ફર્ટીલાઈઝર નહીં પરંતુ ગૌટીલાઈઝર, એગ્રીકલ્ચરના કેમિકલ બજારમાં ગૌમય ઓર્ગેનિકની એન્ટ્રી

નેનો ટેકનોલોજીના માધ્યમથી ગાયના છાણ અને ગૌ મુત્રને નેનો ફોર્મ્યુલેશનના માધ્યમથી પોષક તત્વોમાં ફેરવવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતી થકી બનેલી પ્રોડક્ટને ગૌ-ગ્રો તેમજ ગૌટીલાઈઝર ગોલ્ડ ઓર્ગેનિક ફર્ટીલાઈઝર નામ આપવામાં આવ્યું છે.

ફર્ટીલાઈઝર નહીં પરંતુ ગૌટીલાઈઝર, એગ્રીકલ્ચરના કેમિકલ બજારમાં ગૌમય ઓર્ગેનિકની એન્ટ્રી
Follow Us:
| Updated on: Feb 02, 2024 | 4:43 PM

ગૌ લાઇફ સાયન્સ દ્વારા વૈજ્ઞાનિક સંશોધન થકી એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવવામાં આવ્યું છે. આ ઓર્ગેનિક ફર્ટિલાઈઝરની ખાસિયત એવી છે કે તે વૈજ્ઞાનિક ચકાસણીઓ પર ખરું ઠર્યું છે, તેમજ તેના ઉપયોગથી ખેડૂતોને લાભ થશે. નેનો ટેકનોલોજીના માધ્યમથી ગાયના છાણ અને ગૌ મુત્રને નેનો ફોર્મ્યુલેશનના માધ્યમથી પોષક તત્વોમાં ફેરવવામાં આવે છે. આ વૈજ્ઞાનિક પદ્ધતી થકી બનેલી પ્રોડક્ટને ગૌ-ગ્રો તેમજ ગૌટીલાઈઝર ગોલ્ડ ઓર્ગેનિક ફર્ટીલાઈઝર નામ આપવામાં આવ્યું છે.

દેશી ગૌવંશના સંવર્ધન તેમજ ગાયમાંથી થતી પેદાશોના સદુપયોગના ઉદ્દેશ્યથી આ સંશોધન કરવામાં આવ્યું છે. રિસર્ચના પરિણામો જણાવે છે કે ગૌટીલાઈઝરને કારણે પરંપરાગત ટકાઉ ખેતી વધી શકે છે તેમજ પાણીની જાળવણી, જમીનમાં પોષક તત્વની ઉપલબ્ધતા અને જમીનની ગુણવત્તામાં સુધાર થાય છે. જેનાથી ખેડૂતોને આર્થિક લાભ થાય છે. ઓર્ગેનિક તત્વના ઉપયોગને કારણે ખેત ઉત્પાદન વધુ પૌષ્ટિક અને સુરક્ષિત રહે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ સંદર્ભે એસ.એસ. કે ભારત ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર કાર્તિકભાઈ રાવલે જણાવ્યું કે આ પ્રોડક્ટ વિકસાવવાનો ઉદ્ધેશ ભારતના પ્રાચીન જ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે સાંકળીને કૃષી ક્ષેત્રમાં નવી ક્રાંતિ લાવવનું છે. અમારું મિશન એક ઇકો સિસ્ટમ બનાવવાનું છએ જેમાં દેશી ગાયો વૈશ્વિક સ્તરે કૃષિમાં ક્રાંતિ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે. આ પ્રોડક્ટ સમગ્ર દેશમાં ફાર્મર પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી એસ.એસ. કે ભારત ગ્રુપના નેતૃત્વ હેઠળ લોંચ કરવામાં આવી રહી છે.

ગૌટીલાઈઝરને કારણે ખેડૂત, ખેત ઉત્પાદન સંગઠનો તેમજ ગૌશાળાઓને આગળ વધવાનો મોકો મળશે કારણકે ખેતીની આડપેદાશોને વેચાણ માટે એક બજાર મળશે. તેમજ આ ત્રણે સેક્ટર એકબીજાને સાંકળી લેશે. આ સંદર્ભે વધુ જણાવતા એસ.એસ. કે ભારત ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર કાર્તિકભાઈ રાવલે જણાવ્યું કે અમે આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા હેઠળ બનાવ્યો છે. તેમજ ગૌ લાઈફ સાયન્સ માત્ર એક સ્ટાર્ટ અપ નથી. આ એક પરિવર્તનકારી પ્રોડક્ટ આપનાર સફળતા છે.

ઉલ્લેખનિય છે કે આજની તારીખમાં બજારમાં અનેક પ્રકારના કેમિકલો વેચાય છે જે ખેત પેદાશોમાં ઉપયોગમાં લેવાય છે. આવા સમયે ઓર્ગેનિક ફર્ટીલાઈઝર બજારમાં એક નવી આશાનું કિરણ લઈને આવ્યું છે. આ પ્રોડક્ટને આંતરરાષ્ટીય ફલક પર પ્રદર્શીત કરવા અનેક ખ્યાતનામ વેપારીઓ, ઉદ્યોગપતીઓની હાજરીમાં મુંબઈ શહેરમાં ગ્વાટેમાલા તેમજ પેરાગ્વેના એમ્બેસેટર સમક્ષ એક ટ્રેડ કાર્યક્રમમાં રજુ કરવામાં આવી હતી. જ્યાં એસ.એસ.કે ગ્રુપના ચેરમેન એડવોકેટ શ્યામશંકર ઉપાધ્યાયની યુરેશીયાના ટ્રેડ કમિશ્નર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: રાજ્ય સરકારના બજેટમાં શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ, વિજ્ઞાનનો વ્યાપ વધારવા નમો સરસ્વતી યોજના માટે 400 કરોડ ફાળવાશે

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">