Narmada: જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદથી અંદાજે 10 હજાર હેક્ટરમાં ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન
આ માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રવિ પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે સર્વે કામગીરી બાદ જ ખબર પડે કે કેટલું નુકસાન થયું છે.
નર્મદા(Narmada) જિલ્લામાં તુવેર, કપાસ, મરચી, દિવેલા, મગ અને ચણાના પાક(Crop damage)ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું છે. પહેલા તો નવરાત્રીમાં વરસાદ પડ્યો ત્યારબાદ દિવાળી સમયે માવઠું આવ્યું અને હાલ શિયાળામાં કમોસમી વરસાદ(Unseasonal rains)થી નર્મદા જિલ્લામાં ખેતીને ભારે નુકશાન થયું છે. નર્મદા જિલ્લામાં નાંદોદ અને ડેડીયાપાડામાં વધુ વરસાદથી અહીંના ખેડૂતો(Farmers)ને પડ્યા માથે પાટું જેવી સ્થિતિ છે.
આ માવઠાના કારણે ખેતીના પાકને નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હાલ રવિ પાકને પણ મોટાપાયે નુકસાન થયું છે. ત્યારે સર્વે કામગીરી બાદ જ ખબર પડે કે કેટલું નુકસાન થયું છે. 6000 હેક્ટરમાં શિયાળુ અને 4000 હેકટરમાં ચોમાસુ વાવેતર છે એટલે 10 હજાર હેકટરમાં નુકસાન થયું હોવાનું પ્રાથિમક ધોરણે લાગી રહ્યું છે.
નર્મદા જિલ્લાના થરી ગામના ખેડૂતની વાત કરીયે તો કપાસ, તુવેર, દિવેલા અને મરચી જેવા પાકોનું વાવેતર આ વિસ્તારના ખેડૂતો કરે છે હાલ બે દિવસ કમોસમી વરસાદ પાડવાના કારણે આ તમામ પાકમાં નુકસાન થયું છે. ખેતરમાં તુવેરી નમી ગઈ છે જયારે કપાસ પર ઝીંડવા લાગી ગયા છે અને કપાસ પણ તૈયાર થઈ ગયો છે જે વરસાદના કારણે પલળીને કાળો પડી ગયો છે.
જયારે મરચીના પાકમાં પણ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પેહલા કોરોના કાળ પછી તાઉતે વાવાઝોડુ અને હવે માવઠાથી ખેડૂતોની સ્થિતિ કપરી બની છે. ઘણા ખેડૂતોએ પાક ઉપર લોન લીધી છે તે હવે કેવી રીતે લોનની ભરપાઈ કરશે તે પણ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ખેડૂતોની માગ છે કે રાજ્ય સરકાર સહાય આપે તો ફરીથી તેઓ આ કુદરતી આફતમાંથી ઉગરી શકે છે.
નર્મદા જિલ્લામાં રાજ્ય સરકારે કરેલી જાહેરાતને પગલે કોઈ સહાય મળતી નથી તાઉતે વાવાઝોડા(Tauktae cyclone)માં પણ નર્મદા જિલ્લાના ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું હતું પણ ક્રાઈટ એરિયામાં નર્મદા જિલ્લો નહીં આવતા સહાય મળી નહીં જેથી ભરૂચ સાંસદે પણ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરને એક પત્ર લખી નર્મદા જિલ્લામાં ખેડૂતોને નુકશાનીની સહાય મળે તે માટે રજૂઆત કરી છે.
આ પણ વાંચો: આમળાની ખેતી, એક વખત લગાવો છોડ વર્ષો સુધી થશે કમાણી, ખેતી વિશે જાણો આ ખાસ 5 બાબત
આ પણ વાંચો: અહીં છે સરોગસીથી જન્મી 298 ગાય, જાણો કયા શહેરમાં સફળ બન્યો સરોગસી પ્રોજેક્ટ