Gujarat Election 2022: મતદાન જાગૃતિ માટે મહેસાણાના પેટ્રોલ પંપ સંચાલકનો અનોખો પ્રયાસ, પેટ્રોલ,ડીઝલ અને CNG પૂરાવનારને મળશે ડિસ્કાઉન્ટ

Gujarat assembly election 2022: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ત્યારે મતદાન જાગૃતિ માટે લોકો અનોખા પ્રયાસ કરી રહ્યા છે.

Gujarat Election 2022: મતદાન જાગૃતિ માટે મહેસાણાના પેટ્રોલ પંપ સંચાલકનો અનોખો પ્રયાસ, પેટ્રોલ,ડીઝલ અને CNG પૂરાવનારને મળશે ડિસ્કાઉન્ટ
Petrol Pump File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 5:52 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 :  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે લોકો અનોખા પ્રયાસ કરી રહ્યા છે.  મતદાન જાગૃતિ માટે મહેસાણામાં એક પેટ્રોલ પંપના સંચાલકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. 5 ડિસેમ્બરે મતદાનના દિવસે પેટ્રોલ,ડીઝલ અને CNG પૂરાવનારને લીટરમાં એક રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે પેટ્રોલ પંપના સંચાલકે જાહેરાત કરી છે. પેટ્રોલ ભરાવા આવનાર વ્યકિતને મતદાન કર્યાનું આંગળી પર નિશાન બતાવવું પડશે તો જ પેટ્રોલ, CNG અને ડીઝલમાં સંચાલક ગિરીશ રાજગોર ડિસ્કાઉન્ટ આપશે.

ગુજરાતમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત

મહત્વનું છે કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર પડઘમ શાંત થયા છે. જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો માટે 5 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તારીખ 5મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. આ મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં.

મુખ્ય ચૂંટણી અધિકારીએ મતદારોને વિશેષ જાગૃત કર્યા

મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતાં જણાવ્યું હતું કે, તા. 5 મી ડિસેમ્બરે પણ મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી. આવું ન થાય અને દરેક જાગૃત નાગરિક સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે કે, મતદાનનો સમયગાળો સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચની તૈયારી

બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચે તૈયારી પૂર્ણ કરી છે. બીજા તબક્કામાં કુલ 1 લાખ 13 હજાર કર્મચારીઓ ખડેપગે રહેશે. 13 હજાર 319 મતદાન મથકો પર વેબ કાસ્ટીંગ કરાશે. તો  37,432 બેલેટ અને 36,157 કંટ્રોલ યૂનિટનો ઉપયોગ કરાશે. 40 હજાર 66 જેટલા VVPAT પણ ઉપયોગ કરવામાં આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મતદાન થવાનું છે. ત્યારે 14 જિલ્લાની 93 બેઠકો માટે 61 પક્ષો વચ્ચે જંગ જામશે. 2.51 કરોડથી વધુ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે.

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">