મળ્યા, તો ભાજપના હરિ પટેલને 73,246 મત મળ્યા. એટલે કે કોંગ્રેસના વિઠ્ઠલ રાદડીયા 2,943 મતેથી જીત્યા.

જો આ બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી 15 વખત ચૂંટણી યોજાઇ છે. જેમાં 1962થી 1980 સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો. તો 1990થી 2009 સુધી ભાજપે અહીં કાઠુ કાઢ્યુ. એટલે કે 6 વખત ભાજપ અને 8 વખત કોંગ્રેસની જીત થઈ છે. ધોરાજી આમ તો વિઠ્ઠલભાઈ રાદડિયાનો ગઢ ગણાય છે. 1990 થી 2012 સુધી આ આ બેઠક પરથી વિઠ્ઠલ રાદડિયા 7 વખત ચૂંટાયા છે. જો કે 2012માં વિઠ્ઠલ રાદડીયાએ પક્ષપલટો કરતા પેટાચૂંટણી યોજવામાં આવતા સત્તાના સમીકરણો બદલાયા.

g clip-path="url(#clip0_868_265)">