અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે સોનાના કડાની ચોરી, જુઓ Video
અમદાવાદના નારણપુરામાં આવેલા પ્રખ્યાત અંબિકા જ્વેલર્સમાંથી દિવસે દહાડે સોનાના કડાની ચોરી થઈ છે. ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક અજાણ્યા શખ્સે વેપારીની નજર સામે જ આ હાથફેરો કર્યો હતો.
અમદાવાદના નારણપુરા વિસ્તારમાં ધોળા દિવસે ચોરીની એક સનસનીપૂર્ણ ઘટના સામે આવી છે. નારણપુરામાં આવેલા પ્રખ્યાત અંબિકા જ્વેલર્સને એક ગઠિયાએ નિશાન બનાવ્યો હતો. ગ્રાહકના સ્વાંગમાં આવેલા એક અજાણ્યા શખ્સે વેપારીની નજર સામે જ સોનાના કડાની ચોરી કરી હતી.
દાગીના જોવાના બહાને આરોપી દુકાનમાં ઘુસ્યો હતો અને માલિકની નજર ચૂકવીને કડો લઈ પલકવારમાં ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે હાલ ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આવી વારંવાર બનતી ઘટનાઓથી ગુજરાતના સોની વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરી કરતી આવી ગૅન્ગ સક્રિય થતાં વેપારીઓ ચિંતિત છે.
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
