AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એક્શનમાંથી અમલીકરણની દિશામાં ભાજપ, અમિત શાહની અધ્યક્ષતામાં રાજ્યના 4 ઝોનમાં કાર્યકરોમાં જીતનો મંત્ર ફૂંકવાની કવાયત

આ વખતે જુના પરિબળ કહો કે સમીકરણ, ફેરફાર ઘણા બધા આવ્યા છે ત્યારે ગુજરાત(Gujarat)ની લેબોરેટરીમાં કોઈ નવો પક્ષ લાભ ના ખાટી જાય અને સત્તાધારી પક્ષ પાછળ ન રહી જાય તે માટે હવે સત્તાના સોગઠા ગોઠવાવા માંડ્યા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: એક્શનમાંથી અમલીકરણની દિશામાં ભાજપ, અમિત શાહની અધ્યક્ષતામાં રાજ્યના 4 ઝોનમાં કાર્યકરોમાં જીતનો મંત્ર ફૂંકવાની કવાયત
Gujarat Assembly Election 2022- Amit Shah on Mission South GujaratImage Credit source: Tv9 Gfx
Kinjal Mishra
| Edited By: | Updated on: Oct 24, 2022 | 7:53 AM
Share

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Home Minister Amit Shah)અને ટીમ હવે એક્શનમાંથી ઈમ્પલીમેન્ટેશન એટલે કે અમલીકરણ પર આવી ગઈ છે. મોટાભાગે હોમ ટાઉન અમદાવાદ એટલે કે ગુજરાત(Gujarat)માંજ રહીને દિવાળી અને નવુ વર્ષ મનાવતા અમિત શાહ માટે આ વખતે દિવાળી સાથે લોકશાહીનું સૌથી મોટુ પર્વ એવી ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Assembly Election 2022)પણ ઉમેરાઈ છે. વર્ષ 2017માં 99 જેટલી બેઠક પર સ્થિર થઈ ગયેલી ભાજપા(BJP) માટે જેતે સમયે પાટીદાર આંદોલન અને હાર્દિક પટેલ નડતર રૂપ બની ગયા હતા જેના પરિણામ સ્વરૂપે ભાજપા ત્રણમાંથી બે આંકડામાં સમેટાઈ ગઈ હતી. આ વખતે જુના પરિબળ કહો કે સમીકરણ, ફેરફાર ઘણા બધા આવ્યા છે ત્યારે ગુજરાતની લેબોરેટરીમાં કોઈ નવો પક્ષ લાભ ના ખાટી જાય અને સત્તાધારી પક્ષ પાછળ ન રહી જાય તે માટે હવે સત્તાના સોગઠા ગોઠવાવા માંડ્યા છે. આજથી એટલે કે 22 ઓક્ટોબરથી એટલે જ દેશની નીતિના આધુનિક ચાણક્ય ગણાતા અમિત શાહ 6 દિવસ માટે ગુજરાત પ્રવાસે છે.

એકાદશીથી દિવાળીના (Diwali 2022) તહેવારોની શરુઆત થઇ ગઇ છે. ત્યારે દિવાળી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Union Home Minister Amit Shah) પોતાના વતનમાં જ મનાવશે. આજથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. 26 ઓક્ટોબર સુધી ગુજરાતના પ્રવાસે અમિત શાહ આવશે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ ભાજપ (BJP) કાર્યકરો સાથે દિવાળી અને નવું વર્ષ મનાવશે. તો સાથે સાથે 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરશે. ચાર ઝોનમાં ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં યોજશે. જ્યારે મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં યોજાશે. ત્યારબાદ સૌરાષ્ટ્રની બેઠક સોમનાથ અને દક્ષિણ ગુજરાતની બેઠક વલસાડમાં યોજાશે અને કાર્યકરો સાથે ચૂંટણીની રણનીતિ અંગે ચર્ચા કરશે.

અમિત શાહના ગુજરાતમાં પ્રવાસની જે રણનીતિ બનાવવામાં આવી છે, તેની વાત કરીએ તો ઝોન વાઇસ ભાજપની બેઠકોનો દોર થવાનો છે. ઉત્તર ઝોનનું એપી સેન્ટર પાલનપુર રાખવામાં આવ્યુ છે. પાલનપુરમાં ઉત્તર ઝોનના તમામ પદાધિકારીઓ તેજ જિલ્લાનું સંગઠન, સ્થાનિક કાર્યકર્તાઓ મતદારો સુધી જશે. તે તમામની બેઠક પાલનપુરમાં ઉત્તર ઝોનની રાખવામાં આવશે. તે જ રીતે સૌરાષ્ટ્રનું એ.પી. સેન્ટર સોમનાથ માનવામાં આવે છે. ગીર સોમનાથની વાત કરવામાં આવે તો ગત ચૂંટણીમાં ભાજપ અહીં ખાતુ પણ ખોલાઇ શક્યુ ન હતુ. ભાજપને અહીં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે ગીર સોમનાથ હવે સૌરાષ્ટ્રની તમામ બેઠકો પર મતદારોને આકર્ષવા પર ચિંતન કરવામાં આવશે.

મધ્ય ઝોનની વાત કરવામાં આવે તો તે વડોદરામાં યોજાશે. મધ્ય ઝોનની બેઠક લઇને વડોદરામાં ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવશે. તો દક્ષિણ ઝોનની બેઠક સુરતમાં કરવામાં આવશે. દક્ષિણ ઝોન મહત્વનું એટલે પણ છે કેમ કે દક્ષિણ ઝોનમાં આદિવાસી વિસ્તાર છે. ત્યારે આ મુદ્દાઓને લઇને સુરતમાં જે બેઠક મળવાની છે તેમાં ચર્ચા કરવામાં આવશે.

દક્ષિણ ઝોન અને જીતના સમીકરણ 2017ના વર્ષ પ્રમાણે

દક્ષિણ ઝોનની વાત કરવામાં આવે તો 7 જિલ્લાની 35 વિધાનસભા બેઠકો છે કે જે પૈકી ભાજપ પાસે 27 બેઠક, કોંગ્રેસ પાસે 6 અને બીટીપી પાસે 2 બેઠકની સ્થિતિ છે. વર્ષ 2017 માં 35 માંથી 25 બેઠકો ભાજપને મળી હતી,જ્યારે 2 બેઠક btp પાસે તથા 8 બેઠક કોંગ્રેસ ને મળી હતી. 2022 સુધીમાં કોંગ્રેસ ની 8 માંથી 6 બેઠક થઈ ગઈ જયારે ભાજપ ની 25 માંથી 27 બેઠક થઈ. 2017 માં દક્ષિણ ઝોનનો રોલ સરકાર રચવામાં મહત્વપૂર્ણ હતો અને એટલેજ અમિત શાહની અધ્યક્ષતામાં મલી રહેલી બેઠક પર ખાસ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

વલસાડમા પાર્ટી બેઠક, દક્ષિણ ગુજરાત પર ફોકસ

અમિત શાહ વલસાડ ખાતે પાર્ટીની બેઠકમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે, જો કે વલસાડને કેન્દ્રમાં રાખીને ભાજપાનું ફોકસ દક્ષિણ ગુજરાતની તમામ બેઠક અંકે કરવાનું માનવામાં આવે છે. દક્ષિણ ગુજરાતમાં આદિવાસી મતદારોને વધારેમાં વધારે આકર્ષિત કરીને કોંગ્રેસ અને આપ પાર્ટીને હંફાવવાની ભાજપાની રણનીતિ છે. આદિવાસી મતવિસ્તારમાં કરેલા કાર્યોની રૂપરેખા કાર્યકરો વધારેમાં વધારે પહોચે સાથે જ રાષ્ટ્રપતિની પસંદગીથી લઈ ભાજપા, વિરોધીઓને જે રીતે કાઉન્ટર કરે છે  તે તમામ પાસા સહિત અમિત શાહની ઉપસ્થિતિમાં મળનારી બેઠકમાં કાર્યકરો સહિત બુથ પેજના હોદ્દેદારોમાં પણ જીતનો મંત્ર ફૂંકવામાં આવશે.

વલસાડમાં ભાજપની સ્થિતિ

આ જિલ્લામાં ભાજપે ક્લીનસ્વીપ તો નોહતી કરી પણ વર્ષ 2022 સુધીમાં તમામ બેઠકો ભાજપ હસ્તગત થઈ ગઈ છે. જિલ્લામાં કુલ 5 બેઠક છે જેમાં 4 બેઠક પર ભાજપ ની જીત થઈ હતી જેમાં ધરમપુર, વલસાડ, પારડી,ઉમરગાંવમાં પરિણામ ભાજપ તરફી હતા જ્યારે કપરાડા બેઠક કોગ્રેસ પાસે હતી. જો કે વર્ષ 2020 માં કોંગ્રેસ ધારાસભ્ય જીતુ ચૌધરી ભાજપ સાથે જોડાયા. પેટાચૂંટણીમાં ભાજપની જીત થતા તમામ બેઠકો ભાજપના ખાતામાં જતી રહી છે.

રાજ્યમાં કરાયેલા વિકાસ કાર્યોના માધ્યમથી કાર્યકરોથી લઈ જનતા સુધી પહોચવાની રણનીતિ ભાજપ માટે ના માત્ર ગુજરાત પરંતુ બહારના રાજ્યમાં પણ સારી એવી ફાયદાકારક નિકળી છે ત્યારે વિરોધી પાર્ટીઓને વિકાસના તીર થી જ વિંંધી નાખવા માટે અમિત શાહની આગેવાનીમાં હવે તખ્તો સેટ થઈ ચુક્યો છે અને આગામી 6 જોનમાં તેમનો પ્રવાસ પણ આવો જ કોઈ સંદેશ પાઠવશે.

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
g clip-path="url(#clip0_868_265)">