AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો, પોલીસ બોલાવવી પડી, જુઓ Video

Breaking News: ધ્રોલમાં ડીઝલની અછતથી ખેડૂતોનો આક્રોશ, પેટ્રોલ પંપ પર હોબાળો, પોલીસ બોલાવવી પડી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2026 | 11:50 AM
Share

જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ડીઝલની અછતને લઈને ખેડૂતોમાં ભારે હોબાળો સર્જાયો છે. ખેડૂતોને પૂરતું ડીઝલ ન મળતા પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી હતી અને પરિસ્થિતિ તંગ બની હતી. ઘણા ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં ડીઝલ ન મળતાં તેઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

આ દરમિયાન એક ખેડૂતે ગુસ્સામાં આવી પોતાનો કેરબો તોડી નાખી રોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે જો તમામને સમાન રીતે મર્યાદિત ડીઝલ આપવામાં આવે તો બધાને પૂરતું ઈંધણ મળી શકે, પરંતુ કેટલાક લોકોને 15-20 હજાર રૂપિયાનું ડીઝલ સરળતાથી આપવામાં આવે છે જ્યારે અન્ય ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડે છે.

પેટ્રોલ પંપ પર સ્થિતિ વધુ તંગ બનતાં અને હોબાળો વધતાં પોલીસને ઘટનાસ્થળે બોલાવવાની ફરજ પડી હતી. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જે ખેડૂતોની મુશ્કેલી અને ડીઝલ વિતરણમાં ઉભી થયેલી અસમર્થતા દર્શાવે છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનાવવાનું આયોજન? સરહદ પારથી ડ્રગ્સ મગાવવામાં ભાજપના નેતાના સગા ભાઈનું નામ ખુલતાં વહીવટી તંત્રમાં ભૂકંપ! જુઓ Video

Published on: May 21, 2026 11:30 AM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">