AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિદ્યાર્થીએ માનવ વાળમાંથી બનાવ્યું ઓર્ગેનિક ખાતર, જમીનમાં ફળદ્રુપતા વધારવાથી લઈ આટલું છે ઉપયોગી

જૈવિક ખાતરનો ઉપયોગ પાકના ઉત્પાદન માટે તો સારો સાબિત થાય છે, પરંતુ તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. ઓર્ગેનિક ખાતરની વધતી માગને જોતા સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. આ સાથે અનેક કૃષિ તજજ્ઞોએ ઓર્ગેનિક ખાતર બનાવવાની નવી ટેકનિક પણ વિકસાવી છે.

વિદ્યાર્થીએ માનવ વાળમાંથી બનાવ્યું ઓર્ગેનિક ખાતર, જમીનમાં ફળદ્રુપતા વધારવાથી લઈ આટલું છે ઉપયોગી
Student made organic fertilizer from human hair (PC: Social Media)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 11:43 AM
Share

જૈવિક ખાતરનો ઉપયોગ પાક માટે વરદાન સાબિત થઈ રહ્યો છે. તેનો ઉપયોગ પાકના ઉત્પાદન માટે તો સારો સાબિત થાય છે, પરંતુ તેનાથી ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. ઓર્ગેનિક ખાતરની વધતી માગને જોતા સરકાર પણ તેને પ્રોત્સાહન આપી રહી છે. આ સાથે અનેક કૃષિ તજજ્ઞોએ ઓર્ગેનિક ખાતર બનાવવાની નવી ટેકનિક પણ વિકસાવી છે.

આવા જ એક સમાચાર ઝારખંડના રાંચી જિલ્લાના છે, જ્યાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી (University of Agriculture)ના વિદ્યાર્થીએ માનવ વાળમાંથી ઓર્ગેનિક ખાતર (Student made organic fertilizer) બનાવ્યું છે. તો ચાલો આ સફળ પ્રયોગ વિશે વધુ માહિતી આપીએ.

જણાવી દઈએ કે રાંચી કોલેજના BBA ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી વિમલેશ યાદવે આ દિવસોમાં વાળમાંથી ઓર્ગેનિક ખાતર બનાવવા માટે એક નવી પહેલ કરી છે. તેમનો આ પ્રયોગ પણ ઘણો સફળ રહ્યો છે. કૃષિ વિભાગના અનેક વૈજ્ઞાનિકોએ પણ આ પ્રયોગની ખૂબ પ્રશંસા કરી છે.

વાળમાંથી બનાવેલ ઓર્ગેનિક ખાતર

વિમલેશ યાદવ કહે છે કે તેઓ છેલ્લા બે વર્ષથી તેમના ત્રણ મિત્રો સાથે મળીને આ ઓર્ગેનિક ખાતર (Organic manure) બનાવવાનું કામ કરી રહ્યા છે. આ સેન્દ્રિય ખાતરથી જમીનની ફળદ્રુપતામાં નોંધપાત્ર વધારો થશે, સાથે જ જમીનમાં જોવા મળતા કાર્બોનિક તત્વની ઉણપ પણ દૂર થશે. તેઓ વધુમાં કહે છે કે સેન્ટ્રલ ઓર્ગેનિક લેબ સેન્ટર, ગાઝિયાબાદ અને એક ખાનગી લેબને પ્રાયોગિક ધોરણે ઓર્ગેનિક ખાતરની ગુણવત્તાની તપાસ માટે નમૂનાઓ પણ મોકલવામાં આવ્યા છે.

તેના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ખાતરના ઉપયોગથી જમીનને 14 થી 15 ટકા નાઈટ્રોજનની સાથે સૂક્ષ્મ પોષકતત્વો, 4-5 ટકા કાર્બન 40 ટકા પોટાશ મળશે. જે પાક ઉત્પાદન અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખૂબ જ જરૂરી છે.

માનવ વાળમાંથી બાયોફર્ટિલાઇઝર બનાવાની પ્રક્રિયા (Biofertilizer From Human Hair)

સૌપ્રથમ સલૂનમાંથી વાળ એકત્ર કરવામાં આવે છે. ત્યાર બાદ રેગપીકર્સની મદદથી, વાળમાં રહેલા રંગ અથવા અન્ય ઝેરી તત્વને દૂર કરવા માટે તેમને સાફ કરીને પાણીથી ધોવામાં આવે છે. આ પછી 10 લિટર પાણીમાં ખાવાનો સોડા ભેળવીને એક સોલ્યુશન બનાવવામાં આવે છે, તેમાં 1 કિલો સ્વચ્છ વાળ નાખવામાં આવે છે.

આ પછી, વાળને 5 કલાક માટે 90 થી 200 ડિગ્રી સેલ્સિયસ સુધી બાહ્ય ગરમી આપવામાં આવે છે. આ પછી પ્રવાહીનું વજન માપવામાં આવે છે. આ મિશ્રણને એમિનો એસિડમાં રૂપાંતરિત કરવા માટે કુદરતી સૂક્ષ્મ પોષકતત્ત્વોનો ઉપયોગ કર્યો છે. આ મિશ્રણને 30 મિનિટ સ્ટેરિંગ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

ત્યાર બાદ ગરમ કરી અને વજન કરવામાં આવે છે. આ પછી મિશ્રણને ગાળીને અલગ કરી લેવામાં આવે છે. જેમાંથી 20 લીટરમાંથી 18 લીટર એમિનો એસિડ અને 2 લીટર અનડાઈજેસટેડ વાળ નીકળે છે. એમિનો એસિડ બોટલમાં ભરાય છે, જ્યારે ઘન કચરાને પુનઃપ્રક્રિયા કરવામાં આવે છે.

આ પણ વાંચો: PM-Kisan: બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ 10 કરોડ ખેડૂતોને સરકારે મોકલ્યો આ ખાસ મેસેજ

આ પણ વાંચો: Viral: વહેતી નદી પર કસરત કરતા યુવતીનું બગડ્યું બેલેન્સ, જુઓ પછી શું થયું

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">