Education : PM SHRI Schools સામાન્ય શાળાઓથી આવી રીતે હશે અલગ…. જાણો, 10 વિશેષતાઓ
કેન્દ્ર સરકાર દેશમાં 14,500 PM શ્રી શાળાઓ બનાવવા જઈ રહી છે. PM SHRI શાળાઓની વિશેષતા શું હશે? તે અન્ય શાળાઓથી કેવી રીતે અલગ હશે? 10 પોઈન્ટમાં જાણો.
PM Shri School
Follow us on
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) 5 સપ્ટેમ્બર 2022ના શિક્ષક દિવસના અવસરે PM શ્રી શાળાઓની જાહેરાત કરી હતી. PM SHRI દેશભરમાં શાળાઓ ખોલવામાં આવશે. આને રાઇઝિંગ ઇન્ડિયા માટે પ્રધાનમંત્રી શાળાઓ એટલે કે PM SHRI યોજના હેઠળ વિકસાવવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે, આ કામ તબક્કાવાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, 14,500 શાળાઓને પીએમ શ્રી શાળાઓ તરીકે વિકસિત અને અપગ્રેડ કરવામાં આવશે. સવાલ એ છે કે આ શાળાઓમાં એવું શું ખાસ હશે, જે તેમને અન્ય શાળાઓથી અલગ બનાવશે…?
સરકાર હાલની શાળાઓનો વિકાસ અને અપગ્રેડ કરવા જઈ રહી છે અને તેમને PM SHRI બનાવવા જઈ રહી છે. આ શાળાઓમાં શું થશે? કેવી હશે આ શાળાઓ? તેમનાથી શું ફાયદો થશે? આ લેખમાં PM Shri Scheme હેઠળ બનાવવામાં આવનારી પીએમ શ્રી શાળાઓની 10 મુખ્ય વિશેષતાઓ જણાવવામાં આવી રહી છે.
PM Shri Schoolની 10 વિશેષતાઓ
PM શ્રીની જાહેરાત કરતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ મોડેલ સ્કૂલો હશે જે સંપૂર્ણપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) સાથે સુસંગત હશે. તેમને કેન્દ્ર તરફથી ભંડોળ મળશે.
મોદીએ ટ્વિટ કર્યું કે, પીએમ શ્રી શાળાઓને સંપૂર્ણ રીતે આધુનિક બનાવવામાં આવશે. શાળાની ઇમારતોને પણ અપગ્રેડ કરવામાં આવશે. આને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અનુસાર મોલ્ડ કરવામાં આવશે.
આ શાળાઓમાં માત્ર સ્માર્ટ ક્લાસરૂમ જ નહીં, સાથે-સાથે કોમ્પ્યુટર લેબથી લઈને લેબોરેટરીઓ, લાઈબ્રેરીઓ અને અન્ય સ્થળોએ નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
આ શાળાઓમાં, વધુ ને વધુ પ્રાયોગિક, પરિવર્તનશીલ અને સર્વગ્રાહી એટલે કે સર્વાંગી વિકાસ/સંકલિત પદ્ધતિ (જેમાં તમામ પ્રકારની ઇન્ડોર, આઉટડોર પ્રવૃત્તિઓ હશે) શિક્ષણ, શીખવા માટે અપનાવવામાં આવશે.
આ શાળાઓમાં ડિસ્કવરી ઓરિએન્ટેડ અને લર્નિંગ સેન્ટ્રીક ટીચિંગ મેથડ લાગુ કરવામાં આવશે. એટલે કે, તે એવી રીતે શીખવવામાં આવશે કે, બાળકોમાં નવી વસ્તુઓ શીખવાની અને શોધવાની ક્ષમતાનો વિકાસ થાય. નહી કે ગોખવાની. રમત-ગમતમાં શિક્ષણ અને રમકડાં આધારિત શિક્ષણ આપવામાં આવશે.
આ શાળાઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ રમત-ગમતની સુવિધાઓમાં પણ ટોપ બનાવવામાં આવશે. દરેક લોકપ્રિય રમતો, રમતો શીખવાની, રમવાની તકો હશે.
પીએમ શ્રી શાળાઓમાં આર્ટ રૂમ પણ હશે. એટલે કે બાળકોના વ્યક્તિત્વમાં સર્જનાત્મકતા અને કલાનો પણ બાળપણથી જ વિકાસ થશે.
આ શાળાઓને ગ્રીન સ્કૂલ તરીકે વિકસાવવામાં આવશે. તેમના કેમ્પસને એવી રીતે તૈયાર કરવામાં આવશે કે, પાણીના સંરક્ષણથી લઈને કચરાના રિસાયક્લિંગ સુધી, વીજળીની બચતનું ધ્યાન રાખવામાં આવશે.
PM Shri શાળાઓનો અભ્યાસક્રમ એવો હશે કે, તે બાળકોમાં ઓર્ગેનિક જીવનશૈલીને પ્રોત્સાહન આપી શકે.
શિક્ષણ મંત્રાલયના ઓફિશિયલ નિવેદન અનુસાર, દરેક વર્ગમાં દરેક બાળક પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. દરેક બાળક કેટલું શીખે છે? આ માટે, દરેક સ્તરે મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં પરીક્ષણ કરવામાં આવશે કે બાળકો જાણે છે કે તેઓ જે શીખી રહ્યાં છે તેને વાસ્તવિક જીવનમાં કેવી રીતે લાગુ કરવું.