Green Rice Farming: ભારત સહિત ઓસ્ટ્રેલિયામાં પણ રહે છે આ ચોખાની સતત માગ, એક કિલો બિયારણ આપી શકે છે 37 કિલો ઉત્પાદન

લીલા ચોખા હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ તે સરળતાથી ઉપલબ્ધ નથી કારણ કે તે ત્યારે જ એકત્રિત કરી શકાય છે જ્યારે વાંસનું જીવન ચક્ર પૂર્ણ થાય છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે ગ્રીન રાઈસ (Green Rice Farming)નું ઉત્પાદન કરવામાં આવે છે.

Green Rice Farming: ભારત સહિત ઓસ્ટ્રેલિયામાં પણ રહે છે આ ચોખાની સતત માગ, એક કિલો બિયારણ આપી શકે છે 37 કિલો ઉત્પાદન
Symbolic ImageImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2022 | 11:10 AM

ગ્રીન રાઈસ (Green Rice)એ વાંસના બીજ છે. એટલા માટે તેને બામ્બુ રાઈસ અથવા મુલાયારી તરીકે પણ ઓળખાય છે. લીલા ચોખા પોટેશિયમ અને પ્રોટીનનો સારો સ્ત્રોત છે. તેઓ હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ સારા માનવામાં આવે છે. પરંતુ તે સરળતાથી ઉપલબ્ધ નથી કારણ કે તે ત્યારે જ એકત્રિત કરી શકાય છે જ્યારે વાંસનું જીવન ચક્ર પૂર્ણ થાય છે. ત્યારે ચાલો જાણીએ કેવી રીતે ગ્રીન રાઈસ (Green Rice Farming)નું ઉત્પાદન કરવામાં આવે છે.

ઓર્ગેનિક ખેતી (Organic Farming)માં છત્તીસગઢના બાલોદ પ્રદેશે સમગ્ર જિલ્લામાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આપને જણાવી દઈએ કે હવે લાલ, કાળા અને સફેદ ચોખાની ખેતી બાદ અહીં લીલા ચોખાનું ઉત્પાદન ધૂમ મચાવી રહ્યું છે. જેની માગ ભારતના તમામ રાજ્યો ઉપરાંત દૂર દૂરના દેશોમાં છે.

લીલા ચોખાની ખેતીમાંથી ખેડૂતોને થતા નફાને જોઈને કૃષિ વિજ્ઞાન રાયપુરની ટીમે પણ લીલા ચોખાની ખેતીનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં જિલ્લાની 15 જેટલી ડીસીમીલોમાં એક કિલો લીલા ચોખાના બિયારણનો છંટકાવ કરીને 37 કિલો લીલા ચોખાનું ઉત્પાદન થયું હોવાનું ટીમ દ્વારા કરાયેલા ટેસ્ટમાં જોવા મળ્યું હતું. ત્યારે આ રાજ્યના તમામ ખેડૂતો લીલા ચોખાની ખેતીમાંથી સારો નફો પણ મેળવી રહ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ખેડૂત મુકેશ ચૌધરીના જણાવ્યા અનુસાર તેઓ લીલા ચોખા પર ધ્યાન આપી રહ્યા છે. આ ચોખા ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. આ ચોખાની કિંમત લગભગ 300 રૂપિયા પ્રતિ કિલો જણાવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેતીની પદ્ધતિમાં ઘણા બદલાવ આવ્યો છે. છત્તીસગઢના ખેડૂતો પરંપરાગત ખેતીની સાથે વૈજ્ઞાનિક ખેતી પર ધ્યાન આપી રહ્યા છે.

છત્તીસગઢના વિકાસમાં ખેડૂતો અને ડાંગર બંનેનું મહત્વનું યોગદાન છે. રાજ્યમાં લગભગ 80 ટકા ખેડૂતો છે. આમાંના મોટાભાગના ખેડૂતોનું જીવન ડાંગર અને તેમાંથી થતી આવક પર નિર્ભર છે. ત્યારે એક ખેડૂતે ટ્રાયલ તરીકે, લીલા ચોખાના બીજ બહારથી આયાત કર્યા અને 15 ડિસમિલ(વીઘાની જેમ જમીન વિસ્તાર દર્શાવતો એકમ)માં તેની ખેતી કરવામાં આવી છે. પાકમાં બીજ નીકળી ગયા છે. તેની લણણી અને થ્રેસીંગ પણ 10 થી 15 દિવસમાં શરૂ કરવામાં આવશે. ખેડૂતે જણાવ્યું કે તેણે પહેલીવાર ખેતી કરી છે. તેને વેચશે નહીં પણ બિયારણ માટે રાખશે. દરેક ઋતુમાં તેની ખેતી કરશે.

બીજી તરફ અહીંના રાજ્યોત્સવમાં સનૌદના બે પ્રગતિશીલ ખેડૂતો ધ્રુવ રામ અને કોમલ રામે ઓર્ગેનિક ખેતીમાંથી ઉત્પાદિત રંગબેરંગી ચોખા અને ઘઉંના સ્ટોલ ઉભા કરી સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કોઈએ વિચાર્યું પણ ન હતું અને જોયું પણ ન હતું કે લીલા ચોખા પણ કરી શકાય છે. અહીં ઉત્પાદિત ઓર્ગેનિક ચોખા અને ઘઉંમાંથી વિદેશમાં દવાઓ બનાવવામાં આવી રહી છે. સતત માગના કારણે ખેડૂતોનો ઓર્ગેનિક ખેતી તરફ પણ રસ વધી રહ્યો છે. ઓર્ગેનિક ચોખાનો ભાવ પણ પ્રતિ ક્વિન્ટલ 7 થી 8 હજારની રેન્જમાં વેચાઈ રહ્યો છે.

આ સિવાય ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવતા ચોખાના સારા ભાવ તો મળે જ છે, સાથે જ તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેના સેવનથી શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી જેવી કે અપચો, અજીર્ણ અને પેટના દુખાવાની સમસ્યા થતી નથી. છત્તીસગઢમાં ઓર્ગેનિક રીતે રંગીન ચોખાનું ઉત્પાદન જોઈને આજુબાજુના તમામ જિલ્લાના ખેડૂતોને પ્રેરણા મળી રહી છે. આ સાથે અહીં ઉત્પાદિત ઓર્ગેનિક ચોખા અને ઘઉંનો વિદેશમાં પણ ઔષધીય સ્વરૂપે ઉપયોગ થઈ રહ્યો છે. તેની માગ સતત વધી રહી છે.

આ પણ વાંચો: The Kashmir Files Controversy : શું કપિલ શર્માએ બતાવ્યુ અડધુ સત્ય ? અનુપમ ખેરે ટ્વિટ કરીને ખોલી પોલ

આ પણ વાંચો: Viral: ઝેબ્રાના શિકારના ચક્કરમાં સિંહને પડી જોરદાર લાત, વીડિયો જોઈ હસવું નહીં રોકી શકો

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">