AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ, PGVCLની તાબડતોબ કાર્યવાહી, જુઓ Video

Breaking News : સુરેન્દ્રનગરમાં મેગા ચેકિંગ દરમિયાન 1.25 કરોડની વીજચોરીનો પર્દાફાશ, PGVCLની તાબડતોબ કાર્યવાહી, જુઓ Video

| Updated on: May 21, 2026 | 12:26 PM
Share

PGVCL દ્વારા કુલ 125 ઘરોમાં વીજ કનેક્શન અને મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 84 ઘરોમાં સીધી વીજચોરી સામે આવી છે.

સુરેન્દ્રનગરમાં 1.25 કરોડ વીજચોરી સામે આવી છે . PGVCL અને પોલીસ દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરીને સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના લક્ષ્મીપરા, પોપટપરા, કૃષ્ણનગર અને મિયાણાવાડ વિસ્તારોમાં વહેલી સવારથી જ સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં પોલીસના આશરે 100 જવાનો અને PGVCLની 40 ટીમો જોડાઈ હતી.

સુરેન્દ્રનગરમાં 1.25 કરોડ વીજચોરી ઝડપાઈ

મળતી માહિતી મુજબ, PGVCL દ્વારા કુલ 125 ઘરોમાં વીજ કનેક્શન અને મીટરની તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન 84 ઘરોમાં સીધી વીજચોરી સામે આવી છે. વીજચોરીના કેસોમાં PGVCLએ અંદાજે 1.25 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

PGVCL અને પોલીસે કર્યું મેગા ઓપરેશન

અધિકારીઓના જણાવ્યા અનુસાર, અનેક સ્થળોએ મીટર સાથે છેડછાડ તેમજ ગેરકાયદેસર રીતે લાઈનો ખેંચીને વીજ પુરવઠો લેવામાં આવતો હતો. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા પણ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો.

વીજચોરી સામે કડક કાર્યવાહી

તપાસ દરમિયાન બુટલેગરો અને હિસ્ટ્રીશીટરોના ઘરોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસે કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ અંગે માહિતી એકત્ર કરી આગળની તપાસ શરૂ કરી છે. PGVCLએ જણાવ્યું હતું કે, આવનારા સમયમાં પણ વીજચોરી સામે આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

Breaking News : ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનાવવાનું આયોજન? સરહદ પારથી ડ્રગ્સ મગાવવામાં ભાજપના નેતાના સગા ભાઈનું નામ ખુલતાં વહીવટી તંત્રમાં ભૂકંપ! જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">