ગાજરની ખેતી સપ્ટેમ્બર મહિનાથી શરૂ થાય છે. બટાકાની સાથે ખેડૂતો તેનું પણ વાવેતર શરૂ કરે છે. ઠંડી ઋતુની આ મોસમી શાકભાજી બજારમાં ત્રણથી ચાર મહિના સુધી સારી વેચાય છે. ભારતમાં મુખ્યત્વે બે પ્રકારના ગાજરની ખેતી થાય છે, યુરોપિયન અને એશિયન. ગાજરની ખેતીથી સારો નફો મેળવી શકાય છે, જો તેની જાત યોગ્ય પસંદ કરી હોય તો. આજે આપણે ગાજરની સુધારેલી જાતો વિશે જાણીશું અને એ પણ જોશું કે કઈ જાતિ કેટલી ઉપજ આપે છે.
એશિયન જાતો : પુસા રૂધિરા, પુસા મેઘાલી, પુસા કેશર, હિસાર ગેરિક, હિસાર મધુર, હિસાર રસિલી, પુસા આસીતા, પુસા યમદગ્ની, પુસા નયનજ્યોતિ, પુસા વસુધા
યુરોપિયન જાતો : ચેંટની, નૈનટિસ, પુસા યમદાગીની
ચેંટની
ગાજરની આ જાત 80 થી 90 દિવસમાં તૈયાર થઈ જાય છે. તે કદમાં એકદમ જાડા છે. તેની ખેતી મુખ્યત્વે મેદાની ક્ષેત્રોમાં થાય છે, એક હેક્ટરમાં 150 ક્વિન્ટલ ગાજરનું ઉત્પાદન થાય છે.
નૈનટિસ
આ જાત વિશેની સારી બાબત એ છે કે તે સુગંધિત છે. લગભગ 110 થી 120 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. મેદાની ક્ષેત્રોમાં તેની ખેતી થતી નથી. હેક્ટર દીઠ 200 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મળે છે.
હિસાર રસિલી
ગાજરની આ જાતની બજારમાં સૌથી વધુ માગ છે. તેનો રંગ ઘેરો લાલ, ફળ લાંબુ અને પાતળું હોય છે. તે ખેડૂતોમાં પણ સૌથી વધુ લોકપ્રિય છે. પાક 85 થી 95 દિવસમાં તૈયાર થઈ જાય છે. ઉત્પાદન પ્રતિ હેક્ટર 150 થી 200 ક્વિન્ટલ. તે રોગ પ્રતિરોધક પણ છે.
હિસાર મધુર
આ ગાજરની નવી જાત છે અને ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય છે. ગાજરની લંબાઈ 25 થી 30 સે.મી. હોય છે અને ઉત્પાદન 150 થી 200 ક્વિન્ટલ.
હિસાર ગેરીક
આ જાત તેના ઉત્પાદન માટે જાણીતી છે. તેનો રંગ આછો નારંગી હોય છે. હેક્ટર દીઠ સરેરાશ ઉપજ 275 ક્વિન્ટલ છે.
પુસા મેઘાલી
ખેડૂતો આ જાતનું વાવેતર સપ્ટેમ્બરમાં કરે છે અને તે 100 થી 110 દિવસમાં તૈયાર થઈ જાય છે. સરેરાશ ઉપજ 250 થી 350 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે.
પુસા કેશર
આ ગાજરની દેશી જાત છે. તેના પાંદડા નાના હોય છે. હેક્ટર દીઠ સરેરાશ ઉપજ 250 ક્વિન્ટલ સુધી થાય છે.
પુસા રૂધિર
ખેડૂતો 15 સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે વાવેતર કરે છે અને તે ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જાય છે. હેક્ટર દીઠ ઉપજ 280 થી 300 ક્વિન્ટલ છે.
પુસા આંસિત
ગાજરની આ જાતનો રંગ આછો કાળો છે. સપ્ટેમ્બરથી ઓક્ટોબર વચ્ચે વાવણી પણ થાય છે. પાક 90 થી 110 દિવસમાં તૈયાર થઈ જાય છે. ઉત્પાદન પ્રતિ હેક્ટર આશરે 250 ક્વિન્ટલ છે.
આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
આ પણ વાંચો : Edible oil price : નાગરિકો માટે ખુશીના સમાચાર, આ મહિને સસ્તું થશે ખાદ્ય તેલ, છેલ્લા એક વર્ષથી થઇ રહ્યો ભાવમાં વધારો