ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં કપાસ અને ડાંગરના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં જ ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે કપાસ (Cotton) અને ડાંગરના પાકમાં શું કરવું.
કપાસ
1. ગુલાબી ઇયળની મોજણી માટે લગાવેલ ટ્રેપમાં ૮ થી ૧૦ ની સંખ્યામાં ફુદા જોવા મળે ત્યારે નીચે દર્શાવેલ દવામાંથી કોઇ પણ એક દવાનો છંટકાવ ૧૦ લિટર પાણીમાં ભેળવીને કરવો.
2. કિવનાલફોસ ૨૫% ઇ.સી. ૨૦ મી.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦% ઇ.સી. ૧૦ મી.લી. અથવા થાયોડીકાર્બ ૭૫ વેટેબલ પાઉડર ૭ ગ્રામ અથવા કાર્બારીલ ૫૦% વેટેબલ પાઉડર ૪૦ ગ્રામ અથવા ફેનવેલરેટ ૨૦% ઇ.સી. ૧૦ મી.લી. અથવા ડેલ્ટામેથ્રીન ૧ + ટ્રાયઝોફોસ ૩૫% ઇ.સી. ૨૦ મી.લી. અથવા બીટા સાયફલુથ્રીન ૨.૫% એસ.સી. ૧૦ મી.લી. અથવા સ્પીનોસાડ ૪૫% એસ.સી. ૩ મી.લી.
3. મીલીબગનાં નિયંત્રણ માટે પ્રોફેનોફોસ ૫૦ ઇસી ૧૦ મિ.લિ. અથવા કાર્બારીલ ૫૦% વે.પા. ૪૦ ગ્રામ અથવા ક્વિનાલફોસ ૨૦ મિ.લિ. અથવા એસીફેટ ૭૫ એસ.પી. ૧૦ ગ્રામ અથવા થાયોડીકર્બ ૭૫% વે.પા. ૭ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ભેળવી જરૂરીયત પ્રમાણે ૨-3 છંટકાવ કરવા.
4. કપાસ પાકમાં બ્લુ કોપર હેક્ઝીક્લોરાઇડ ૧૦ લીટરમાં ૪૦ ગ્રામ અથવા મેન્કોઝેબ ૨૬ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી મૂળમાં ડ્રેન્ચીંગ કરવું.
5. પુખ્ત ચાંચવાને મારવા માટે શેઢા પાળા પર ક્વીનાલફોસ ૧.૫ ટકા ભૂકી અથવા ફેનવાલરેટ ૦.૪ ટકા ભૂકી પ્રતિ હેક્ટરે ૨૫ કિગ્રા પ્રમાણે કપાસના પાક પર છાંટવી.
6. સુંઢિયું જોવા મળે ત્યારે કપાસના થડ પાસે ક્લોરપાયરીફોસ ૧૦ લિટર પાણીમાં ૨૦ મી.લી. દવાનું દ્રાવણ રેડવું, જેથી ઈયળોનો નાશ થાય. ભૂકીરૂપ દવા આ જીવાત સામે વધુ અસરકારક જણાયેલ છે. તેમ છતાં પ્રવાહી/દ્રાવ્યરૂપ ક્વીનાલફોસ ૨૦ મિલીઇન્ડોક્ઝાકાર્બ ૨ થી ૫ મી.લી., પ્રોફેનોફોસ ૧૦ થી ૧૫ મી.લી. થાયોડીકાર્બ ૭ ગ્રામ દવા પૈકી કોઈ એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
7. પર્યાવરણ માટે સલામત હોય તેવી જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.
ડાંગર
1. ડાંગર પાકમાં ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે ફેર રોપણી પછી ૩૦-૩૫ દિવસે અથવા કાર્બોફ્યુરાન ૩ જી (૮ થી ૧૦ કિ.ગ્રા.) અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૫ કિ.ગ્રા બે વખત આપવાથી ઉપદ્રવ કાબુમાં રહે છે. અથવા ટ્રાયઝોફોસ ૪૦ ઈસી ૨૦ મિ.લી. અથવા એસીફેટ ૭૫ એસપી ૧૦ ગ્રામ અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ૨.૫-૩.૦૦ મિલી અથવા લેમડા સાયહેલોથ્રીન ૫ ઇસી ૫ મિ.લી. પૈકી ગમે તે એક કિટનાશક ૧૦ લીટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : ભારતીય કૃષિ સંશોધન સંસ્થાએ ખેડૂતો માટે જાહેર કરી એડવાઈઝરી, ખેડૂતો તેના પર આપે ધ્યાન નહીંતર થશે નુકસાન
આ પણ વાંચો : નર્સરીમાં કામ કરતા શીખી ખેતી કરવાની કળા, હવે બાગાયતી પાકોની ખેતી દ્વારા કરી રહ્યા છે કમાણી