Gujarat Assembly Election 2022 : જામનગર માં વડાપ્રધાનના પ્રવાસને લઇને તૈયારીઓ શરૂ, મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક

|

Oct 06, 2022 | 5:22 PM

Gujarat Assembly Election 2022 : 10 ઓક્ટોબરે જામનગરમાં (Jamnagar)વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે.પીએમ મોદી જામનગરમાં જાહેર ભાને સંબોધન કરશે છે. ત્યારે તંત્ર દ્રારા તેમના કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં શરૂ કરવામાં આવી છે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં આશરે એક લાખ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે ખાસ ડોમ બનવામાં આવ્યો છે.

Gujarat Assembly Election 2022 : જામનગર માં વડાપ્રધાનના પ્રવાસને લઇને તૈયારીઓ શરૂ, મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક
PM Modi Gujarat Visit

Follow us on

ગુજરાતમાં વિધાનસભા ચુંટણીને(Gujarat Assembly Election 2022)લઇને ભાજપે રાજ્યમાં તૈયારીઓ આરંભી દીધી છે. જેમાં પીએમ મોદી(PM Modi) ના ગુજરાત (Gujarat)પ્રવાસ સતત વધી રહ્યા છે. જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી ગુજરાત આવશે. 10 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના જામનગરમાં (Jamnagar)વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે.પીએમ મોદી જામનગરમાં જાહેર ભાને સંબોધન કરશે છે. ત્યારે તંત્ર દ્રારા તેમના કાર્યક્રમને લઈને તૈયારીઓ કરવામાં શરૂ કરવામાં આવી છે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં આશરે એક લાખ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા સાથે ખાસ ડોમ બનવામાં આવ્યો છે. અધિકારીઓ દ્રારા સ્થળ મુલાકાત લઈને જરૂરી સુચનો આપવામાં આવ્યા. સાથે જે સુરક્ષા માટેની તકેદારી પણ લેવામાં આવે છે. ડોમના ખુણે-ખુણાનું સુરક્ષા કર્મચારીઓ દ્રારા ચેકિંગ કરવામાં આવે છે. જિલ્લા પ્રભારી મંત્રી બ્રિજેશ મેરજાના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાનની જામનગર મુલાકાત સંદર્ભે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ. સૌની યોજના, જામનગર મહાનગરપાલિકા, પાણી પુરવઠા યોજના તથા હરીપર ખાતે સૌર ઉર્જા આધારિત વીજ પરીયોજનાના રૂપિયા 1462 કરોડના ખર્ચે 9 જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરશે.

 વડાપ્રધાન જામનગર ખાતે સૌની યોજનાલિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે

પીએમ મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. 10 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સૌની યોજનાલિંક-1 પેકેજ-5 અને લિંક-3 પેકેજ-7નું લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કર્તવ્યનિષ્ઠ સરકાર વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કાર્યો થકી જનતાના જીવનમાં સુખ-સુવિધાઓ વધારવા માટે સતત પ્રયત્નશીલ છે, જેનો વધુ એક પુરાવો એટલે સૌની યોજનાના બીજા અને ત્રીજા તબક્કાનું લોકાર્પણ કરશે.

સૌની યોજનાનો બીજો તબક્કો

સૌની યોજનાના બીજા તબક્કામાં લિંક-1ના પેકેજ-5ના લોકાર્પણ થકી કુલ રૂ.314.69 કરોડના ખર્ચે 66 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા લાલપુર તાલુકાના પીપરટોડા ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 7 પંપ દ્વારા અને ખંભાળિયા તાલુકાના સિદ્ધપુર ગામ પાસે નિર્મિત ફીડર પંપિંગ સ્ટેશન ખાતે 4 પંપ દ્વારા જામનગર જિલ્લાના 5 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 5 એમ કુલ 10 જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 3 એમ કુલ 5 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે. જેનાથી જામનગર જિલ્લાના લાલપુર અને જામનગર તાલુકાના અંદાજિત 32 ગામોના 21,061 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના અંદાજિત 23 ગામોના 10,782 એકર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીની સુવિધાનો લાભ મળશે. તેનાથી એકંદરે 65,000થી પણ વધુ લોકોને ફાયદો થશે અને આસપાસના કુલ 31,843 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણી માટેની પર્યાપ્ત સુવિધા મળતા હરિયાળી સમૃદ્ધિના પગરણ મંડાશે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

સૌની યોજનાનો ત્રીજો તબક્કો

સૌની યોજનાના ત્રીજા તબક્કામાં લિંક-3ના પેકેજ-7ના લોકાર્પણ થકી કુલ રૂ.729.15 કરોડના ખર્ચે 104.160 કિમી લાંબી પાઇપલાઇન દ્વારા કાલાવડ તાલુકાના જાલણસર ગામ પાસે નિર્મિત પંપિંગ સ્ટેશન ખાતે 5 પંપ દ્વારા જામનગર જિલ્લાના 4, રાજકોટ જિલ્લાના 2, પોરબંદર જિલ્લાના 2 અને દેવભૂમિ દ્વારકાના 3 એમ કુલ 11 જળાશયો પાણીથી છલકાશે. આ પૈકી જામનગર જિલ્લાના 2, રાજકોટ જિલ્લાના 2, પોરબંદરના 1 અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 1 એમ કુલ 6 જળાશયો થકી પીવાનું પાણી પણ આપવામાં આવે છે.

રાજકોટ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં પહોંચશે નર્મદાના પાણી

જેનાથી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના અંદાજિત 26 ગામોના 25,736 એકર વિસ્તારમાં, જામનગર જિલ્લાના કાલાવડ, જામજોધપુર તથા જામનગર તાલુકાના અંદાજિત 20 ગામોના 16,471 એકર વિસ્તારમાં તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના અંદાજિત 30 ગામોના 22,769 એકર વિસ્તારમાં તથા પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના અંદાજિત 10 ગામોના 6991 એકર વિસ્તારમાં સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓનો લાભ મળશે. આમ, એકંદરે 1,20,000થી પણ વધુ લોકોને આનાથી ફાયદો થશે અને આસપાસના કુલ 71,967 એકર વિસ્તારને સિંચાઇ અને પીવાના પાણીની સુવિધાઓ પ્રાપ્ત થશે.

 

Next Article