હવામાનમાં અચાનક પલટો આવતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ક્યારેક તેમનો તૈયાર પાક નાશ પામે છે તો ક્યારેક ઉત્પાદકતા પ્રભાવિત થાય છે. તેનાથી બચવા માટે પ્રગતિશીલ અને સક્ષમ ખેડૂતો (Farmers) પોલી હાઉસ(Poly House)માં ખેતી કરી રહ્યા છે, પરંતુ તેની કિંમત ઘણી વધારે હોય છે. આ જ કારણ છે કે સરકાર (Government) પોલી હાઉસ ફાર્મિંગ (Poly House Farming)ને પ્રોત્સાહન આપવા માટે ખેડૂતોને સબસિડી (Subsidy) આપી રહી છે.
અહીં ઘણા લોકોને મનમાં સવાલ થાય કે પોલી હાઉસ અને ગ્રીન હાઉસ (Green House) વચ્ચે અંતર શું તો જણાવી દઈએ કે, પોલીહાઉસ એ ગ્રીનહાઉસનો એક પ્રકાર છે જે ડોમ આકારની છત અથવા બાજુઓને આવરી લેવા માટે પોલિઇથિલિન (Polyethylene)નો ઉપયોગ કરવામાં આવે છે. તેને પોલી હાઉસ કહે છે જે એક લોકપ્રિય પસંદગી છે કારણ કે અન્ય ગ્રીન હાઉસ કરતાં તેને બનાવવામાં ઓછો ખર્ચ થાય છે.
હિમાચલ પ્રદેશ સરકારે ખેડૂતોને પોલી હાઉસ બનાવવા માટે મોટા પાયે સબસિડી આપવાની શરૂઆત કરી છે. જો ખેડૂતો પોલી હાઉસ બનાવે છે તો કુલ ખર્ચના 85 ટકા સબસિડી તરીકે આપવામાં આવશે. પોલી હાઉસમાં ખેતી કરીને ખેડૂતો આખા વર્ષ દરમિયાન ઉચ્ચ ગુણવત્તાવાળા ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરી શકે છે.
ખેડૂતોએ માત્ર 15 ટકા જ ખર્ચ કરવો પડશે
85 ટકા સબસિડી મેળવવા માટે ખેડૂતોએ 4000 ચોરસ મીટરથી ઓછા વિસ્તારમાં પોલી હાઉસ બનાવવું પડશે. અગાઉ આ મર્યાદા 2000 ચોરસ મીટર હતી. જો બાંધકામના 5 વર્ષમાં કોઈ નુકસાન થાય છે, તો તેને બદલવા માટે 50 ટકા સબસિડી આપવામાં આવશે. જો પોલી હાઉસ નિર્ધારિત માપદંડો પર બાંધવામાં આવ્યું નથી, તો સબસિડી આપવામાં આવશે નહીં.
હિમાચલ પ્રદેશ સરકારે આ યોજનાનું નામ ‘મુખ્યમંત્રી નૂતન પોલી હાઉસ પ્રોજેક્ટ’ આપ્યું છે. આ અંતર્ગત ખેડૂતોએ પોલી હાઉસ બનાવવા માટે માત્ર 15 ટકા રકમ ખર્ચવાની રહેશે, બાકીની રકમ સરકાર તરફથી સબસિડી સ્વરૂપે મળશે. યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ કૃષિ વિભાગને અરજી કરવાની રહેશે.
પોલી હાઉસના ફાયદા
પોલી હાઉસ અથવા ગ્રીન હાઉસમાં ખેતી કરવાના ઘણા ફાયદા છે. જેમાં ખેડૂતોને કુદરતી આફતો, વરસાદ, ઊંચા તાપમાન અને હિમ જેવી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. તેમજ તાપમાનને નિયંત્રિત કરીને, સમગ્ર વર્ષ દરમિયાન ઉત્પાદન લઈ શકાય છે. તેમા ઉચ્ચ ગુણવત્તાવાળા ફળો, ફૂલો અને શાકભાજીનું ઉત્પાદન થાય છે. ત્યારે ખેડૂતોને સામાન્ય પાક કરતાં અનેક ગણો વધુ ભાવ મળે છે.
કેટલી સહાય મળે છે
તેવી જ રીતે ગુજરાતમાં પણ ગ્રીન હાઉસ સ્થાપવા માટે 500 ચો.મી.થી 4000 ચો.મી. સુધીની મર્યાદામાં ખેડૂતોને કુલ ખર્ચના 50 ટકા રકમ મહત્તમ તેમજ રાજ્ય સરકારના હિસ્સા પેટે સામાન્ય ખેડૂતોને કુલ ખર્ચના 15 ટકા અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના ખેડૂતોને 25 ટકા વધારાની સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો: નાળિયેરના પાકમાં સફેદ માખીનો પ્રકોપ વધતા યુવાને સોશિયલ મીડિયામાંથી શોધ્યો રામબાણ ઈલાજ
આ પણ વાંચો: Narmada: જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદથી અંદાજે 10 હજાર હેક્ટરમાં ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન