Gujarat Election 2022: વાંસદામાં મતદાન મથક પર આદિવાસી મતદારોમાં ભારે ઉત્સાહ, કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કર્યું મતદાન, ભાજપના ઘાયલ ઉમેદવાર પિયુષ પટેલે કર્યું મતદાન

Gujarat Election 2022: વાંસદામાં મતદાન મથક પર આદિવાસી મતદારોમાં ભારે ઉત્સાહ, કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે કર્યું મતદાન, ભાજપના ઘાયલ ઉમેદવાર પિયુષ પટેલે કર્યું મતદાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 4:48 PM

Gujarat Election 2022: દક્ષિણ ગુજરાતની આદિવાસી મતદારોની સારી સંખ્યા ધરાવતી વાંસદા બેઠક પર મતદારો વહેલી સવારથી જ ઉમટી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે વહેલી સવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Gujarat Election 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે દક્ષિણ ગુજરાત વિધાનસભાની વાંસદા બેઠક પર મતદારો સવારથી જ ઉમટી રહ્યા છે. અહીં, મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નોંધનીય છેકે આદિવાસી લોકોની વધારે વસ્તી ધરાવતી આ બેઠક પર વધારે મતદાન થવાની સંભાવનાઓ હાલના સંજોગોમાં દેખાઇ રહ્યા છે. અહીં, કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ મતદાન કરવા પહોંચ્યા હતા. અને, તેમણે મતદાન કર્યું હતું. ત્યારે નોંધનીય છેકે વાંસદા ભાજપના ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલાનો કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ પર આક્ષેપ થયા છે.

ભાજપના ઘાયલ ઉમેદવાર પિયુષ પટેલ મતદાન કર્યું

વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલે મતદાન કર્યું છે. ગઈકાલે રાત્રે થયેલા હુમલા બાદ હોસ્પિટલથી સીધા જ તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા. માથા પર પાટો અને લોહીલુહાણ શર્ટ પહેરી ભાજપના ઉમેદવારે મતદાન કર્યું છે. મતદાન બાદ વાંસદા ભાજપ ઉમેદવાર પિયુષ પટેલે એક નિવેદનમાં જણાવ્યું કે મારા પર કોંગ્રેસના કાર્યકરોએ જીવલેણ હુમલો કર્યો છે. હુમલો કર્યા બાદ વિડિઓ ઉતારવા અમારી ગાડીમાં દારૂ મુક્યો હતો. આ સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે અનંત પટેલ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. આદિવાસી સમાજમાં જાગૃકતા લાવવા સરકારી નોકરી છોડી જાહેર જીવન પસંદ કર્યું હોવાનું પણ તેમણે જણાવ્યું છે.

વાંસદાના ભાજપ ઉમેદવાર પર હુમલો, કોંગ્રેસના ઉમેદવાર પર આરોપ

નવસારીમાં ઝરી ગામે મતદાન પહેલા વાંસદાના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો થયો છે. ઘરે જતા સમયે અજાણ્યા શખ્સોએ ઉમેદવાર અને તેમના સમર્થકો પર જીવલેણ હુમલો કર્યો હતો. કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યો હોવાના આક્ષેપ લાગ્યા છે. જો કે પિયુષ પટેલની કારમાં પણ તોડફોડ કરી હતી. હુમલાના પગલે પિયુષ પટેલને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. સમગ્ર મામલે ભાજપ ઉમેદવાર પિયુષ પટેલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 

જાણો આજની ચૂંટણીના તમામ તથ્યો

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. સવારે 8 થી સાંજે 5 વાગ્યા સુધી વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રથમ તબક્કામાં કુલ 788 ઉમેદવારોનું ભાવી નક્કી થશે. 39 રાજકીય પક્ષો વચ્ચે ટક્કર. 25 હજાર 430 મતદાન મથકોમાં 2 કરોડ 39 લાખથી વધુ નાગરિકો મતદાન કરશે. કુલ 34 હજાર 324 EVM અને 38 હજાર 749 VVPAT મશીનોનો ઉપયોગ કરાશે.

પ્રથમ તબક્કામાં કુલ 1,24,33,362 પુરૂષ અને 1,15,43,308 મહિલા મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 788 ઉમેદવારો છે. કુલ 788 ઉમેદવારોમાંથી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. પ્રથમ તબક્કામાં કુલ 339 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે.

Published on: Dec 01, 2022 10:26 AM
g clip-path="url(#clip0_868_265)">