PM kisan samriddhi kendra : ખેડૂતોને હવે કૃષિ સંબંધિત તમામ માહિતી અને વસ્તુઓ એક જ જગ્યાએ મળશે, રોજગારી માટે પણ સારી તક

|

Feb 21, 2023 | 4:55 PM

મંડીઓની નજીક પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર બનાવવામાં આવશે, જેથી ખેડૂતો સરળતાથી અહીં પહોંચી શકે. આ કેન્દ્રો પરથી ખેડૂતો સરળતાથી ભારત બ્રાન્ડના ખાતર (One Nation One Fertilizer Scheme) ખરીદી શકશે.

PM kisan samriddhi kendra : ખેડૂતોને હવે કૃષિ સંબંધિત તમામ માહિતી અને વસ્તુઓ એક જ જગ્યાએ મળશે, રોજગારી માટે પણ સારી તક
PM Kisan samriddhi kendra
Image Credit source: TV9 Digital

Follow us on

દેશના ખેડૂતોની આવક વધારવા માટે સરકાર ઘણી કૃષિ યોજનાઓ ચલાવી રહી છે જેમાં પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પણ છે. આ કેન્દ્રો પર “વન નેશન વન ફર્ટિલાઇઝર” હેઠળ ખેડૂતોને ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓની સાથે અનેક પ્રકારની કૃષિ મશીનરી પણ મળશે. ખેડૂતો આ કૃષિ મશીનરી ભાડે પણ લઈ શકશે.

આ પણ વાંચો: ગાયના છાણમાંથી બનાવેલા ઉત્પાદનોનું વેચાણ શોરૂમ શરૂ થયું, મહિલા ખેડૂતોની આવકમાં થશે વધારો

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રનો ઉદ્દેશ્ય

મંડીઓની નજીક પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર બનાવવામાં આવશે, જેથી ખેડૂતો સરળતાથી અહીં પહોંચી શકે. આ કેન્દ્રો પરથી ખેડૂતો સરળતાથી ભારત બ્રાન્ડના ખાતર (One Nation One Fertilizer Scheme) ખરીદી શકશે.

ટેસ્ટમાં સૌથી ઝડપી ત્રેવડી સદી ફટકારનાર બેટ્સમેન
ગંદુ અને પીળુ પડી ગયેલુ મોબાઈલ કવર મિનિટોમાં થઈ જશે સાફ, બસ કરી લો આ કામ
ઘરમાં લગાવો આ ચાર પેઈન્ટીંગ્સ, થશે ધનવર્ષા
પરંપરાગત પોશાકમાં સજ્જ હોય છે આ ગુજરાતી સિંગર, જુઓ ફોટો
TV9 Festival of India : TV9 ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા દુર્ગા પૂજાથી થયો શરૂ, 5 દિવસ ચાલશે ઉત્સવ
આજનું રાશિફળ તારીખ : 10-10-2024

ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પર કૃષિ ક્ષેત્રને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ મળશે. તેના દ્વારા ખેડૂતો એક જ જગ્યાએથી કૃષિ સંબંધિત ઉત્પાદનો જેમ કે બિયારણ, ખાતર વગેરે ખરીદી શકશે. આ ઉપરાંત ખેડૂતોને જાગૃત કરવા દર 15 દિવસે એક અભિયાન ચલાવવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના ફાયદા

  • કૃષિ ક્ષેત્રને લગતી વિવિધ યોજનાઓ અંગે માહિતી ઉપલબ્ધ થશે
  • ખેતીને લગતી માહિતી, ખાતર, બિયારણ, સાધનો વગેરે એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે
  • માટી, બિયારણ અને ખાતર માટે ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ રહેશે
  • આગામી એક વર્ષમાં 3 લાખથી વધુ ખાતર રિટેલ આઉટલેટ્સને પીએમ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવશે
  • તમે પણ ખોલી શકો છો પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર

આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખોલીને દેશનો કોઈપણ વ્યક્તિ સારો રોજગાર મેળવી શકે છે. તેની મદદથી તે દર મહિને લગભગ 10 થી 15 હજાર રૂપિયા સરળતાથી કમાઈ શકે છે. તેને ખોલવા માટે તમારે વધારે કંઈ કરવાની જરૂર નથી. જો તમે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ખોલવામાં માગતા હોય, તો તમે તમારા નજીકના કૃષિ વિભાગ અથવા સબડિવિઝન ઑફિસનો સંપર્ક કરી શકો છો. આ માટેની પાત્રતા અને જરૂરી દસ્તાવેજો શું છે તેની માહિતી નીચે આપેલ છે.

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર માટે પાત્રતા

  • તમે ભારતના નાગરિક હોવા જ જોઈએ.
  • આ સિવાય તમારી ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ અને તમારી પોતાની અથવા ભાડાની દુકાન હોવી જોઈએ.
  • આ સિવાય તમારી પાસે કોમ્પ્યુટરનું થોડું જ્ઞાન પણ હોવું જોઈએ.

પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • પાન કાર્ડ
  • બેંક ખાતાની પાસબુક
  • મોબાઇલ નંબર
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • આવક પ્રમાણપત્ર
  • સરનામાનો પુરાવો
  • જાતિ પ્રમાણપત્ર
Next Article