નાળિયેરના પાકમાં સફેદ માખીનો પ્રકોપ વધતા યુવાને સોશિયલ મીડિયામાંથી શોધ્યો રામબાણ ઈલાજ
આ ઈલાજથી માસિક 5 થી 6 હજાર નાળીયેરનો વધારો ક્વોલિટી સાથે કર્યો છે. અનેક ખેડુતો તેમના પગલે ચાલવા લાગ્યા છે. જેમાં તમામને આ પ્રકારે સફળતા મળી છે.
દરિયા કિનારા પર આવેલ ગીર સોમનાથ (Gir Somnath) જીલ્લો લીલા નાળિયેરનો ગઢ મનાતો પરંતુ છેલ્લા બે વર્ષથી સફેદ માખીઓ નાળીયેર (Coconut Crop)ના બગીચાઓનો સર્વનાશ કર્યો હતો. ત્યારે સુત્રાપાડાના યુવાન ખેડુત જગદીશે સોશિયલ મીડીયા (Social Media) પરથી સફેદ માખી (White Fly)નો રામબાણ અને સફળ ઈલાજ શોધ્યો છે. જેણે આ ઈલાજથી માસિક 5 થી 6 હજાર નાળીયેરનો વધારો ક્વોલિટી સાથે કર્યો છે. અનેક ખેડુતો (Farmers) તેમના પગલે ચાલવા લાગ્યા છે. જેમાં તમામને આ પ્રકારે સફળતા મળી છે.
છેલ્લા બે વર્ષથી લીલી નાળિયેરનું ગઢ મનાતા ગીર સોમનાથ જીલ્લામાં સફેદ માખી નામનું ગ્રહણ લાગ્યું હતું. જેથી તમામ બગીચા ધારકોએ હજારો રૂપિયાની જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો. દવાઓના છંટકાવ બાદ 10 કે 15 દિવસ પછી સફેદ માખી ફરી આવી જતી જેથી ખેડુતો કંટાળી ગયા હતા.
ઝેરી દવાઓથી મધમાખી ઘટવા લાગી હતી. મધમાખી નાળિયેરના ફલીનીકરણ માટે આવશ્યક મનાય છે. અંતે લોકોએ ધુમાડાઓ કર્યા દવાઓનો ઊપયોગ કર્યા બાદ પણ આ જીવાત ન જતાં સુત્રાપાડાના યુવાન ખેડુત જગદીશ પંપાણીયાએ સોશિયલ મીડીયા પરથી માહિતી મેળવી કે ગાયનુ દુધ, ગોળ અને પાણીનું મિશ્રણ કરી તેનો છંટકાવ કરવાથી આ સમસ્યાને ઉકેલી શકાય છે.
યુવાને તેનો પ્રયોગ કર્યો અને છેલ્લા છ માસમાં જે બગીચામાંથી માત્ર 1500 કે 2000 લીલા નાળીયેર થતા જેમાં આજે 9000 નાળીયેર અને તે પણ રોગ વગરના મીઠા મધ જેવા નાળીયેર ઉતરી રહ્યા છે. આ ઘટનાની અન્ય ખેડુતોને જાણ થતાં અનેક ખેડુતો આજે આ જ પ્રયોગ અપનાવી રહ્યા છે. જેમાં ગાયનુ દુધ, ગોળ, પાણીના મિશ્રણનો છંટકાવ કરી માલામાલ બની રહ્યા છે. જેથી નાળિયેરની ખેતીમાં નવી ક્રાંતિની આશા જન્મી છે.
એક હજાર લીટર પાણીમાં 15 લીટર ગાયનું દુધ, 10 કિલો ગોળ મિક્સ કરી તેને ફુંવારાની મદદથી નાળિયેરના ઝાડ પર છંટકાવ કરવાથી મધમાખીઓ સ્વાદ અને સુગંધના કારણે ભારે માત્રામાં આવી રહી છે. જે ફલીનીકરણમાં મોટો વધારો કરે છે અને સફેદ માખીઓ મધમાખીના આગમનથી નાસી રહી છે.
આ પણ વાંચો: Narmada: જિલ્લામાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદથી અંદાજે 10 હજાર હેક્ટરમાં ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન
આ પણ વાંચો: આમળાની ખેતી, એક વખત લગાવો છોડ વર્ષો સુધી થશે કમાણી, ખેતી વિશે જાણો આ ખાસ 5 બાબત